
રાહુલ ગાંધીની 'ભારત જોડો યાત્રા' યુપીમાં પ્રવેશે તે પહેલા કોંગ્રેસના નેતાઓની બયાનબાજી શરૂ થઈ ગઈ છે. રાહુલ ગાંધીને ભગવાન રામ ગણાવનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે હવે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પોતાના નેતા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. ખુર્શીદે સ્પષ્ટ કર્યું છે કે, ખડગે ફક્ત પાર્ટી ચલાવવા માટે જ છે, જ્યારે ગાંધી પરિવાર જ તેના નેતા છે. ખુર્શીદના આ નિવેદન બાદ BJPના નેતાઓએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે સત્ય સામે આવી ગયું છે.
કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદને પૂછવામાં આવ્યું કે, શું મલ્લિકાર્જુન ખડગેના કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ પાર્ટીમાં કોઈ ફેરફાર થયો છે? જેના જવાબમાં ખુર્શીદે કહ્યું કે, અમારા નેતા ગાંધી પરિવાર છે અને તે જ રહેશે. ખડગે પાર્ટી ચલાવવા માટે છે. અમને પાર્ટી ચલાવવા માટે એક પૂર્ણ-સમયના નેતાની જરૂર હતી, જે પાર્ટીના કામકાજ પર ધ્યાન આપે. આ પહેલા ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી હતી, જેનાથી વિવાદ ઉભો થયો હતો. જોકે, હવે ખુર્શીદે કહ્યું છે કે, મેં આવું કહ્યું ન હતું.
#WATCH हमारे कई नेता हैं। मैं भी एक नेता हूं मगर हमारे मुख्य नेता गांधी परिवार से हैं, मल्लिकार्जुन खड़गे हमारे राष्ट्रीय अध्यक्ष है। अगर मैं कहूं कि खड़गे जी नेता हैं और राहुल गांधी नहीं तो ये गलत बात होगी। जो खड़गे जी का भी नेता है वो हमारा नेता है: कांग्रेस नेता सलमान खुर्शीद pic.twitter.com/7C6rVFDNxI
— ANI_HindiNews (@AHindinews) December 29, 2022
સલમાન ખુર્શીદના નિવેદનનો વિરોધ કરતાં BJPના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું કે, સત્ય સામે આવ્યું છે. કોંગ્રેસ મસ્કો મારવામાં (વધારે પડતા વખાણ કરવા) અને વંશ પરંપરામાં માને છે. કોંગ્રેસ અધ્યક્ષ ગમે તે હોય, સલમાન ખુર્શીદના મતે કમાન્ડ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પાસે રહેશે. હવે મલ્લિકાર્જુન ખડગેને રિમોટ કંટ્રોલ પ્રમુખ કહો કે રબર સ્ટેમ્પ પ્રમુખ?
Truth is revealed. Cong believes in sycophancy&dynasty. No matter who becomes Cong President, the command will be with Sonia Gandhi&Rahul Gandhi as per Salman Khurshid. Should we call Mallikarjun Kharge a remote control president or rubber stamp president?: BJP spox Gaurav Bhatia pic.twitter.com/b4WJb7XXoN
— ANI (@ANI) December 29, 2022
આ સાથે જ BJP સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પ્રહાર કરતા કહ્યું કે, સલમાન ખુર્શીદે કહ્યું કે મલ્લિકાર્જુન ખડગેને માત્ર કામ માટે કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ અસલી નેતા ગાંધી પરિવાર છે. તેથી સ્પષ્ટ થાય છે કે ખડગે જી ચહેરો નથી પરંતુ પાર્ટી અને કોંગ્રેસના ચહેરા પરનું આવરણ છે અને કોંગ્રેસ તેના નેતાઓને દગો આપે છે. BJP સાંસદે AK એન્ટની પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, 'AK એન્ટનીએ કહ્યું કે, મુસ્લિમ સમુદાય તરફના ઝુકાવને કારણે કોંગ્રેસને 2014માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાબિત કરે છે કે કોંગ્રેસ હિંદુઓનું સમર્થન મેળવવા માટે ફક્ત નાટક જ કરે છે અને હિંદુ મતો મેળવ્યા પછી હિંદુ તાલિબાન, પાકિસ્તાન... કોંગ્રેસ માટે આતંકવાદીમાં બદલાઈ જાય છે.'
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp