સહમતી હતી તો સગીર સાથેના સેક્સને રેપ ન કહી શકાય: હાઇ કોર્ટ

સહમતીથી શારીરિક સંબંધ બનાવવાની ઉંમર ઓછી કરવા પર બહેસ વચ્ચે ઓરિસ્સા હાઇ કોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. હાઇ કોર્ટે 10 વર્ષથી જેલમાં બંધ એક 45 વર્ષીય વ્યક્તિને મુક્ત કરી દીધો છે. તેના પર સગીર સાથે રેપ કરવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટમાં પીડિતાએ નિવેદન આપ્યું કે, સેક્સ તેની સહમતીથી થયો હતો. ત્યારે પીડિતા 17 વર્ષની હતી. કોર્ટે યુવતીના નિવેદન પર કહ્યું કે, આરોપીને દોષી ઠેરવવા માટે રેકોર્ડ પર ઉપસ્થિત પુરાવાથી રેપ સાબિત થયો નહોતો.
ન્યાયાધીશ એસ.કે. સાહૂએ કહ્યું કે, કેસના રેકોર્ડથી એમ પ્રતીત થાય છે કે, છોકરી એ સમયે 17 વર્ષની હતી. તે પોતાની મરજીથી આરોપી સાથે જંગલોમાં જતી હતી અને રોજ તેની સાથે યૌન સંબંધ બનાવતી હતી. હાઇ કોર્ટે કહ્યું કે, છોકરી એ સારી રીતે જાણતી હતી કે વ્યક્તિ પરિણીત છે. તેના 4 બાળકો પણ છે. તેની સાથે સહમતીથી શારીરિક સંબંધ બનાવ્યા. જ્યાં સુધી ગર્ભવતી ન થઈ, તેણે ક્યારેય કોઈ આપત્તિ ન કરી અને ન તો તેની બાબતે કોઈને જણાવ્યું.
જસ્ટિસ એસ.કે. સાહુએ નિર્ણયમાં કહ્યું કે, ‘આરોપીએ ક્યારેય તેની સાથે લગ્ન કરવાનો વાયદો નથી કર્યો. તે એ પણ જાણતી હતી કે આરોપી સાથે લગ્ન સંભવ નહોતા કેમ કે તે એક પરિણીત અને બાળકોવાળો વ્યક્તિ હતો એટલે મારા વિનમ્ર વિચારમાં આ એક સહમતિવાળું કામ હતું. ન્યાયાધીશ એસ.કે. પટનાયકે આદેશમાં એમ પણ કહ્યું કે, અરજીકર્તા વિરુદ્ધ છેતરપિંડી જેવા અન્ય આરોપોને તપાસ માટે ખુલ્લા રાખવામાં આવે છે. વાયદાને સારા વિશ્વાસમાં કરવામાં આવે છે. વાયદો પૂરો ન થવો અને લગ્ન કરવાના ખોટા વાયદા વચ્ચે એક સૂક્ષ્મ અંતર છે.
શું છે મામલો?
છોકરીના પિતાએ એક વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાવી હતી. 5 વર્ષ બાદ 14 ઓગસ્ટ 2018ના રોજ સુંદરગઢની એડિશન સેશન કોર્ટે શાંતનુ કૌડીને બળાત્કારનો દોષી ઠેરાવ્યો હતો. આ નિર્ણયને કૌડીએ વર્ષ 2019માં હાઇ કોર્ટમાં પડકાર આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, ‘જો પીડિતા એમ કહે છે કે તેની મરજીથી શારીરિક સંબંધ બન્યા, એવામાં તેને રેપ નહીં કહી શકાય. જો કે, કોર્ટે નિર્ણય સંભળાવ્યો કે છોકરીને આપવામાં આવેલી વળતરની રકમ તેની પાસે વસૂલવાની જરૂરિયાત નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp