ભારતથી અલગ થયાના સાત દાયકા પછી પણ પાકિસ્તાન ખુશ નથી: મોહન ભાગવત

PC: hindi.latestly.com

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે શુક્રવારે પાકિસ્તાનને લઈને નિવેદન આપ્યું હતું, જે ચર્ચામાં છે. સંઘ પ્રમુખે કહ્યું કે ભારતથી અલગ થયા પછી પણ પાકિસ્તાન નાખુશ છે જ્યારે ભારત ખુશ છે. સંઘ પ્રમુખનું આ નિવેદન શુક્રવારે કિશોર ક્રાંતિકારી હેમુ કલામીની જન્મજયંતિ પર આયોજિત એક કાર્યક્રમમાં સિંધી સમુદાયને સંબોધિત કરતી વખતે આવ્યું હતું.

આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું, "એક અખંડ ભારત સત્ય છે, વિભાજિત ભારત એક દુઃસ્વપ્ન છે. ભારતથી અલગ થયાના લગભગ સાત દાયકા પછી પણ પાકિસ્તાનમાં દુ:ખ છે જ્યારે ભારતમાં સુખ છે. આપણે નવા ભારતનું નિર્માણ કરવું છે. ભારતનું વિભાજન થયું છે. આજે આપણે જેને પાકિસ્તાન કહીએ છીએ, ત્યાંના લોકો કહી રહ્યા છે કે, ભૂલ થઈ હતી.'

જે સમયે દેશ આઝાદ થઈ રહ્યો હતો, તે સમયે પાકિસ્તાને ભારત પાસેથી તેની આઝાદી માંગી હતી. પાકિસ્તાનને આઝાદી મળી, પરંતુ આજે અહીંની સ્થિતિથી સૌ વાકેફ છે. આ અંગે ભાગવતે કહ્યું, 'હઠધર્મિતાના કારણે તેઓ અલગ થયા છે, સંસ્કૃતિથી અલગ થઇ ગયા છે. શું તેઓ સુખમાં છે? ભારતમાં સુખ છે અને પાકિસ્તાનમાં દુઃખ છે. જે સાચું છે તે ટકી રહે છે અને જે ખોટું છે તે આવે છે અને જાય છે.'

આજે પાકિસ્તાનમાં લોકો લોટ અને દાળ માટે લડી રહ્યા છે. મોંઘવારી સામાન્ય જનતાને પાયમાલ કરી રહી છે. લોકોએ એક વખતના ખાવાના માટે પણ વિચારવું પડે છે.

પાકિસ્તાની સમાચાર એજન્સી અનુસાર, 29 માર્ચે, સેંકડો લોકો મુલતાનના એક વિતરણ કેન્દ્રમાં મફત લોટ એકત્ર કરવા માટે એકઠા થયા હતા. ત્યાર પછી ત્યાં હોબાળો થયો હતો. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, મદની ચોક નજીક જામિયા-ઉલ-ઉલૂમ નજીકના કેન્દ્રમાં મફત લોટ વિતરણ દરમિયાન રેસ્ક્યૂ કંટ્રોલ રૂમને ગભરાટનો કોલ મળ્યો હતો. કોલ મળ્યા પછી, રેસ્ક્યુ 1122 ટીમે તરત જ મોટરસાઇકલ ક્રૂને ચેતવણી આપી અને સમસ્યાનો સામનો કરવા માટે એમ્બ્યુલન્સ મોકલી.

પાકિસ્તાની સમાચાર અનુસાર, ટીમને ઘટનાસ્થળે 12 લોકો અને બે પોલીસકર્મી ઘાયલ જોવા મળ્યા હતા. 14 ઘાયલોમાંથી 2ની હાલત ગંભીર છે. આ પહેલા પણ મફતનો લોટ લેતી વખતે નાસભાગ થઇ ચુકી છે. જેના કારણે અનેક લોકો ઘાયલ પણ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp