ATSને સીમા ઉપર કેમ વિશ્વાસ બેસતો નથી. પ્રેમ કહાણી પાછળ શું છુપાયેલું છે?

PC: zoomnews.in

પાકિસ્તાનની સીમા હૈદર અને તેનો પ્રેમી સચિન હાલમાં ઉત્તરપ્રદેશ ATSની કસ્ટડીમાં છે. બંને સામે ATSની પૂછપરછ ચાલી રહી છે. સોમવારે પણ સીમા, સચીન અને તેના પિતાની 8 કલાક જેવી પૂછપરછ કરવામાં આવી હતી. જે દરમિયાન ઘણાં ખુલાસા સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, સચિન પહેલો ભારતીય યુવક નથી જેનો સંપર્ક સીમાએ PUBG દ્વારા કર્યો હતો. આ પહેલા પણ સીમા ભારતના અમુક યુવકોના સંપર્કમાં હતી.

સચિન પહેલા સીમાએ જેટલા પણ યુવકોનો સંપર્ક કર્યો તેમાંથી મોટાભાગના દિલ્હી-NCRના હતા. ઉત્તરપ્રદેશની ATS હાલમાં તો સીમા અને સચિન બંનેની અલગ અલગ પૂછપરછ કરી રહી છે. સોમવારે ATSએ સીમા પાસેથી અમુક અંગ્રેજી લાઇન વંચાવી હતી. સીમા હૈદરે આ લાઇન સરળતાથી વાંચી અને તેની વાંચવાની ઢબ પણ સારી જોવા મળી. સીમા હૈદર જે રીતે અંગ્રેજી લાઇનો વાંચી રહી હતી તેને જોઇ ATS પણ ચોંકી ગઇ અને એલર્ટમાં આવી ગઇ.

હવે ઉત્તર પ્રદેશ ATS એ તપાસ કરી રહ્યા છે કે બોર્ડરને પેલે પારથી સીમાનું કોઇ માર્ગદર્શન તો નથી કરી રહ્યા! ATS તપાસ કરી રહ્યા છે કે સીમા હૈદરના પરિવારમાં કેટલા લોકો છે. બંને તરફના પરિવારના લોકો શું કરે છે અને ક્યાં રહે છે. સીમા હૈદરના કાકા અને ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે. જે પણ શંકા પેદા કરે છે. તો વળી વિઝા વિના સીમા હૈદર ભારત કઇ રીતે આવી તેની પણ પૂછપરછ કરવામા આવી રહી છે. ATSએ સીમાના પાસપોર્ટ, આધારકાર્ડ અને તેના બાળકો સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી. તપાસ દરમિયાન ATSએ નોઈડાના રાબુપુરા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને પણ બોલાવ્યા હતા. આ ઈન્ચાર્જની તપાસમાં મળેલા પુરાવાઓને ATSએ પોતાની તપાસના પુરાવા સાથે સામેલ કર્યા.

પાકિસ્તાની આર્મી અને ISI સાથેના સીમાના કનેક્શન અંગે ATS આગળ તપાસ હાથ ધરી રહ્યું છે. સાથે જ સીમાએ નોઈડા પોલીસને આપેલા પોતાના નિવેદન અને ATSની તપાસમાં આપેલા જવાબોની પણ સરખામણી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ ATS સીમાના પતિ ગુલામ હૈદર સાથે ફોન પર વાત કરશે. ત્યાર બાદ સીમાએ પોલીસ અને ATSને આપેલા નિવેદનો અને ગુલામના નિવેદનોને ક્રોસ ચેક કરશે. આ તપાસ પછી ATS એક રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ લખનૌ હેડ ઓફિસને મોકલવામાં આવશે. ત્યાર બાદ આ રિપોર્ટને હોમ મિનિસ્ટ્રી સાથે શેર કરવામાં આવશે. સૌ કોઈની નજર હાલમાં ઉત્તર પ્રદેશ ATSની તપાસ પર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp