OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતાનું 20મા માળેથી પડી જવાથી મોત

PC: laughingcolours.com

દુનિયાભરમાં જાણીતી હોટલ ચેઇન બ્રાન્ડ OYOના ફાઉન્ડર રિતેશષ અગ્રવાલના પિતાનું 20મા માળેથી પડી જવાને કારણે મોત થયું છે. ઘટના વખતે ઘરમાં રિતેશ અગ્રવાલ અને તેની પત્ની ગીતાંશા પણ હાજર હતા.

OYOના ફાઉન્ડર રિતેશ અગ્રવાલના પિતા રમેશ અગ્રવાલનું શુક્રવારે નિધન થયું છે. જાણવા મળેલી વિગત મુજબ ગુરુગ્રામમાં એક ઉંચી ઇમારત પરથી પડી જવાને કારણે તેમનું મોત થયું છે. OYOના પ્રવક્તાએ રિતેશ અગ્રવાલના પિતાના મોતની પૃષ્ટિ કરી છે અને રિતેશ અગ્રવાલે પણ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેના પિતાનું અવસાન થયું છે. હજુ તો 3 દિવસ પહેલાં જ રિતેશ અગ્રવાલના લગ્ન થયા હતા.

ગુરુગ્રામના DCP ઇસ્ટના કહેવા મુજબ, ઘટનાની જાણકારી  લગભગ એક વાગ્યે મળી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે ખબર પડી કે રમેશ અગ્રવાલનું મોત 20મા માળેથી પડી જવાને કારણે થયું છે. રમેશ અગ્રવાલ DLF ક્રિસ્ટા સોસાયટીમાં રહેતા હતા. પોલીસના કહેવા મુજબ તેઓ પોતાની બાલ્કનીમાંથી નીચે પડ્યા હતા જેને કારણે તેમનું મોત થયું છે.

 OYOના ફાઉન્ડક રિતેશ અગ્રવાલે કહ્યું, ભારે હૃદય સાથે હું અને મારો પરિવાર જણાવવા માંગીએ છીએ કે અમારા માર્ગદર્શક અને શક્તિ, મારા પિતા રમેશ અગ્રવાલનું 10મી માર્ચે નિધન થયું છે. તેમણે સંપૂર્ણ જીવન જીવ્યું અને મને અને આપણામાંના ઘણાને દરરોજ પ્રેરણા આપી. તેમના નિધનથી અમારા પરિવાર માટે મોટી ખોટ છે. તેમના શબ્દો અમારા હૃદયમાં ઊંડે સુધી ગુંજશે. અમે દરેકને વિનંતી કરીએ છીએ કે દુઃખની આ ઘડીમાં અમારી પ્રાઇવસીનું સન્માન કરે.

રિતેશ અગ્રવાલે 7 માર્ચે ગીતાંશા સૂદ સાથે લગ્ન કર્યા હતા ને દિલ્હીમાં તેમણે ભવ્ય રિસેપ્શ પાર્ટી પણ આપી હતી. રિતેશના લગ્નમાં દેશ અને દુનિયાની મોટી હસ્તીઓ હાજર રહી હતી. Paytmના  CEO વિજય શેખરથી માંડીને સોફ્ટ બેંકના પ્રમુખ માસોયોશી સોન પણ રિસેપ્શનમાં સામેલ રહ્યા હતા. રિતેશ અગ્રવાલ સૌથી નાની ઉંમરના અરબપતિઓમાંના એક છે. રિતેશે વર્ષ 2013માં OYO Roomsની શરૂઆત કરી હતી.

OYO Rooms  દુનિયાની સૌથી ઝડપથી આગળ વધી રહેલી હોટલ ચેઇન છે. કંપનીના નેટવર્કની વાત કરીએ તો એ 35થી વધારે દેશોમાં 1.5 લાખ હોટલ્સ સાથે જોડાઇને કામ કરી રહી છે. OYO લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ સાથે પસંદગીની હોટલ સસ્તા દરે બુક કરાવી આપવાની સુવિધા પુરી પાડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp