
DM JP સિંહ દેવરિયાના બરવામાં ચૌપાલમાં હાજરી આપવા આવ્યા હતા. અહીં તેમણે પંચાયતના નવા મકાનનું નિરીક્ષણ કર્યું હતું. પંચાયત ભવનની ખરાબ હાલત જોઈને DM ગુસ્સે થઈ ગયા અને ગ્રામ પંચાયત સેક્રેટરીને ઘણું બધું સંભળાવ્યું. DMએ જણાવ્યું કે, આ બેદરકારી બદલ પંચાયત સચિવ સામે વિભાગીય અને અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
DM JP સિંહ ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના બરવા ગામમાં ચૌપાલમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જનતાની સમસ્યાઓ સાંભળી હતી. ત્યારબાદ ગામમાં બનેલા નવા પંચાયત ભવનનું નિરીક્ષણ કર્યું હતું. બે વર્ષ પહેલા બનેલી આ પંચાયત બિલ્ડીંગની જર્જરિત હાલત જોઈને DM ગુસ્સે થઈ ગયા અને તેમણે ગ્રામ પંચાયત સેક્રેટરીને ઘણું બધું સંભળાવ્યું હતું.
તેમણે કહ્યું કે, કમિશન મેળવવાના ચક્કરમાં ફાઇલ પર સહી કરી દીધી હશે. હવે આ બેદરકારી બદલ જેલ જવાની તૈયારી કરી લો. DMએ જણાવ્યું કે, ગ્રામ પંચાયત સચિવ સામે વિભાગીય અને અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જે નાણાંની જે ગેરરીતિ કરવામાં આવી છે તે પણ વસૂલ કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, સરકાર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે કે, UPના દરેક જિલ્લામાં દર શુક્રવારે દરેક બ્લોકના બે ગામોમાં ગામની ચૌપાલો બનાવીને લોકોની સમસ્યાઓ સાંભળવામાં આવશે. જેમાં અધિકારીઓ દ્વારા સરકારની યોજનાઓ અને તેમની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે. આ ક્રમમાં, દેવરિયામાં ગ્રામસભા બરવાના સદર બ્લોકમાં પ્રથમ ગ્રામ ચૌપાલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
શુક્રવારે જ્યારે DM ચૌપાલ બનાવવા માટે બરવાના પંચાયત ભવનમાં પ્રવેશ્યા ત્યારે, તેમણે જોયું કે દરવાજા અને બારીઓ તૂટેલા અને લટકેલા હતા. આ જોઈને ગ્રામ પંચાયત સેક્રેટરી સત્યેન્દ્ર યાદવ પર ગુસ્સે થઈ ગયા અને ખોટા બાંધકામને લઈને સવાલોના જવાબ માંગવા લાગ્યા. એટલું જ નહીં DMએ કહ્યું કે, તમે લોકોએ લૂંટ જ મચાવી છે. આખરે બે વર્ષમાં આ બિલ્ડીંગની આવી હાલત થઇ ગઈ છે.
અહીં તમને જણાવી દઈએ કે, 2020માં સદર બ્લોકના બરવા ગામમાં 10 લાખ રૂપિયાના ખર્ચે પંચાયત બિલ્ડીંગ બનાવવામાં આવી હતી. DMએ કહ્યું કે, પંચાયત બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી એકદમ નિમ્ન કક્ષાની છે. હું જયારે અહીં પહોંચ્યો ત્યારે પંચાયત ભવનની બારી મારા હાથમાં આવી ગઈ. બિલ્ડીંગના દરવાજા પણ તૂટવાની અણી પર છે. અમારી એક ટીમ તેની તપાસ કરશે. પંચાયત સચિવ સામે ખાતાકીય અને શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાણાની જે ગેરરીતિ આચરવામાં આવી છે, તેની પણ વસુલાત કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp