પાકિસ્તાન પાછા જવાની વાત પર સીમાએ કહ્યું- હિંદુ બની ગઈ છું, પાછી મોકલી તો...

PC: zeenews.india.com

PUBG ગેમ દ્વારા પહેલા મિત્રતા, પછી પ્રેમ થયા બાદ પાકિસ્તાનથી ગેરકાયદેસરરીતે ગ્રેટર નોયડા આવેલી સીમા હૈદર અને સચિનને કોર્ટે જામીન આપી દીધા છે. સીમા પોતાની સાથે ચાર બાળકોને પણ લઇને આવી છે. સીમા અને સચિનને જેલમાંથી છોડી દેવામાં આવ્યા છે. શુક્રવારે કોર્ટે પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર અને નોયડાના સચિનને છોડવાના આદેશ આપી દીધા. ત્યારબાદ સીમા અને સચિનને જેલમાંછી છોડી મુકવામાં આવ્યા. સીમા પોતાના ચાર બાળકોને લઇને સચિનની પાસે પાકિસ્તાનથી આવી છે. જેલમાંથી છૂટ્યા બાદ સીમા સચિનના ઘરે પાછી પહોંચી ગઈ. દરમિયાન, સીમાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે સચિનને ખૂબ જ પ્રેમ કરે છે અને પોતાના બાળકો સાથે ભારતમાં જ રહેવા માંગે છે.

સીમાએ કહ્યું કે, તેણે સચિન માટે હિંદુ ધર્મ અપનાવી લીધો છે. તે સચિન સાથે કોર્ટ મેરેજ કરશે. તેમજ, સીમાના પહેલા પતિએ મોદી સરકારને તેની પત્ની અને બાળકો પાછા પાકિસ્તાન મોકલવાની અપીલ કરી છે, તેના પર સીમાએ કહ્યું કે તે વર્ષ 2019 અને 2020 બાદથી હૈદરના સંપર્કમાં નથી, તે માત્ર બહાના બનાવી રહ્યો છે. જો તે પાછી પાકિસ્તાન ગઈ તો તેને જાનથી મારી નાંખવામાં આવશે. જો બાળકોએ જવુ હોય તો જઈ શકે છે પરંતુ, બાળકો મને છોડીને નહીં જશે. બીજી તરફ સચિને કહ્યું કે, પબજી દ્વારા મને સીમા સાથે પ્રેમ થયો હતો. અમે નેપાળમાં મળ્યા હતા પછી, એકસાથે રહેવાની કસમો ખાઈ હતી. અમે નેપાળમાં લગ્ન પણ કરી લીધા હતા. સીમાએ હિંદુ ધર્મ અપનાવી લીધો છે. હું સીમાને અહીં પોતાની સાથે રાખવા માંગુ છું.

નોયડા પોલીસના જણાવ્યા અનુસાર, સીમા હૈદર પાકિસ્તાનના સિંધ પ્રાંતના જૈસ્માબાદની નિવાસી છે. દસ્તાવેજો અનુસાર, સીમાના લગ્ન ગુલામ રજા સાથે 2014માં થયા હતા. ગુલામ હૈદર કરાચીમાં પોતાની ફેમિલી સાથે રહેતો હતો. ત્યાં તે ટાઇલ્સ લગાવવાનું કામ કરતો હતો. 2019માં ગુલામ હૈદર કામની શોધમાં સઉદી અરબ ચાલ્યો ગયો. ગુલામ સાથે લગ્ન બાદ ત્રણ દીકરીઓ અને એક દીકરો થયા. સૌથી મોટી દીકરી 7 વર્ષની છે.

સીમા હૈદર અને નોયડાનો સચિન પબજી ગેમ રમતા એકબીજાના સંપર્કમાં આવ્યા. સીમાએ સચિનને મળવા ઘણીવાર પ્રયત્ન કર્યો. તે માર્ચ 2023માં કરાચીથી નીકળી અને નેપાળની પાસે શાહજહાં પહોંચી. ત્યાંથી કાઠમાંડુ ગઈ. આ બાજુથી સચિન પણ નોયડાથી કાઠમાંડુ બસમાં રવાના થયો. ત્યાં જઈને બંને મળ્યા અને 7 દિવસ સુધી એક હોટેલમાં રોકાયા. ત્યારબાદ સીમા પાછી પાકિસ્તાન ચાલી ગઈ અને સચિન પણ પાછો આવી ગયો.

નેપાળથી પાછા પાકિસ્તાન ગયા બાદ સીમાએ કરાચીમાં એક ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કર્યો. તેણે પૂછ્યું કે તે કઈ રીતે પોતાના ચાર બાળકો સાથે ભારત જઈ શકે છે. તેને જાણકારી મળી કે નેપાળના રસ્તે તે સરળતાથી દાખલ થઈ શકે છે. ત્યારબાદ સીમા નેપાળના રસ્તે દિલ્હી પહોંચી હતી. નેપાળ સુધી પહોંચવા માટે સીમાને પોતાના બાળકોના પાસપોર્ટની જરૂર હતી. આથી, પૈસા ભેગા કરવા માટે તેણે જમીન વેચી દીધી અને પાસપોર્ટ બનાવ્યા. ત્યારબાદ તે બાળકોને લઇને પાકિસ્તાનથી કાઠમાંડુ પહોંચી અને ત્યાંથી દિલ્હી આવી. 13 મેના રોજ સીમા ગૌતમબુદ્ધ નગરના રબૂપુરા વિસ્તારમાં સચિનને ત્યાં પહોંચી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp