યુવતીના આડાસંબંધને લઇને પંચાયત બેઠી, પતિએ છોડી, પ્રેમીએ પણ હાથ અદ્ધર કરી દીધા

PC: jagran.com

ભાગલપુરના નાથનગરના મધુસુદનપુર વિસ્તારના એક ગામમાં સોમવારે પંચાયત બોલાવીને આખો દિવસ નાટકબાજી થઇ હતી. આ ડ્રામામાં પતિ પત્નીને પોતાની સાથે રાખવાની ના પાડી રહ્યો હતો. તેણે કહ્યું કે, તે (પત્ની) જેની સાથે તે વાંધાજનક સ્થિતિમાં પકડાઈ છે, તેની સાથે જઈને રહે, સાથે જ પ્રેમી પણ એ વાતને નકારી રહ્યો હતો કે, તેને મહિલા સાથે સંબંધ હોવા છતાં તે તેની સાથે નહીં રહે.

આ બધા વચ્ચે મહિલા માત્ર તેના પ્રેમી સાથે જ રહેવાનો દાવો કરી રહી હતી. અંતે પંચાયતમાં બેઠેલા તે વિસ્તારના બૌદ્ધિકો કોઈ નિર્ણય લઈ શક્યા ન હતા. ત્યારબાદ પતિ, પત્ની અને 'પ્રેમી'ને મધુસુદનપુર પોલીસ આવીને લઇ ગઈ હતી.

પંચાયતમાં બેઠેલા લોકોએ જણાવ્યું કે, મહિલા બે બાળકોની માતા છે. તેનું છેલ્લા એક વર્ષથી પાડોશી સાથે અફેર હતું. આ વાતની કોઈને જાણ નહોતી. રવિવારે તેના પતિને ઘરે આવવામાં થોડું મોડું થયું હતું. ત્યાં સુધીમાં તો પાડોશી પ્રેમી અહીં મહિલાના ઘરે પહોંચી ગયો હતો. થોડી વાર પછી પતિ ઘરે આવ્યો. તેણે બંનેને પોતાના જ ઘરમાં વાંધાજનક સ્થિતિમાં જોઈ લીધા.

પડોશી પ્રેમી ઝડપાઈ જતાં ઝડપથી ભાગી ગયો હતો. અહીં પતિએ મહિલાને ખુબ માર માર્યો હતો. આ મારપીટની ચર્ચા સવાર થતાં સુધીમાં આખા ગામમાં ફેલાઈ ગઈ હતી. પતિ હવે મહિલાને પોતાની સાથે રાખવા માંગતો ન હતો, જેના કારણે ઘરની પરિસ્થિતિ તંગ બની હતી. આ કારણોસર સવારે જ ગામમાં પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું.

મામલાની ગંભીરતા જોઈને સમાજના બુદ્ધિજીવીઓએ ત્રણેયને પંચાયતમાં બોલાવ્યા હતા. ત્રણેયએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પતિ કહેતો હતો કે, હવે તેની સાથે તે લગ્ન કરી લે કે પછી લગ્ન કર્યા વગર રહે, પણ હવે હું તેની સાથે નહીં રહીશ. ઘણા લાંબા સમય પહેલાથી જ ખરાબ ટેવ હતી. ઘણી સમજાવી પણ ક્યારેય સમજી જ નહીં.

આ પછી જ્યારે પાડોશી પ્રેમીનો બોલવાનો વારો આવ્યો, ત્યારે તે પહેલાથી જ બોલી પડ્યો હતો કે, હું આ મહિલાને પણ મારી સાથે નહીં રાખીશ. આના પર મહિલાએ પંચાયતને કહ્યું કે, હવે હું મારા પ્રેમી સાથે રહીશ. હું જોઉં છું કે તે કેવી રીતે નથી રાખતો. જો તે નહીં રાખે તો હું પોલીસ સ્ટેશનમાં કેસ કરીશ. આ બાબતને કારણે સમાજના બુદ્ધિજીવીઓનું મગજ પણ કામ કરતુ બંધ થઇ ગયું. ત્યારબાદ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.

ઘટના અંગે મધુસુદનપુર OPના પ્રભારી મહેશ કુમારે જણાવ્યું કે, પતિ-પત્ની અને પ્રેમીનો મામલો એક ગામમાંથી આવ્યો છે. પંચાયતમાં કોઈ નિર્ણય ન આવતાં OP લાવવામાં આવી છે. અહીં પણ હમણાં સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp