હૉસ્પિટલમાં વીજળી ગુલ, બેટરીના અજવાળે ગર્ભવતી મહિલાનું થયું ઓપરેશન

PC: etvbharat.com

તેજસ્વી યાદવ નાયબ મુખ્યમંત્રી સાથે સાથે સ્વાસ્થ્ય મંત્રી પણ છે. સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી સંભાળ્યા બાદ જ તેઓ સ્વાસ્થ્ય વ્યવસ્થા સારી કરવાનો દાવો કરે છે. ત્યારબાદ પણ સ્વાસ્થ્ય વ્યવસ્થાની હાલત ખરાબ અને હૉસ્પિટલમાં બેદરકારીની હકીકત સામે આવી રહી છે. એવી જ એક ઘટના મોતિહારીથી સામે આવી છે. અહીંની સદર હૉસ્પિટલમાં ડિલિવરી માટે આવેલી મહિલાનું બેટરીના અજવાળે ડૉક્ટરોએ ઓપરેશન કરવું પડ્યું. CS અંજની કુમારને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે પહેલા સફાઇ આપી અને પછી તપાસની વાત કહી.

મીડિયા રિપોર્ટ મુજબ, સદર હૉસ્પિટલના પ્રસૂતિ વોર્ડમાં એક ગર્ભવતી મહિલા દાખલ હતી. મેડિકલ કારણોથી મહિલાનું ઓપરેશન કરવું જરૂરી હતું. આ દરમિયાન સદર હૉસ્પિટલની વીજળી જ ગાયબ હતી. જનરેટર પણ ચાલી રહ્યું નહોતું. અહીં સુધી કે ઈન્વર્ટર પણ કામ કરી રહ્યું નહોતું. ગર્ભવતી મહિલાની સ્થિતિ બગડતી જઈ રહી હતી. એવામાં સદર હૉસ્પિટલના મહિલા ડૉક્ટર ડૉ. સુરુચિ સ્મૃતિએ ગર્ભાવતીની સ્થિતિને જોતા તાત્કાલિક બેટરીના અજવાળે ઓપરેશન કરવાનો નિર્ણય લીધો.

સારું થયું કે આ પરિસ્થિતિમાં મહિલા ડૉક્ટરે સફળતાપૂર્વક ઓપરેશન કર્યું. ઓપરેશન બાદ મહિલા અને નવજાતની સ્થિતિ સામાન્ય અને સ્થિર છે. જો કે, તમામ સરકારી દાવાઓ છતા સદર હૉસ્પિટલની આ સ્થિતિ શાસન અને પ્રશાસનને અરીસો દેખાડવા માટે પૂરતી છે. આ કોઈ પહેલી ઘટના નથી. આ અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી છે અને હૉસ્પિટલ સંચાલક કૌશલ દુબેએ જણાવ્યું કે, કેટલીક ટેક્નિકલી ખરાબીના કારણે વીજળી બાધિત થઈ હતી, પરંતુ જલદી જ સુધારી લેવામાં આવી છે. સાથે જ સારી વીજળી વ્યવસ્થા માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાવી દેવામાં આવી છે જેથી આગળ આ પ્રકારની ફરિયાદ સામે નહીં આવે.

સદર હૉસ્પિટલની આ કોઇ પહેલી ઘટના નથી, અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી છે અને હૉસ્પિટલ પ્રશાસન દરેક વખત વ્યવસ્થા સારી કરવાનો દાવો કરીને ભૂલી જાય છે. વ્યવસ્થા જેમની તેમ બની રહે છે. સિવિલ સર્જન અંજની કુમારે ઘટનાની ગંભીરતાથી લેતા કહ્યું કે, જેની પણ બેદરકારી છે, તેની વિરુદ્ધ તપાસ કરવામાં આવશે. લાઇન કપાયા બાદ જનરેટર ચલાવવામાં ટાઇમ ગેપ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp