AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના વેવાઇએ કરી આત્મહત્યા, પોતાને મારી ગોળી

PC: indiatoday.in

AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની દીકરીના સસરાએ આત્મહત્યા કરી લીધી છે. અસદુદ્દીન ઓવૈસીના વેવાઇ મજહરુદ્દીન અલી ખાન વ્યવસાયે ડૉક્ટર હતો. આ ઘટનાના તુરંત બાદ તેને અપોલો હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો. હૉસ્પિટલે કહ્યું કે, મજહરુદ્દીનને સોમવારે બપોરે 2:00 વાગ્યે હૉસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લાવવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત થઇ ગયું.

પોલીસનું કહેવું છે કે, મજાહરુદ્દીન ખાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીની બીજી દીકરીનો સસરો હતો. તે એક ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ હતો. તેણે 27 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘર પર જ લાઇસન્સવાળી બંદૂકથી પોતાને ગોળી મારી લીધી હતી. તેનું કારણ પારિવારિક વિવાદ બતાવવામાં આવી રહ્યું છે. તેના શબને ઓસ્માનિયા જનરલ હૉસ્પિટલની મોર્ચરીમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું.

હૈદરાબાદ વેસ્ટ ઝોનના DCP ઝોએલ ડેવિસે મોતની પુષ્ટિ કરતા કહ્યું કે, સોમવારે બપોરે લગભગ 1:00 વાગ્યે મજહર નામના એક ડૉક્ટરે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી પોતાને ગોળી મારી લીધી. પરિવારના સભ્યો તેને અપોલો હૉસ્પિટલ લઇ ગયા, જ્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કરી દીધો. તેની ઓળખ 60 વર્ષીય મજહર તરીકે થઇ છે. આત્મહત્યાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, ઘટનાસ્થળ પર પહોંચેલી ટીમે ઘટનાસ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા અને જાણકારી મળી કે એક રાઉન્ડ ફાયરિંગ થઇ છે. પરિવારના સભ્યો અને મૃતક વચ્ચે પ્રોપર્ટીને લઇને વિવાદ હતો. તેની વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ પણ નોંધાયેલો હતો. પોલીસે હથિયાર જપ્ત કરી લીધું છે. તેની સાથે જ ઘટનાના સમયે ઘર પર ઉપસ્થિત લોકોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ઘટનાના સમયે મજહરુદ્દીન ઘર પર એકલો હતો. કેટલાક સંબંધી તેને સતત ફોન કરી રહ્યા હતા, પણ તે ફોનનો જવાબ આપી રહ્યો નહોતો.

ત્યારબાદ કેટલાક સંબંધીઓ તેના ઘરે પહોંચ્યા, જ્યાં તેને લોહીથી લથબથ જોયો. ડૉક્ટરના દીકરાએ વર્ષ 2020માં ઓવૈસીની બીજી દીકરી સાથે લગ્ન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસી AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેઓ વર્ષ 2004થી સતત હૈદરાબાદથી સાંસદ બનતા આવી રહ્યા છે. ઓવૈસીના સરકારી બંગલા પર કથિત રીતે અજાણ્યા લોકો દ્વારા પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. તેની જાણકારી પોલીસને આપવામાં આવી હતી. જાણકારી મળતા જ પોલીસે તપાસ કરતા કેટલાક પથ્થર જપ્ત કર્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, અજાણ્યા લોકોએ ઓવૈસીના આવાસ પર પથ્થર ફેક્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp