બાબા સાહેબ આંબેડકરની તસવીરો લગાવી શકશો નહીં: મદ્રાસ હાઇકોર્ટનો આદેશ
મદ્રાસ હાઇકોર્ટે એક આદેશમા કહ્યું છે કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતમાં માત્ર મહાત્મા ગાંધીજી અને તિરુવલ્લુરની તસ્વીરો જ મુકી શકાશે. બાબા સાહેબ આંબેડકરનો ફોટો મુકી શકાશે નહીં. કોર્ટના આ આદેશ પર કેટલાંક વકીલો ગિન્નાયા છે.
બાબા સાહેબ આંબેડકરની તસવીરને લઈને મદ્રાસ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતો માત્ર મહાત્મા ગાંધી અને તમિલ કવિ-સંત તિરુવલ્લુવરની તસ્વીરો મૂકી શકે છે. હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે 7 જુલાઈના રોજ આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો.
કાંચીપુરમના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સહિત તમામ ડિસ્ટ્રિક્ટ કોર્ટને એક પરિપત્ર જારી કરીને સુચના આપવામાં આવી છે કે તેઓ અલંદુરમાં બાર એસોસિએશનને કોર્ટ સંકુલના પ્રવેશદ્વાર પરથી બીઆર આંબેડકરનો ફોટો હટાવવાનું કહે. વાસ્તવમાં, ઘણા એડવોકેટ એસોસિએશને આંબેડકરના ફોટા અને સંબંધિત એસોસિએશનના વરિષ્ઠ વકીલોની તસ્વીરો અનાવરણ કરવાની પરવાનગી માંગી છે. 11 એપ્રિલે યોજાયેલી બેઠકમાં હાઈકોર્ટની ફુલ બેન્ચે આવી તમામ અરજીઓ ફગાવી દીધી હતી.
આ અંગેના જૂના આદેશોનો ઉલ્લેખ કરીને પરિપત્રમાં જણાવાયું છે કે, રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાની ઘટનાઓ બની છે, જેના પરિણામે વિવિધ સ્થળોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. 2010માં પણ કોર્ટ પરિસરમાં કોઇ અન્ય પ્રતિમાઓ બનાવવાની મંજૂરી ન આપવાનો કોર્ટે સંકલ્પ કર્યો હતો.
પરિપત્રમાંમાં કહેવામાં આવ્યું છે કે એ જ રીતે, 27 એપ્રિલ 2013ના રોજ, ફુલ કોર્ટે કાંચીપુરમના મુખ્ય જિલ્લા જજને આંબેડકરનું ચિત્ર હટાવવા માટે અલંદુર કોર્ટના વકીલ મંડળને સમજાવવા માટે નિર્દેશ આપ્યો અને કુડ્ડલોર બારની નવી રચાયેલી વિશેષ અદાલતોમાં તેમનું ચિત્ર સ્થાપિત કરવાની વિનંતીને નકારી કાઢી હતી.
પરિપત્રમાં આગળ કહેવાયું છે કે તાજેતરમાં 11 એપ્રિલના રોજ પૂર્ણ અદાલતે સમાન વિનંતી પર વિચારણા કરી અને અગાઉના તમામ ઠરાવોને પુનરાવર્તિત કર્યા અને સર્વાનુમતે નિર્ણય લીધો કે ગાંધીજી અને તિરુવલ્લુવરની પ્રતિમાઓ અને ચિત્રો સિવાય, કોર્ટ પરિસરની અંદર ક્યાંય પણ અન્ય ચિત્રો પ્રદર્શિત કરવામાં ન આવે.
રજિસ્ટ્રાર જનરલે નિર્દેશ આપ્યો કે કોઈપણ ઉલ્લંઘન સામે તમિલનાડુ અને પુડુચેરીની બાર કાઉન્સિલને યોગ્ય ફરિયાદ આપીને કાર્યવાહી કરવામાં આવશે.
મીડિયા અહેવાલોમાં જણાવ્યા મુજબ વકીલોના એક વર્ગે રજિસ્ટ્રારના આ પરિપત્રને પાછો ખેંચી લેવા માટે પ્રદર્શન કરવાની યોજના બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp