મણિપુરમાં હિંસા વચ્ચે મ્યાનમારથી ઘુસણખોરી વધી હોવાના અહેવાલ, શસ્ત્રો પણ...

મણિપુરમાં હિંસાની ઘટનાઓની વચ્ચે હવે એક અન્ય મોટી ચિંતાએ રાજ્યની મુશ્કેલીમાં વધારો કર્યો છે. 22 અને 23 જુલાઈના રોજ મ્યાનમારથી 700 થી વધારે નાગરિકો મણિપુરમાં ઘૂસી આવ્યા. જેને લઇને મણિપુરની ભાજપા સરકાર દ્વારા આસામ રાઈફલ્સ પાસેથી જાણકારી માગવામાં આવી છે. સરકારનું આસામ રાઈફલ્સને એ કહેવું છે કે યોગ્ય દસ્તાવેજો વિના આ નાગરિકોએ રાજ્યમાં કઇ રીતે પ્રવેશ કર્યો અને કઇ રીતે તેમને આવવા માટે મંજૂરી મળી.
મણિપુર સરકારે આસામ રાઇફલ્સ પાસેથી એક વિસ્તૃત રિપોર્ટ માગી છે કે કઇ રીતે બે દિવસમાં 718 મ્યાનમાર નાગરિકોને યોગ્ય દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ કરવાની પરવાનગી મળી? સરકારે ચંદેલ જિલ્લાના પોલીસ અધીક્ષકને આ મામલે જોવા અને મ્યાનમાર નાગરિકોના બાયોમેટ્રિક્સ અને તસવીરો સાથે રાખવાનો આદેશ આપ્યો છે.
મણિપુર સરકારનું આ નિવેદન અગત્યનું છે. કારણ કે આમાં આસામ રાઇફલ્સને પૂછવામાં આવ્યું છે કે કઇ રીતે તેમની દેખરેખમાં ઘાટી બહુસંખ્યક મેતૈઇ અને પહાડી બહુસંખ્યક કુકી જનજાતિની વચ્ચે બે મહિનાથી વધુ સમય સુધી ચાલેલી હિંસાને લીધે મણિપુરમાં માત્ર બે દિવસોમાં 700થી વધારે મ્યાનમાર નાગરિકોએ ભારતમાં પ્રવેશ કરી લીધો.
આ મામલા અંગે માહિતી રાખનારા લોકોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર ચિંતિત છે. કારણ કે એ જાણવાની કોઈ રીત નથી કે શું હથિયાર અને ગોળા-બારૂદ મ્યાનમારના નાગરિકોના નવા ગ્રુપની સાથે લાવવામાં આવ્યા હશે.
મણિપુર ગૃહ વિભાગે એક નિવેદનમાં કહ્યું કે, આસામ રાઈફલ્સના હેડક્વાટરે જણાવેલું કે ખમપતમાં ચાલી રહેલી હિંસાને કારણે 23 જુલાઈના રોજ 718 નવા શરણાર્થી ભારત-મ્યાનમાર સીમા પાર કરીને ચંદેલ જિલ્લાના માધ્યમથી મણિપુરમાં પ્રવેશ કરી ચૂક્યા છે.
સરકારે કહ્યું કે, રાજ્ય સરકાર 718 શરણાર્થીઓના આ ગેરકાયદાકીય પ્રવેશને અત્યંત સંવેદનશીલતાની સાથે ગંભીરતાથી લઇ રહ્યા છે. કારણ કે વિશેષ રૂપથી ચાલી રહેલા કાયદા અને વ્યવસ્થાના મુદ્દાઓને ધ્યાનમાં લેતા આનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ પડી શકે છે. મણિપુર સરકારે આ 718 મ્યાનમારના નાગરિકોને તરત પાછા મોકલવાની કડક સૂચના આસામ રાઈફલ્સને આપી છે.
મણિપુર ધીમે ધીમે સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું છે. પણ તેને સંપૂર્ણ રીતે યોગ્ય થવા માટે હજુ ઘણો લાંબો સમય કાપવાનો છે. 3 મેથી શરૂ થયેલી હિંસામાં 150થી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. હજારો લોકો આંતરિક રીતે વિસ્થાપિત થયા છે. અલગ અલગ સમુદાયોના જે પાડોશી એક સાથે રહેતા હતા તેઓ પણ અલગ થઇ ગયા છે. મણિપુરમાં પાછલા બે મહિનાથી ઈન્ટરનેટ સેવા બંધ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp