ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ માનતી યુવતી છત્તરપુર પહોંચી,બાબા એકાંતવાસમાં ગયા

PC: tv9hindi.com

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના પ્રાણનાથ કહેતી અને તેમને મળવા 1 મહિના પહેલાથી પદયાત્રાએ  નિકળેલી MBBSની વિદ્યાર્થીની હવે જ્યારે બાગેશ્વર ધામની નજીક પહોંચી છે ત્યારે બાબા બાગેશ્વર 5 દિવસ માટે એકાંત વાસમાં ચાલ્યા ગયા છે.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. તેઓ આગામી 5 દિવસ સુધી એકાંતમાં રહીને સનાતન ધર્મ પર પુસ્તક લખશે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ઇચ્છે છે કે તેમનું આ પુસ્તક દેશની બધી શાળાઓમાં પહોંચે, જેને કારણે બાળકોને સનાતન ધર્મ વિશે જાણકારી મળે. આ વચ્ચે કળશ લઇને પદયાત્રા કરીને બાબા બાગેશ્વરને મળવા છત્તરપુર પહોંચેલી MBBS સ્ટુડન્ટ શિવરંજની તિવારીએ કહ્યું કે ભલે તેઓ એકાંતવાસમાં જાય કે, પછી અજ્ઞાતવાસમાં જાય. મને બાલાજી સરકાર પર પુરો વિશ્વાસ છે, તેમના દર્શન તો થઇ ને જ રહેશે.

મધ્ય પ્રદેશના મંદસોર ના ખેજડિયામાં હનુમંત કથા મંચ પરથી બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, આગામી કેટલાંક દિવસો સુધી તેઓ એકાંતવાસમાં રહેવાના છે. આ દરમિયાન તેઓ પુસ્તર લખશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે તેમનું આ પુસ્તક શાળા અને કોલેજોમાં મફત વિતરણ કરવામાં આવશે. બાગેશ્વર બાબાએ કહ્યું હતું કે, ઘણી વખત લોકો મને સવાલ પુછે છે કે હિંદુ ધર્મ શું છે?  તાજેતરની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’માં એક સવાલ પુછાયો હતો કે સનાતન ધર્મ શું છે? હવે આ બધા સવાલોના જવાબ આપવા માટે હું એક પુસ્તક લખી રહ્યો છું.

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના પ્રાણનાથ માનતી અને તેમને મળવાની ઇચ્છા વ્યકત કરનારી MBBS સ્ટુડન્ટ શિવરંજની તિવારી ગંગોત્રીથી કળશ યાત્રા લઇને બુધવારે યુપી થઇને છત્તરપુર પહોંચી હતી. સાંજે તે બાગેશ્વર ધામ તરફ આગળ વધી રહી હતી ત્યારે તેની તબિયત અચાનક બગડી હતી અને શિવરંજનીને કારની મદદથી છત્તરપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ દરમિયાન શિવરંજનીની સાથે ઉત્તરાખંડથી આવેલા આચાર્ય કમલદાસે કહ્યું કે, અમે ગરમીમાં લગભગ 30 કિલોમીટર ચાલ્યા હતા, એટલે શિવરંજનીની તબિયત બગડી છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે શરૂ કરેલી પદયાત્રાને 1 મહિનો થઇ ગયો છે. શિવરંજની તિવારી 1 મહિના પહેલા ઉત્તરાખંડના ગંગોત્રીથી ગંગા જળ લઇને પોતાની સાથે લગભગ પંદરેક લોકોને લઇને બાગેશ્વર ધામ જવા નિકળી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવરંજની તિવારી 16 જૂને બાગેશ્વર ધામમાં ગંગા જળ ચઢાવીને પૂજા અર્ચના કરશે.

તો બીજા તરફ જગતગુરુ શંકરાચાર્યના મીડિયા પ્રભારી ડો, શેલેન્દ્ર યોગીરાજે ગુરુવારે બપોરે  2 વાગ્યે એક હોટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, મેડિકલ સ્ટુડન્ટ શિવરંજનીનો જગતગુરુ શંકરાચાર્ય સાથે કોઇ સંબંધ નથી. એ માર્તણ્ડ તેલનો પ્રચાર કરી રહી છે. જે પોતાને બાગેશ્વરને પોતાના પ્રાણનાથ બતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp