કાર, ઓટો, બાઇક.. આ રાજ્યમાં બેન થઈ ગઈ 54 લાખ ગાડીઓ, કરવામાં આવશે જપ્ત

PC: bqprime.com

સમયસીમા પૂરી કરી ચૂકેલા લાખો વાહનોને દિલ્હીમાં બેન કરી દેવામાં આવ્યા છે. 27 માર્ચ સુધી દિલ્હી સરકારના પરિવહન વિભાગે 54 લાખ કરતા વધુ વાહનોને ડીરજીસ્ટ્રેશન (રજીસ્ટ્રેશન સમાપ્ત) કરી દીધી છે, જે વાહનોનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું છે તેમાં ઓટો રિક્ષા, કેબ અને ટૂ-વ્હીલર વાહન પણ સામેલ છે, જેમાંથી કેટલાકનું રજીસ્ટ્રેશન તો દશકો પહેલા થયું હતું. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલના 10 વર્ષ જૂના વાહનો ચલાવવા પર પ્રતિબંધ છે.

દિલ્હીના ટ્રાન્સપોર્ટ કમિશનર આશિષ કુંદ્રાએ કહ્યું કે, સમયસીમા પૂરી કરી ચૂકેલા વાહનોના માલિકોને અપીલ છે કે તેઓ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) હાંસલ કરે અને તેમને એવા રાજ્યોમાં વેચી દે, જ્યાં તેમને ચલાવી શકાય. જો એવા વાહનોને શહેરના રસ્તા પર ચાલતા કે પછી રોડ કિનારે પાર્કમાં જોવા મળે છે તો તેમને જપ્ત કરી શકાય છે અને સ્ક્રેપ માટે મોકલી દેવામાં આવશે. વર્ષ 2014માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)એ 15 વર્ષ જૂના વાહનોને સાર્વજનિક સ્થળો પર પાર્ક કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે, રાજધાની દિલ્હીમાં 10 વર્ષ જૂના પેટ્રોલ અને 15 વર્ષ જૂના ડીઝલ વાહનોને ચલાવવાની મંજૂરી નહીં હોય.

શું છે ડીરજીસ્ટ્રેશન, કેવી રીતે કરવામાં આવે?

તેના માટે વાહન માલિકોએ રિજનલ ટ્રાન્સપોર્ટ (RTO) જવું પડશે અને નક્કી પ્રક્રિયાનું પાલન કરવું પડશે. તેમાં પહેલું સ્ટેપ RTOના નામે અરજી લખવી અને વાહનના ડીરજીસ્ટ્રેશનની અપીલ કરવાનું છે. અરજી સ્વીકાર્યા બાદ વાહન મુસાફરી માટે યોગ્ય રહેતું નથી અને તેને ડીરજીસ્ટ્રેશન કહેવામાં આવે છે. ત્યારબાદ એવા વાહનોને સ્ક્રેપિન્ગ કરવામાં આવે છે.

કેવી રીતે થશે સ્ક્રેપિન્ગ?

સરકાર તરફથી અધિકૃત સ્ક્રેપ ડીલરથી તમે વાહનની સ્ક્રેપિન્ગ કરાવી શકો છો. તેનું તાત્પર્ય રિસાઈકલિંગના ઉદ્દેશ્યોથી વાહનને નષ્ટ કરવાનું છે. સ્ક્રેપિન્ગ અગાઉ, ડીલર કારના ચેસિસ નંબર પ્લેટ હટાવી દેશે અને તેના માલિકને સોંપી દેશે. ત્યારબાદ બંને પક્ષ વાહનની સ્થિતિ અને તેમના ભાગોની ગુણવત્તાના આધાર પર કિંમત નક્કી કરે છે. સ્ક્રેપિન્ગ માટે રજિસ્ટર્ડ પ્રમાણપત્રની એક કોપી આપવી પડશે. ડીલરના સત્તાવાર લેટરહેડ પર સ્ક્રેપિન્ગની રસીદ પ્રાપ્ત કરવાનું ભૂલવું નહીં. ત્યારબાદ તેમણે RTO પાછું જવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp