ભૂપેન્દ્ર પટેલ સરકાર સામે વિરોધ કરવાનું હવે ભારે પડશે, આ બિલને મંજૂરી

PC: livemint.com

ગુજરાત વિધાનસભામાં 2021માં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઇ છે એટલે ગુજરાતમાં હવે ભુપેન્દ્ર પટેલ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવાનું ભારે પડી શકે છે. ગુજરાતમાં કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે પોલીસ પોતે ફરિયાદી બનીને ગુનો દાખલ કરી શકશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં નાના મોટા ત્રીસેક જેટલાં આંદોલનો ચાલતા હતા. આગંણવાડીના કર્મચારીઓ, શિક્ષકો, સિવિલના કર્મચારીઓ એવા અનેક આંદોલનોએ સરકારને પરસેવો પાડી દીધો હતો. માર્ચ 2021માં ગુજરાત વિધાનસભામાં કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ રજૂ કરવામાં આવ્યું હતું, જેને રાજ્યપાલની મંજૂરી મળી ગયા બાદ હવે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ પણ આ બિલને મંજૂરી આપી દીધી છે.

ગુજરાતમાં  મીની કલમ 144 લાગૂ જ હતી. એનો ઉપયોગ જ્યારે જરૂર પડે ત્યારે પોલીસ કમિશ્નર નોટીફેકશન બહાર પાડે. 144ની કલમ 4થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ માટે છે. કોઇ પણ શહેરમાં જ્યારે 144 લાગૂ થાય અને એનું કોઇ સામાજિક કે રાજકીય પાર્ટી ઉલ્લંઘન કરે તો પોલીસ ખાલી પકડીને છોડી મુકતી હતી.

હવે આ બિલમાં પોલીસને પાવર આપવામાં આવ્યો છે કે કલમ 144નું જે ઉલ્લંઘન કરે તેને પોલીસ પોતે ફરિયાદી બનીને કલમ 188 મુજબ કાર્યવાહી કરી શકે છે. એટલે પહેલાં સવારે પકડાઇને બપોરે છુટી જતા હતા તેવું બનશે નહીં. કોડ ઓફ ક્રિમિનીલ પ્રોસિસજર બિલે વિરોધ પ્રદર્શનની તાકાતને બુઠ્ઠી કરી નાંખી છે.

ગુજરાતમાં હવે કલમ 144નું ઉલ્લંઘન કરી દેખાવ કરનાર સામે ગુનો નોંધાશે. વાત જાણે એમ છે કે, ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. મહત્વનું છે કે, આ બિલ માર્ચ- 2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયુ હતુ. જોકે હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી જતાં પોલીસ પ્રદર્શનકારીઓ વિરુદ્ધ IPC સેક્શન 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે. 

સુત્રો પાસેથીમળતી માહિતી મુજબ  ગુજરાતમાંમાં CRPCની કલમ 144નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ પાસેથી આ બિલ પાસ થતા પોલીસ પ્રદર્શનકારી સામે પગલા લેશે તો કોર્ટ અવમાનનાનો કેસ નહીં નોંધી શકે તેમજ આ સાથે હવે સરકાર વિરોધી પ્રદર્શનમાં પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp