એવું નામ કેમ રાખ્યું છે? INDIA. ગઠબંધનની પાર્ટીઓને હાઇ કોર્ટે મોકલી નોટિસ

લોકસભાની ચૂંટણી અગાઉ 26 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધને જે પોતાનું નામ રાખ્યું છે, તેના સંક્ષિપ્ત રૂપને I.N.D.I.A. કહેવામાં આલે છે. તેની વિરુદ્ધ દિલ્હી હાઇ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેના પર કોર્ટે વિપક્ષી પાર્ટીઓને નોટિસ આપીને જવાબ માગ્યો છે. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લૂસિવ અલાયન્સ, જેનું શોર્ટ ફોર્મ I.N.D.I.A. કહેવાય છે. ગીરિશ ભારદ્વાજની અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સંજીવ નરૂલાની બેન્ચે કહ્યું કે, આ કેસ સુનાવણી કરવા યોગ્ય છે.
તેની સાથે જ બેન્ચે વિપક્ષી પાર્ટીઓને નોટિસ પાઠવીને નામ રાખવાને લઈને જવાબ માગ્યો છે. અરજીકર્તા ગીરિશ ભારદ્વાજે કહ્યું કે, વિપક્ષે દેશના નામ પર જ પોતાના ગઠબંધનનું નામકરણ કરી દીધું છે. આ દેશના નામ પર આગામી લોકસભાની ચૂંટણી અગાઉ ભરપૂર ફાયદો લેવાનો પ્રયાસ છે. તેના પર બેન્ચે કહ્યું કે, આ કેસ સુનાવણી યોગ્ય છે. જો કે, તેની આગામી સુનાવણી ઓક્ટોબરમાં કરવાનો નિર્ણાય લેવામાં આવ્યો છે. અરજીકર્તા ગીરિશ ભારદ્વાજે કહ્યું કે, 18 જુલાઇના રોજ બેંગ્લોરમાં થયેલી મીટિંગમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખૂબ ચાલાકી સાથે આ નામની રજૂઆત કરી હતી.
તેમણે આગળ કહ્યું કે, તેના દ્વારા એ દેખાડવાનો પ્રયાસ છે કે વડાપ્રધાન અને સત્તાધારી પાર્ટી દેશ સાથે ટકરાઇ રહ્યા છે. તેનાથી સામાન્ય લોકોમાં ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થશે. તેનાથી એ સંદેશ જશે કે ચૂંટણીમાં એક ગઠબંધનનો સામનો બીજા અલાયન્સ સાથે નહીં, પરંતુ દેશ સાથે થઈ રહ્યો છે. એટલે આ નામ પર પ્રતિબંધ લગાવો જોઈએ. આ પ્રકારે દેશના નામ પર વિપક્ષી પાર્ટીઓ ફાયદો ઉઠાવવા માગે છે. એટલું જ નહીં અરજીકર્તા ગીરિશ ભારદ્વાજે કહ્યું કે, I.N.D.I.A. ગઠબંધન તરફથી રાષ્ટ્રીય ધ્વજનો પણ ઉપયોગ પોતાના અલાયન્સના લોગો તરીકે કરવામાં આવી રહ્યો છે.
અરજીકર્તાએ કોર્ટને જણાવ્યું કે, તે આ સંબંધમાં ચૂંટણી પંચ તરફ ગયો હતો, પરંતું અત્યાર સુધી આ સંબંધમાં ચૂંટણી પંચ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એવામાં અમારી પાસે કોર્ટ જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. ઉલ્લેખનીય છે કે, બિહારની રાજધાની પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક થઈ હતી. ત્યારબાદ બીજી બેઠક જેમાં ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ એન્ક્લૂસિવ અલાયન્સ એટલે કે I.N.D.I.A. રાખવાનો નિર્ણય લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp