વંદે માતરમ ગીત સમયે ઓવૈસીની પાર્ટીના કોર્પોરેટ ઊભા ન થયા, હંગામા બાદ મારપીટ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મેરઠમાં મહાનગરપાલિકાના શપથ ગ્રહણ દરમિયાન ભારે હોબાળો થયો હતો. વંદે માતરમ ગાવાને લઈને થયેલા વિવાદમાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMના કોર્પોરેટરો વચ્ચે મારામારી થઈ હતી. આ પછી જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને AIMIMના કોર્પોરેટરોને બહાર કાઢ્યા હતા.

મેરઠની CCS યુનિવર્સિટીના સુભાષ ચંદ્ર બોઝ ઓડિટોરિયમમાં નવા ચૂંટાયેલા મેયર અને કોર્પોરેટરોનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન BJPના કોર્પોરેટરોએ વંદે માતરમ ગાવાનું શરૂ કર્યું હતું. AIMIM કોર્પોરેટરોએ તેનો વિરોધ કર્યો અને બેસી રહ્યા. આ દરમિયાન BJP અને AIMIMના કોર્પોરેટરો વચ્ચે તુ-તુ-મેં-મેં થઈ હતી અને તે વાત મારામારી સુધી પણ પહોંચી ગઈ હતી.

સ્થળ પર હાજર પોલીસે દરમિયાનગીરી કરીને AIMIMના કોર્પોરેટરોને બહાર કાઢ્યા હતા. આ દરમિયાન AIMIMના કોર્પોરેટરોએ વિરોધ કરવાનું શરૂ કર્યું, જેને સમજાવવા માટે DM દીપક મીણા પોતે ઘટનાસ્થળે પહોંચ્યા. જો કે, AIMIM કોર્પોરેટરોએ શપથ ગ્રહણનો બહિષ્કાર કર્યો છે અને તેઓ ચાલ્યા ગયા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ બોલાવી લેવામાં આવી છે.

સ્થળ પર હાજર BJP નેતા અને રાજ્યસભાના સભ્ય લક્ષ્મીકાંત વાજપેયીનું કહેવું છે કે, જો તેમને વંદે માતરમથી કોઈ સમસ્યા હતી તો તેમણે ચૂપ રહેવું જોઈતું હતું..., તેમણે વંદે માતરમ ગાયું ન હોત અને ચુપચાપ બેસી રહેતે તો ચલતે..., પરંતુ AIMIM કોર્પોરેટરોએ તેના પર અયોગ્ય ટિપ્પણી કરી હતી... આના કારણે સ્થિતિ બગડી ગઈ... તેમણે બહિષ્કાર કરવાને બદલે શપથ લેવા જોઈતા હતા..., હવે તેમણે આમ કર્યું જ છે, તો તેo કેબિનમાં શપથ લેશે.

બીજી તરફ BJPના કોર્પોરેટરોનું કહેવું છે કે, આ એ લોકો છે જે જિન્નાને માને છે..., આ ઓવૈસીના લોકો છે..., તેઓ દેશનું વિભાજન ઈચ્છે છે, જેઓ વંદે માતરમ નથી ગાતા તેમને તેઓ જડબાતોડ જવાબ આપશે.

આ મામલામાં SP City પિયુષ સિંહે જણાવ્યું કે, AIMIM કોર્પોરેટરો વતી વંદે માતરમને લઈને વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યાર બાદ હંગામો થયો હતો, મારપીટ થઈ હતી... ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી... પોલીસે દરેકને બહાર નીકાળી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp