કેમેરા સામે ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી સીમા હૈદર, બોલી- મારો સચિન ભોળો છે, તે..

PC: livemint.com

પાકિસ્તાનથી ભાગીને ભારત આવેલી સીમા હૈદર ચર્ચાનું કેન્દ્ર બની છે. બધા તેની જૂની કહાની જાણવા માગે છે. તેના પર પાકિસ્તાની જાસૂસ હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. ATS સહિત અન્ય તપાસ એજન્સીઓ સીમા કેસની તપાસ કરી રહી છે. શનિવારે સીમા અને સચિનની તબિયત બગડી ગઈ હતી. રવિવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સીમા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સીમા કેમેરા સામે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

સીમાએ કહ્યું કે, આજે મારા પતિ (સચિન)ની તબિયત સારી નથી, તો મને કંઈ પણ સારું લાગી રહ્યું નથી. તે બોલી, મેં તેને સવારથી જોયો નથી. મારું દિલ ફાટી રહ્યું છે. હું વધુ વાત નહીં કરી શકું. ખૂબ દુઃખ છે. અમે થાકી ગયા છીએ. ત્યારબાદ સીમાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને તે રડવા લાગી. સીમાએ આગળ કહ્યું કે, ભલે કોઈ પણ નિર્ણય કરી લે. મારી સાથે અહીં સચિન બેઠો હોત તો હું પોતાને તાકતવાન સમજુ છું (સીમા જ્યારે ઇન્ટરવ્યૂ આપી રહી હતી ત્યારે તે એકલી હતી).

lતેણે કહ્યું કે, આજે તે મારી સાથે નથી. સચિનને એ દુઃખ છે કે તેના કારણે હું અને મારા બાળકો આમ તેમ ભાગતા રહીએ છીએ. ક્યારેક તેમનો ઠપકો, ક્યારેક તેમની વાત. મારો સચિન ભોળો છે. તે એટલું સહન નહીં કરી શકે. પરિણીત પાકિસ્તાની મહિલા સીમા હૈદરનો દાવો છે કે, પબ્જી ગેમ રમતી વખત તેને સચિન સાથે પ્રેમ થઈ ગયો હતો. માર્ચમાં બંનેએ નેપાળમાં મુલાકાત કરી. ત્યાં બંનેએ લગ્ન પણ કર્યા. સીમાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂં સામે દયા અરજી પણ દાખલ કરી. સીમાએ ભારતીય નાગરિકતાની માગ કરી છે.

જો કે, સીમા પર પાકિસ્તાની એજન્ટ હોવાનો આરોપ પણ લાગી રહ્યો છે. સીમાએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. તેણે કહ્યું કે, જો તેને પાકિસ્તાન મોકલવામાં આવી તો ત્યાં તેના હાથ-પગ કાપી દેવામાં આવશે અને મારી નાખવામાં આવશે. એક સરવેમાં એમ પૂછમાં આવ્યું કે, શું સીમા હૈદરને પછી પાકિસ્તાન મોકલી દેવી જોઈએ? તેના પર 75 ટકા લોકોએ કહ્યું કે, હા તેને પાકિસ્તાન ડિપોર્ટ કરી દેવી જોઈએ. તો 25 ટકા લોકોએ કહ્યું કે, તેને પ્રેમી સાથે ભારતમાં જ રહેવા દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp