6 મહિના અગાઉ ઉદ્વઘાટન થયેલા ફૂટબૉલ સ્ટેડિયમનો એક હિસ્સો થયો તૂટી ગયો

PC: indiatodayne.in

મેઘાલયમાં એક ફૂટબૉલ સ્ટેડિયમનો હિસ્સો ધ્વસ્ત થવાના સમાચાર મળી રહ્યા છે. વેસ્ટ ગારો હિલ્સ જિલ્લાના તૂરામાં બનેલા પી.એ. સંગમા ફૂટબૉલ સ્ટેડિયમનો બાહ્ય હિસ્સો પૂરી રીતે ધ્વસ્ત થઈ ગયો છે. આ સ્ટેડિયમનું ઉદ્વઘાટન 6 મહિના અગાઉ ડિસેમ્બર 2022માં જ થયું હતું. પ્રાથમિક જાણકરી મુજબ, અકસ્માતનું કારણ મુશળધાર વરસાદથી આવેલી પરેશાની બતાવવામાં આવી રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, કહેવામાં આવ્યું છે કે તૂરા અને વેસ્ટ ગારો હિલ્સ ક્ષેત્રમાં થઈ રહેલા મુશળધાર વરસાદના કારણે આ અકસ્માત થયો છે.

છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં વરસાદ બંધ થઈ રહ્યો નથી. જેના કારણે સ્ટેડિયમનો એક હિસ્સો પડી ગયો, તેને લઈને મુખ્યમંત્રી કાર્યાલય (CMO) તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘પી.એ. સંગમા સ્ટેડિયમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બાહ્ય હિસ્સાની દીવાલ તૂટીને પડી ગઈ છે. તેનું પ્રાથમિક કારણ તૂરા અને વેસ્ટ ગારો હિલ્સ ક્ષેત્રમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે થયેલી ક્ષતિને બતાવવામાં આવી છે. આ  દીવાલ તૂટવાની તપાસ કરવામાં આવી રહી છે. વેસ્ટ ગારો હિલ્સ પર્વતીય ક્ષેત્રના નાયબ કમિશનર આ ઘટનાની સત્તાવાર તપાસ કરી રહ્યા છે.’

આ સ્ટેડિયમ પી.એ. સંગમ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો હિસ્સો છે અને દેશના સૌથી મોટા ફૂટબૉલ સ્ટેડિયમ્સમાંથી એક છે. તેને પ્રી-ફેબ્રિકેટેડ ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં નવા નોર્થ, સાઉથ અને ઈસ્ટ ટેન્ડ બનાવવામાં આવ્યા હતા. તેમાં 9,500 લોકોના બેસવાની જગ્યા છે. દર્શક અને એથલીટ્સ બંને માટે આ સ્ટેડિયમમાં મોડર્ન સુવિધાઓ આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટમાં 2 ઇન્ડોર હૉલ પણ છે. આ બંને હોલ 10,000 સ્ક્વેર ફૂટથી વધારે એરિયામાં ફેલાયેલા છે.

પહેલા હોલમાં સ્વિમિંગ પુલ, જિમ અને સ્ક્વોશ રમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજા હોલમાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ અને બાસ્કેટ બૉલ રમવાની વ્યવસ્થા છે. આ ઇન્ડોર હોલને ડિસેમ્બર 2024 સુધી બનાવવાના છે. આ આખા પ્રોજેક્ટનો ખર્ચ 127.7 કરોડ બતાવવામાં આવ્યો છે. હિન્દુસ્તાન સ્ટીલવર્ક્સ કન્સ્ટ્રક્શન લિમિટેડ (HSCL) ભારત સરકારની એક એજન્સી છે, જેને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે. નિર્માણના દરેક સ્તર પર પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાની વાત કહેવામાં આવે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, જે દીવાલ તૂટી છે, તેના ડિઝાઇનની સમીક્ષા અને ખરાઈ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સંસ્થાઓના વિશેષજ્ઞોએ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારત સરકાર આ પ્રોજેક્ટને સમય પર પૂરો કરવા માટે પ્રતિબદ્ધ છે અને બધા સ્ટેકહોલ્ડર્સ સાથે મળીને કામ કરી રહી છે. તેનાથી તૂરા વિસ્તારમાં રહેતા લોકોને સ્પોર્ટ્સમાં કરિયર બનાવવામાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp