લોકસભા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષી દળો, લગાવ્યો આ આરોપ

PC: outlookindia.com

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષી પાર્ટીઓ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. કોંગ્રેસના ઉચ્ચ સુત્રોના હવાલાથી આ જાણકારી મળી છે. રાહુલ ગાંધીનું સભ્ય પદ સમાપ્ત કરવાના અને સદનમાં પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યા બાદ લોકસભા અધ્યક્ષ વિરુદ્ધ સોમવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. ગુજરાતની સુરતની એક કોર્ટ તરફથી 2019ના માનહાનિ મામલામાં દોષી જાહેર થવાના એક દિવસ બાદ શુક્રવારે રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. ચારવાર સાંસદ રહેલા રાહુલ ગાંધીને લોકસભામાંથી અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. તેમને અયોગ્ય જાહેર કરાતા રાહુલ ગાંધી પરથી જ્યાં સુધી કોઈ હાઇકોર્ટ તેમની સજા પર પ્રતિબંધ ના લગાવે ત્યાં સુધી એટલે કે આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકશે. આ મામલાને લઈને કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી દળો સતત સંસદમાં હંગામો કરી રહ્યા છે અને સંસદની બહાર પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું સભ્ય પદ સમાપ્ત કરવાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસનો આરોપ છે કે, રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર અદાણી મુદ્દા પર સંસદમાં તેમના હવે પછીના ભાષણથી ડરી ગઈ હતી. તેમજ, ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે, લોકસભા સચિવાલય તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અયોગ્ય જાહેર કરવાનો નિર્ણય નિયમ અનુસાર લેવામાં આવ્યો છે અને આ નિર્ણય પર સવાલ ઉઠાવવો સંવિધાનને નિશાનો બનાવવા સમાન છે.

આ ઉપરાંત, વિપક્ષી દળ બજેટ સત્રની શરૂઆતથી જ અદાણી ગ્રુપ સાથે સંકળાયેલા મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નું ગઠન કરવાની માંગ કરી રહ્યા છે. થોડાં દિવસ અગાઉ કોંગ્રેસ સહિત દેશના 18 વિપક્ષી દળોએ બેઠક કરીને નિર્ણય લીધો હતો કે, તમામ પક્ષો લોકતંત્રને બચાવવા માટે આગળ પણ એકસાથે મળીને કામ કરતા રહેશે અને અદાણી મામલામાં JPCની માંગ ચાલુ રાખશે.

આ પહેલા રાજ્યસભામાં નેતા પ્રતિપક્ષ અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના આવાસ પર એકસમાન વિચારધારાવાળા પક્ષોના વિપક્ષના નેતાઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં તૃણમૂલ સહિત બાકી પક્ષો તો સામેલ થયા પરંતુ, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેનાએ તેનો બહિષ્કાર કર્યો હતો. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત ઘણા દિગ્ગજ નેતા હાજર હતા.

બેઠકમાં વિપક્ષી દળોએ મંગળવારે સંસદના બંને સદનોમાં વિપક્ષની રણનીતિ પર ચર્ચા કરી અને સ્ટ્રેટજી તૈયાર કરી અને જેપીસી અને રાહુલના અયોગ્યતા મામલામાં કેન્દ્રને ઘેરવાનો નિર્ણય કર્યો હતો. બેઠકમાં રાહુલ ગાંધીને સરકારી બંગલો ખાલી કરવાના આદેશ બાબતે મળેલી ચિઠ્ઠી પર પણ ચર્ચા થઈ હતી. તેના પર તમામ સભ્યોનું કહેવુ હતું કે, આ આદેશ કોઈ મહત્ત્વ નથી ધરાવતો કારણ કે, હાલ કોંગ્રેસે રાહુલ ગાંધી મામલામાં કાયદાનો દરવાજો ખખડાવવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp