PUBG રમતા થયો પ્રેમ, પાકિસ્તાનની સીમા કરાચીથી નેપાળના રસ્તે આવી નોઇડા

PC: http://humlog.co.in

PUBG ગેમ પાર્ટનર સાથે જીવન વિતાવવા માટે પાકિસ્તાનની સીમા ચાર બાળકો સાથે બે દેશોની બોર્ડર જ નહીં બધા બંધન લાંઘીને રબૂપુરા ગામમાં પહોંચી ગઈ. સીમા નેપાળના રસ્તે લગભગ એક મહિના પહેલા ભારત પહોંચી અને રબૂપુરાના સિચન સાથે શુક્રવાર રાત સુધી રહી. સીમા પાસે ભારતમાં રહેવા માટે કોઈ કાયદેસર દસ્તાવેજો નથી. ભારતીય નાગરિકતા મેળવવા માટે યુવક અને મહિલા લગ્ન કરવાના પ્રયાસમાં હતા.

દરમિયાન ગૌતમબુદ્ધ નગર કમિશ્નરેટ પોલીસને તેની સૂચના મળી ગઈ. જેવી પોલીસ મહિલાને શોધવામા જોતરાઇ મહિલા, યુવક અને મહિલાના બાળકો સાથે ટેક્સીમાં સવાર થઈને જેવર તરફ ફરાર થઈ ગઈ. પોલીસ ટેક્સી ચાલક તેમજ આસપાસના લોકોની પૂછપરછ કરી મહિલાને શોધી રહી છે. તેમજ, એ પણ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે વાસ્તવમાં આ મામલો પ્રેમ પ્રસંગનો છે કે પછી PUBG પર મિત્રતાના બહાને કોઈ ષડયંત્ર તો રચવામાં નથી આવી રહ્યુંને.

એક વકીલે જણાવ્યું કે, રબૂપુરાના આંબેડકર નગર નિવાસી સચિન (22)ની થોડાં મહિના પહેલા PUBG ગેમ રમવા દરમિયાન પાકિસ્તાનની સીમા સાથે ઓળખ થઈ ગઈ. ગેમ રમવા દરમિયાન જ બંનેએ એકબીજાના મોબાઇલ નંબર લઈ લીધા અને વાતચીત કરવા માંડ્યા. થોડાં દિવસ બાદ જ બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ. સીમાએ યુવકને જણાવ્યું કે, તે સિંધ પ્રાંત કરાચીની રહેવાની છે અને ચાર બાળકોની મા છે. ફોન પર વાત અને વીડિયો કોલિંગ દ્વારા બંનેમાં એટલી નિકટતા થઈ ગઈ કે, બંનેએ એકસાથે રહેવાનો નિર્ણય લઇ લીધો.

ત્યારબાદ સીમાએ કોઇકરીતે નેપાળના વિઝા બનાવડાવ્યા અને પછી નેપાળ સરહદથી ભારતમાં દાખલ થઈ ગઈ. ત્યારબાદથી તે રબૂપુરાના યુવક સાથે છે. યુવક અને મહિલા લગ્ન કરવાના પ્રયાસમાં છે. આ સંબંધમાં તે કાયદાની જાણકારી મેળવી રહ્યા હતા. દરમિયાન, ગૌતમબુદ્ધ નગર કમિશ્નરેટ પોલીસને પાકિસ્તાનમાંથી ગેરકાયદેસરરીતે મહિલાના ચાર બાળકો સાથે આવવાની જાણકારી મળી. શુક્રવારે સાંજથી અધિકારીઓના નિર્દેશ પર કમિશ્નરેટ પોલીસની ટીમ મામલાની તપાસ માટે મહિલા અને યુવકને શોધી રહી છે.

મહિલા અને યુવક લગ્ન કરવા માટે કાયદાકીય જાણકારી મેળવી રહ્યા છે. જે વકીલ વગેરે પાસેથી જાણકારી મેળવી રહ્યા હતા. તેમને મહિલાના જાસૂસ હોવાની શંકા થઈ. મહિલાએ જાણકારી આપી કે તેનો ભાઈ પાકિસ્તાનની સેનામાં છે. મહિલાનો પતિ તેનાથી દૂર રહે છે. જ્યારે જે ચાર બાળકો તે પોતાની સાથે લઇને આવી છે, તેમની ઉંમર ત્રણ વર્ષથી લઇને આઠ વર્ષ છે. આ ઉપરાંત, યુવકે જણાવ્યું કે, તે વહેલામાં વહેલી તકે લગ્નની ઔપચારિકતા પૂરી એટલા માટે કરવા માંગે છે કારણ કે, સીમા તેની પાસે ઘણા દિવસથી વારંવાર દિલ્હી ફવા જવાની જીદ કરી રહી છે. આ પ્રકારની વાતોથી સીમાના જાસૂસ હોવાની શંકા થવા પર પોલીસને સૂચના આપી દેવામાં આવી.

મહિલા પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ અને નેપાળના વિઝા છે પરંતુ, તે એક્સપાયર થઈ ચુક્યા છે. પરંતુ, મહિલા પાસે ભારતમાં રહેવાના કોઈ કાયદેસર પ્રમાણપત્ર નથી. એવામાં એકવાર ફરી ગૌતમબુદ્ધ નગરમાં વિદેશીઓના ગેરકાયદેસરરીતે રહેવાના કારણે સુરક્ષાને લઇને સવાલ ઊભા થઈ ગયા છે. આ વખતે મામલો પાકિસ્તાન સાથે સંકળાયેલો હોવાના કારણે પોલીસ મામલાને ગંભીરતાથી લઇ રહી છે. પરંતુ, મહિલાના ગેરકાયદેસરરીતે ઘણા દિવસથી રહેવા છતા પોલીસ અને એલઆઈયૂને તેની જાણકારી નહોતી.

આ અંગે ગૌતમબુદ્ધ નગરના પોલીસ કમિશ્નર લક્ષ્મી સિંહે જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી મહિલાના રબૂપુરા ક્ષેત્રમાં આવવાની જાણકારી મળી છે. પોલીસ ટીમ તપાસ અને મહિલાને શોધી રહી છે. મહિલાની પૂછપરછ અને તેના પેપર્સની તપાસ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp