WhatsApp પર મેસેજ કરી કમાઓ રોજના 2-3 હજાર, મળી આવી જોબ ઓફર અને 37 લાખનો ચૂનો

PC: toiimg.com

WhatsAppની પોપ્યુલારિટી કોઈનાથી છુપી નથી અને તેનો ફાયદો સ્કેમર્સ ઉઠાવતા રહે છે. ઓનલાઈન ફ્રોડનો નવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિને WhatsApp દ્વારા મેસેજ કરીને રોજ 2-3 હજાર રૂપિયા કમાવવાની ઓફર કરવામાં આવી અને છેલ્લે તેના ખાતામાંથી 37 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા.

મામલો શું છે

રિપોર્ટ પ્રમાણે, ઠાણેમાં રહેનારા એક વ્યક્તિનો નોકરીનો કરાર ટૂંક સમયમાં ખતમ થવાનો છે. ત્યાર પછી તેણે પોતાનું રેઝ્યૂમ ઓનલાઈન રિક્રૂટ પોર્ટલ પર શેર કર્યું. ત્યાર પછી તે વ્યક્તિને WhatsApp પર એક નંબરથી મેસેજ આવવા લાગ્યા. જેમાં નવી નોકરીની ઓફર હતી જે પાર્ટ ટાઇમ હતી.

આ વ્યક્તિને લાલચ આપવામાં આવી કે આ જોબમાં રોજના 2000થી 3000 રૂપિયા કમાવવાની તક મળશે. એવામાં વ્યક્તિ મહિનામાં 90 હજાર રૂપિયા કમાઈ શકે એમ હતો.

ફોટો લાઇક કરવાનું કામ

તે વ્યક્તિને સ્કેમર્સે જણાવ્યું કે પાર્ટ ટાઇમ જોબમાં યૂઝર્સના ઈન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટીના ફોટો લાઇક કરવાના રહેશે. એક લાઇક પર 70 રૂપિયા આપવામાં આવશે. જેના માટે દરેક લાઇકનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વિશ્વાસ જીતવા માટે પહેલા તે વ્યક્તિએ 210 રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું.

ટેલીગ્રામ ગ્રુપમાં એડ કર્યો

ત્યાર પછી વિક્ટમને એક ટેલિગ્રામ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો. જેમાં તે વ્યક્તિને વધારે રિટર્નની લાલચ આપવામાં આવી અને ક્રિપ્ટોકરેંસી ખરીદવાનું કહ્યું. રિપોર્ટ અનુસાર, શરૂઆતમાં તે વ્યક્તિએ 9 હજાર રૂપિયાનું રોકાણ કર્યું અને તેને 9980 રૂપિયાનું રિટર્ન મળ્યું. ભરોસો થયા પછી તે વ્યક્તિએ વધારે રૂપિયાનું રોકાણ કર્યું. ત્યાર પછી VIP અકાઉન્ટ સ્ટેટસ આપ્યા પછી તેને વધારે રૂપિયાનું રોકાણ કરવા કહ્યું.

37 લાખ રૂપિયા ગુમાવ્યા

ત્યાર પછી તે વ્યક્તિએ લગભગ 37 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. પણ ત્યાર પછી સ્કેમર્સે કોઈ રિટર્ન આપ્યું નહીં. ત્યાર પછી તે વ્યક્તિને જાણ થઇ કે તે સ્કેમનો શિકાર થયો છે. તેણે આ મામલાની ફરિયાદ પોલીસમાં કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp