26th January selfie contest

લૂડો રમતી વખતે ભારતીય છોકરા સાથે પ્રેમ થયો, પાકિસ્તાની યુવતી નેપાળ થઇ ભારત આવી

PC: thelucknowtribune.com

આમ જોવા જઈએ તો, સોશિયલ મીડિયા કે ગેમિંગ સાઈટ્સ પર પ્યાર-મોહબ્બતના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે, પરંતુ આ કિસ્સો ઘણો રસપ્રદ છે. જેમાં પ્રેમમાં પડેલી યુવતી સરહદોની ચિંતા કર્યા વગર પાકિસ્તાનથી ભાગીને વાયા નેપાળ થઈને ભારતના બેંગ્લોર શહેરમાં પહોંચી ગઈ હતી. પરંતુ આ રહસ્ય વધુ સમય સુધી પોલીસથી છુપાયેલું રહી શક્યું નહીં.

આ દિવસોમાં ઓનલાઈન ગેમિંગ એપ્સનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણા લોકો કલાકો સુધી તેમાં મગ્ન રહે છે. કેટલાક હારે છે, કેટલાક જીતે છે. રમતોમાં જીત અને હાર વચ્ચે એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગેમિંગ એપ લુડો રમતી વખતે પાકિસ્તાનની એક છોકરી UPના એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ હતી. બંનેનો પ્રેમ એટલો વધી ગયો કે યુવતી પાકિસ્તાનથી સરહદોના બંધનો તોડીને ભારત આવી ગઈ.

છોકરાએ પણ હિંમત બતાવી અને છોકરીને પોતાની લાઈફ પાર્ટનર બનાવવાનું નક્કી કર્યું. બંનેએ લગ્ન કરી લીધા અને બેંગ્લોરમાં સાથે રહેવા લાગ્યા. પરંતુ હવે બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. બનાવટી દસ્તાવેજો બનાવીને ભારતમાં ઘુસીને અહીં રહેવાની છેતરપિંડી કરવા બદલ પોલીસે યુવતીની ધરપકડ કરી છે. યુવતીની સાથે આ છેતરપિંડીમાં તેની મદદ કરનારા છોકરાની પણ ધરપકડ કરવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર 26 વર્ષીય મુલાયમ સિંહ યાદવ મૂળ ઉત્તર પ્રદેશનો છે. તે બેંગ્લોરની ખાનગી કંપની HSR લેઆઉટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે. મુલાયમ પોતાનો ઘણો સમય ગેમિંગ એપ લુડો રમવામાં પસાર કરતો હતો. આ ગેમ દ્વારા જ તે પાકિસ્તાનના હૈદરાબાદમાં રહેતી 19 વર્ષની યુવતી ઈકરા જીવાનીના સંપર્કમાં આવ્યો હતો. બંને પ્રેમમાં પડ્યા અને એકબીજા સાથે લગ્ન કરવાની યોજના બનાવી.

મુલાયમના કહેવા પર 19 વર્ષની પાકિસ્તાની યુવતી સપ્ટેમ્બર 2022માં નેપાળના કાઠમંડુ થઈને ભારતમાં પ્રવેશી હતી. યુવતી અને મુલાયમ બંને બેંગ્લોરના બેલાંદુર પોલીસ સ્ટેશનની હદમાં એક લેબર ક્વાર્ટરમાં રહેવા લાગ્યા. જો કે, તેનું આ રહસ્ય લાંબા સમય સુધી દુનિયાથી છુપાયેલું રહી શક્યું નહીં. પોલીસને આ અંગેની માહિતી મળતાં, પોલીસે કાર્યવાહી કરતાં બંનેની ધરપકડ કરી હતી.

પોલીસે યુવતીને ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસને સોંપી દીધી છે. જ્યારે છોકરા સામે કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નકલી રીતે દસ્તાવેજો બનાવી બનાવટ કરીને શહેરમાં રહેવાનો ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp