સીમા હૈદર કપટી છે, સચિન તેનાથી બચીને રહેજે, સરહદ પારથી બહેનપણીની ચેતવણી

PC: aajtak.in

હાલના દિવસોમાં ભારતથી લઈને પાકિસ્તામમાં ચર્ચા મેળવી રહેલી પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરને લઈને નવો ખુલાસો થયો છે. પોતાને સીમા હૈદરની બાળપણની સખી બતાવનારી પાકિસ્તાની યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુવતીનું કહેવું છે કે તે સીમાને બાળપણથી જાણે છે અને તેની હરકતોથી સારી રીતે વાકેફ છે. સીમાને ક્રિકેટ ખૂબ પસંદ છે. તે કપટી છે. તે હિન્દુઓ અને પાકિસ્તાન સાથે છળ કરી રહી છે.

વાયરલ વીડિયોમાં નજરે પડી રહેલી યુવતીનું કહેવું છે કે, તે મુસ્લિમને છોડીને હિન્દુ બની ગઈ અને તે કાલના દિવસે ક્રિશ્ચન પણ બની શકે છે. તે ખૂબ મોટી કપટી છે. સીમાના ખૂબ મિત્ર (પુરુષ) છે. તે દરેક સાથે એમ કરતી રહી છે. સીમા લોકો સાથે ખૂબ ડ્રામા ખેલી રહી છે. તેને ક્યાંય સૂકુન નહીં આવે. વીડિયોમાં નજરે પડી રહેલી યુવતીનું કહેવું છે કે તેણે ભારત ક્રિકેટ મેચ જોવા આવવાની વાત કહી હતી, પરંતુ ત્યાં જઈને પણ તેણે ડ્રામા શરૂ કરી દીધા છે. વીડિયોમાં નજરે પડી રહેલી યુવતી સીમાના પ્રેમી સચિનને સલાહ આપતી નજરે પડી રહી છે.

તે કહે છે કે સચિન તુંં તેનાથી બચી જાય, તે ખૂબ મોટી કપટી અને ફ્રોડ છે. તું તેનાથી દૂર રહે. સીમાએ ઘણા લોકો સાથે છળ કર્યું છે. તે સચિનના પરિવાર સાથે પણ છળ કરશે. પાકિસ્તાનથી સીમા સાથે જોડાયેલા એક બાદ એક વીડિયો સામે આવી રહ્યા છે. વધુ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં નજરે પડી રહેલો યુવક પોતાને સીમાનો પૂર્વ પ્રેમી બતાવી રહ્યો છે. તેણે દાવો કર્યો કે સીમાએ સચિન અગાઉ પબ્જી પર તેની સાથે સંપર્ક કર્યો હતો. સીમા સાથે તેની વાત પણ થતી હતી. સીમા હવે બધુ છોડીને તેની પાસે તૈયાર પણ હતી.

યુવકે પણ કહ્યું છે કે સીમાને ક્રિકેટનો ખૂબ શોખ છે. તે વર્લ્ડ કપ 2023 મેચ જોવા માગતી હતી, તેને લઈને તે ભારત ગઈ છે. વર્લ્ડ કપ જોઈને તે પાછી પાકિસ્તાન આવતી રહેશે. પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદર હવે પોતાને સીમા સચિન કહે છે. ભારતમાં જે છોકરા સાથે પ્રેમ થયો, સીમા તેનું નામ પોતાના નામ પાછળ ઉપયોગ કરી રહી છે. સીમા અને સચિનની લવ સ્ટોરીની શરૂઆત પબ્જી ગેમથી થઈ. બંને ઓનલાઇન જેમ રમતા રમતા એક-બીજા નજીક આવ્યા. ત્યારબાદ બંનેએ મળવાનો નિર્ણય લીધો અને સીમા પોતાના બાળકોને લઈને નેપાળના માર્ગે ભારત આવી ગઈ.

હવે સીમા હૈદરનો દાવો છે કે સચિનનો પ્રેમ જ તેને પાકિસ્તાનથી ભારત ખેચી લાવ્યો. તો સીમાને લઈને ઘણા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે. સીમા ગ્રેટર નોઇડા (રબૂપુરા ગામ)ના સચિન સાથે રહેવા માગે છે. સીમા ભારત સરકારને નાગરિકતા આપવાની માગ કરી રહી છે, પરંતુ સીમાને લઈને કેટલાક અનસોલ્વ સવાલ છે જેના જવાબ દરેક જાણવા માગે છે. આ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સીમાને લઈને ભારત પાસે જાણકારી માગી છે.

પહેલા પતિએ શું કહ્યું?

સીમા પાકિસ્તાનથી નેપાળના માર્ગે ભારત આવી છે. તેને અને સચિનની પોલીસે ધરપકડ પણ કરી લીધી હતી. ત્યારબાદ બંનેને જામીન આપી દેવામાં આવ્યા. પછી સીમા પહેલા ગુલામ હૈદરનો વીડિયો સામે આવ્યો. જે સાઉદી અરબમાં રહે છે. તેણે કહ્યું કે, તેની સાથે સીમાએ વર્ષ 2014માં ભાગીને લગ્ન કર્યા હતા. પછી વર્ષ 2019માં તે સાઉદી અરબ જતો રહ્યો. ત્યાંથી પૈસા મોકલતો હતો. તો સીમા પાકિસ્તાનના પોતાના ઘરને વેચીને જે મળ્યા, તેને તેણે ટ્રાવેલ પર ખર્ચ કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp