ભારત આવશે સીમાનો પાકિસ્તાની પતિ ગુલામ હૈદર, બોલ્યો- મારા બાળકોને ગદ્દારી...

PC: jansatta.com

પાકિસ્તાનથી બોર્ડર ક્રોસ કરી સીમા હૈદર ભલે પોતાને ભારતીય જણાવી રહી હોય, પણ તેના પૂર્વ પતિ ગુલામ હૈદર શાંત બેસી રહે એમ નથી. ગુલામનું કહેવું છે કે, તે ટૂંક સમયમાં ભારત આવી રહ્યો છે અને પોતાના બાળકોને પાકિસ્તાન લઇ જશે. ગુલામ હૈદરે કહ્યું કે, ભારતમાં મારા બાળકોને જબરદસ્તીથી પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગુલામ હૈદરે કહ્યું કે, સીમાએ મારા 4 બાળકોનો ખોટો ઉપયોગ કર્યો છે. તેમને લઇ અજાણ્યા દેશમાં બેસી ગઇ છે. સીમાને તો સજા મળશે જ અને મારા બાળકો પણ પાછા પાકિસ્તાન આવશે. હું મારા બાળકોનો પિતા છું. મારા બાળકો માટે હું કોઇપણ કોર્ટના બારણે જવા તૈયાર છું અને મારા બાળકોને પાછો પાકિસ્તાન લઇને જ આવીશ. સીમા બાળકોને ભારત લઇ જ જવાની નહોતી પણ તેમના દ્વારા ભારતમાં પ્રવેશ મળવાનો હતો. માટે મારા બાળકોને સીમા પોતાની સાથે લઇ ગઇ.

સીમાએ મારા બાળકોનો ખોટો ઉપયોગ કર્યો

સીમા પર આરોપ લગાવતા ગુલામે કહ્યું કે, તે સારી મા નથી. જો તે સારી મા હોત તો બાળકોના પિતાની ઈજ્જત કરતે. તે મારા બાળકોને મારા વિરોધમાં ભડકાવી રહી છે. તો મારા વિરોધમાં તો બોલશે જ. સીમાને શરમ જ નથી. તેણે બધું વેચી નાખ્યું છે. એક અજાણ્યા પુરુષને મારા બાળકોનો પિતા બનાવી દીધો. તે મારા બાળકો સામે સચીનની પ્રશંસા કરે છે અને મારા વિશે ખોટી વાત કરે છે. તેણે પોતાના માતા-પિતાની કદર ન કરી અને તેમના સંપર્કમાં પણ નથી. તે સચિનની પણ નથી. આજે તેનો હાથ પકડ્યો છે, કાલે બીજા કોઇનો હાથ પકડશે.

હાલમાં જ સીમાએ 15 ઓગસ્ટની ઉજવણી કરી અને આ દરમિયાન તેણે ભારત જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા. ગુલામે કહ્યું કે સીમા જે નારા લગાવી રહી છે તેનાથી મને એતરાજ નથી. ભારતમાં રહેવાનું લાલચ આપી તેની પાસે નારા બોલાવાયા છે. સીમા ભારતમાં રહેવા કશું પણ કરી શકે છે. માસૂમ બાળકો પાસેથી નારા લગાવવામાં આવી રહ્યા છે. હું ટૂંક સમયમાં ભારત આવી રહ્યો છું. મેં વકીલ કર્યા છે અને ભારત સરકાર પાસેથી પરવાનગી લઇ લીગલ રીતે ભારત આવીશ. પહેલા સાઉદી આરાબથી પાકિસ્તાન જઇશ પછી ભારત આવીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp