પાકિસ્તાની મીડિયાએ PMના વખાણ કર્યા, લખ્યું- તેમના નેતૃત્વમાં ભારત બ્રાન્ડ બન્યું

PC: opindia.com

પાકિસ્તાન હાલના દિવસોમાં પોતાના સૌથી ખરાબ આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાનની પરિસ્થિતિ એટલી ખરાબ થઇ ગઇ છે કે, ત્યાં લોકો પાસે ખાવા પીવાનો સામાન પણ નથી મળી રહ્યો. દાળ, ચોખા, ઘઉંના લોટ માટે લોકો ત્યાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહીને રાહ જોઇ રહ્યા છે. આ ખરાબ સમય દરમિયાન હવે પાકિસ્તાનમાં ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામની ચર્ચા ઝડપથી ચાલી રહી છે. પાકિસ્તાની અખબારે હવે વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. આ અખબારે વડાપ્રધાન મોદીના વખાણ કરતા લખ્યું છે કે, તેમના નેતૃત્વમાં ભારત આજે એ સ્તર સુધી પહોંચી ગયું છે કે, જ્યાં આજે પ્રભાવ આખી દુનિયા પર જોવા મળી રહ્યો છે.

અખબારે લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નીતિ કુશળતાથી ચાલી રહી છે અને તેની GDP 3 ટ્રિલિયન ડોલરથી વધારે થઇ ગઇ છે. ડેલી અખબારની સાથે સાથે એક્સપ્રેસ ટ્રિબ્યુને પણ વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતના ઉભરતા કદ વિશે ચર્ચા કરી છે. ધ એક્સ્પેસ ટ્રિબ્યુનની એક કોલમમાં પાકિસ્તાનના પ્રસિદ્ધ રાજનૈતિક, સુરક્ષા અને રક્ષા વિશ્લેષક શહઝાદ ચૌધરીએ લખ્યું કે, ભારત હાલના સમયમાં રોકાણકારો માટે સૌથી પસંદગીનું સ્થાન બની ગયું છે. ભારતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિદેશ નીતિના મોર્ચા પર પોતાનું ડોમેન બનાવી લીધું છે.

વિદેશ નીતિની સાથે સાથે ભારત ખેતી અને IT ઉદ્યોગમાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. ચૌધરીએ પોતાની કોલમમાં લખ્યું છે કે, કૃષિ ક્ષેત્રમાં ભારત પ્રતિ એકરના હિસાબે પૈદાશ દુનિયામાં સૌથી સારી છે. આંકડાનો હવાલો આપતા શહઝાદ ચૌધરીએ લખ્યું કે, ભારતની શાસન પ્રણાલી સમયની કસૌટી પર ખરી ઉતરી છે. વડાપ્રધાન મોદીએ બ્રાન્ડ બનાવવા માટે એ કર્યું જે કોઇ ન કરી શક્યું.

આ પહેલા નવેમ્બરમાં, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને પણ ભારતની વિદેશ નીતિની સરાહના કરતા તેને સ્વતંત્ર બનાવ્યું હતું. ઇમરાન ખાને એ સમયે કહ્યું હતું કે, ભારતને પાકિસ્તાનની સાથે આઝાદી મળી, પણ તેમની વિદેશ નીતિ સ્વતંત્ર બની છે કારણ કે, ભારત અમેરિકાના વિરોધ છતાં રશિયા પાસેથી તેલ ખરીદવાના પોતાના નિર્ણય પર કાયમ રહ્યું છે. ઇમરાને ભારતની વિદેશ નીતિની સરાહના કરતા કહ્યું કે, નવી દિલ્હી પોતાની મરજીથી રશિયા પાસે તેલ આયાત કરવામાં સક્ષમ હતી, જ્યારે, પાકિસ્તાન પશ્ચિમનું ગુલામ હતું. કારણ કે, તે પોતાના લોકોના કલ્યાણ માટે નિડર નિર્ણય લેવામાં અસમર્થ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp