નવી દિલ્હી સ્ટેશને મહિલાનું એવી રીતે મોત થયું કે તંત્ર પર ગુસ્સો આવી જશે

નવી દિલ્હી રેલવે સ્ટેશને રેલવેની જીવલેણ લાપરવાહી સામે આવી છે, જેને કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાણવા મળેલી વિગત મુજબ એક મહિલા રેલવે સ્ટેસન તરફ જઇ રહી હતી, તે સમયે વરસાદને કારણે સ્ટેશન પાસે પાણી ભરાયા હતા. રસ્તામાં ભરાયેલા પાણીથી બચવા માટે મહિલાએ નજીકના એક વીજ થાંભલાનો સહારો લીધો તો કરંટનો મોટો ઝટકો લાગ્યો. લોકોએ મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી, પરંતુ તેણીનું મોત થઇ ગયું હતું. હવે રેલવેની સાથે પોલીસ તપાસમાં લાગી છે.
જાણવા મળેલી માહિતી મુજબ દિલ્હીના પ્રીત વિહારમાં રહેતી સાક્ષી આહૂજા નામની મહિલા સવારે સાડા પાંચ વાગ્યે નવી દિલ્હી રેલવે સ્ટેશન પહોંચી હતી. તેની સાથે અન્ય બે મહિલાઓ અને 3 બાળકો હતા. સાક્ષીને શતાબ્દી ટ્રેનથી ભોપાલ જવાનું હતું. નવી દિલ્હીમાં રાતથી જ મૂશળધાર વરસાદ પડતો હતો, એટલે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.
એ સમયે સાક્ષીએ પાણીથી બચવા માટે વીજળીનો થાંભલો પકડી લીધો હતો અને તેમાંથી કરંટ પસાર થઇ જતા સાક્ષી ત્યાં જ ઢળી પડી હતી. લોકો હોસ્પિટલ લઇ ગયા હતા, પરંતુ સાક્ષીનું મોત થઇ ગયું હતુ.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વીજળીના થાંભલા પર ઈલેક્ટ્રીક વાયર ખુલ્લા હતા જેના કારણે કરંટ આવ્યો. જ્યારે મહિલાએ થાંભલાને સ્પર્શ કર્યો ત્યારે તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો. હાલ પોલીસે કેસ નોંધી લીધો છે. રેલવેની સાથે સાથે પોલીસ પણ આ મામલાની તપાસ કરી રહી છે કે કોની બેદરકારી હતી? માહિતી મળ્યા બાદ ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, કેસની તપાસ ચાલી રહી છે.
ઉત્તર રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી (CPRO) દીપક કુમારે જણાવ્યું હતું કે પ્રાથમિક તપામાં એવું લાગે છે કે વરસાદના કારણે પાણી ભરાઇ જતા કરંટ લાગવાને કારણે આ ઘટના બની છે.એવું લાગે છે કે ઇન્સ્યુલેશન ફેઇલરને કારણે કેબલમાંથી કરંટ લીક થયો હતો. રેલવેની કાર્ય વ્યવસ્થામાં કોઈ ઉણપ નથી. આવી ઘટના ફરી ન બને તે માટે તપાસ કરવામાં આવી રહી છે અને દિલ્હી ડિવિઝનમાં ઇલેક્ટ્રિકલ સેફ્ટી ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનામાં દિલ્હી પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે, 25 જૂને એક્ઝિટ-1 એનડીઆરએસની પાસે એક મહિલાને કરંટ લાગ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ ત્યાં પહોંચી ત્યારે સાક્ષી અહૂજા નામની મહિલા બેહોશ પડી હતી. સાક્ષીની બહેન માધવી હોસ્પિટલ લઇ ગઇ હતી, પરંતુ તબીબોએ સાક્ષીને મૃત જાહેર કરી હતી. માધવીએ લાપરવાહીનો આરોપ લગાવીને ફરિયાદ નોંધાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp