પાકિસ્તાની અમીનાને વીઝા ન મળ્યા, ભારતના અરબાઝે Online નિકાહ કર્યા...

પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર અને ભારતથી પાકિસ્તાન ગયેલી અંજૂની લવસ્ટોરી હજુ ચર્ચામાં ચાલી રહી છે ત્યારે એક Online મેરેજની પણ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. પાકિસ્તાનની અમીનાને ભારતના વિઝા ન મળ્યા તો ભારતના દુલ્હા અરબાઝે Online નિકાહ કર્યા અને તે પણ વાજતે ગાજતે. પાકિસ્તાનની અમિના અને રાજસ્થાનનો અરબાઝ Online નિકાહ કરીને પતિ-પત્ની બની ગયા છે.
ભલે ભારત પાકિસ્તાનના સંબધોમાં મધુરતા ન હોય,પરંતુ બંને દેશના લોકોના દીલમાં સંબંધોની મિઠાશ ભરેલી છે. રાજસ્થાનના જોધપુરમાં રહેતા અરબાઝ ખાન વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટન્ટ છે અને તેના પાકિસ્તાનમાં રહેતી અમીના સાથે વિવાહ નક્કી થયા હતા. અમીના અને અરબાઝના નિકાહની તારીખ નક્કી થઇ ગઇ હતી, પરંતુ અમીનાને ભારત આવવાના વિઝા ન મળ્યા. બંને પરિવારોએ સમજૂતીથી વચલો રસ્તો કાઢ્યો અને કાઝીની હાજરીમાં Online નિકાહ સંપન્ન થયા.
ભલે નિકાહ Online થયા હોય, પરંતુ અરબાઝે તો ઠાઠમાઠ કર્યો હતો. અરબાઝે ઘોડી પર બેસીને વરઘોડા કાઢ્યો હતો અને જાનૈયાઓ નાચતા ગાતા જોધપુરના ઓસવાલ સમાજ ભવન પહોંચ્યા હતા. અહીં Online નિકાહની પુરી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કાઝી પણ નિકાહ કરવા માટે હાજર હતા. બીજી તરફ પાકિસ્તાનમાં પણ અમીનાનો પરિવાર Online નિકાહમાં જોડાયો હતો અને ઇસ્લામની પરંપરા મુજબ બંનેના નિકાહ કરવામાં આવ્યા હતા.
નિકાહ કરાવનાર કાઝીએ વિધી કરી અને બંને દુલ્હા-દુલ્હને નિકાહ કબુલ છે એવું કહ્યુ હતું. નિકાહ થયા ત્યારે બંને પરિવારોના ચહેરા પર ખુશી છલકી ઉઠી હતી. હવે અરબાઝનો પરિવાર અમીનાને જલ્દી વિઝા મળી જાય તેની રાહ જોઇ રહ્યો છે.
પાકિસ્તાનની અમીના અને ભારતના અરબાઝના નિકાહ કરાવનાર જોધપુર શહેરના કાઝીએ જણાવ્યું કે જોધપુરના અરબાઝ ખાન અને કરાંચીની અમીના બંનેએ Online નિકાહ કબુલ કર્યા છે. મોટાભાગની પાકિસ્તાની દીકરીઓ દુલ્હન તરીકે ભારત આવવાનું પસંદ કરે છે. અત્યાર સુધી પાકિસ્તાનની તમામ દીકરીઓ જે દુલ્હન બનીને ભારત આવી છે તે ખુશ છે.દુલ્હા-દુલ્હને બુધવારની નિકાહની તારીખ નક્કી કરી હતી. વીડિયો કોન્ફરન્સીંગથી બંનેના નિકાહ કરવામાં આવ્યા હતા.
જોધપુરના દુલ્હા અરબાઝ ખાને કહ્યુ હતું કે, પાકિસ્તાનમાં અમારા ઘણા સંબંધીએ રહે છે અને અમીના સાથેના મારા નિકાહ એરેન્જ મેરેજ છે. બંને પરિવારોની સંમતિથી પછી નિકાહ કરવામાં આવ્યા હતા. અરબાઝે કહ્યું કે, અમીનાને ભારત આવવાના વિઝા ન મળી શક્યા. હવે નિકાહનામા પછી અમીનાને વિઝા મેળવવામાં સરળતા રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp