
રામપુરના મિલકમાં મોડી રાત્રે નગ્ન અવસ્થામાં ફરતી એક મહિલા આ દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. નિર્વસ્ત્ર મહિલાને લઈને લોકોમાં ભયનો માહોલ છે. લોકોને મોડી રાત સુધી જાગવાની ફરજ પડી છે. સાથે જ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે શોધખોળ કરવામાં ઝડપ કરી છે. દરેક વિસ્તારના રહેવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ નગ્ન મહિલાને જુએ તો સૌ પ્રથમ નગ્ન મહિલાના શરીરને કપડાથી ઢાંકીને તરત જ પોલીસને જાણ કરો. જલ્દી જ આ પ્રકરણ પર વિગતો રજુ કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, આજકાલ શહેરના વિસ્તારના લોકોના ઘરોમાં લાગેલા CCTV ફૂટેજમાં એક મહિલા મોડી રાત્રે નગ્ન અવસ્થામાં ફરતી હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક અજાણી મહિલા લોકોના ઘરની ડોરબેલ વગાડતી અને શેરીઓમાં નગ્ન થઈને ફરતી જોવા મળે છે.
રવિવારે રાત્રે એક વાગ્યે, એક નગ્ન મહિલાએ મોહલ્લા નસીરાબાદની રહેવાસી પૂર્વ કાઉન્સિલર સીમા દેવીના ઘરનો દરવાજો ઠોક્યો હતો. લાંબા સમય સુધી તે તેમના ગેટ પર ઉભી રહી અને ડોરબેલને વગાડતી રહી હતી. તેણે સોમવારે કોતવાલીમાં તહરીર આપી હતી. જેમાં તેણે પોલીસને જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે એક વાગ્યે એક નગ્ન મહિલા તેના દરવાજે પહોંચી હતી. મહિલાએ ડોરબેલ વગાડી દરવાજો ખોલવાનું કહ્યું. તે દરવાજા પાસે પહોંચી. મહિલાને નગ્ન જોઈને તેણે દરવાજો ન ખોલ્યો. મહિલા તેના પર દરવાજો ખોલવા માટે દબાણ કરતી રહી, પરંતુ તેણે દરવાજો ન ખોલ્યો. થોડી વાર પછી મહિલા ત્યાંથી નીકળી ગઈ. થોડીવાર પછી કેટલાક લોકો પણ બે બાઇક પર પસાર થયા. તેણે આશંકા વ્યક્ત કરી કે મહિલા દ્વારા દરવાજો ખોલાવવા માટે બદમાશો દ્વારા કોઈ કાવતરું રચવામાં આવ્યું હોઈ શકે છે. જો તેણે દરવાજો ખોલ્યો હોત તો સંભવ છે કે તેના છુપાયેલા સાથીઓએ અચાનક હુમલો કરી લૂંટને અંજામ આપ્યો હોત. સીમા દેવીએ જણાવ્યું કે, મહિલાના કારણે ઘરમાં ભયનો માહોલ છે.
કોતવાલીનો હવાલો સંભાળી રહેલા ક્રાઈમ સ્પેક્ટર આસારામે જણાવ્યું કે, શહેરની ગલીઓમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કેસની તપાસ ચાલી રહી છે. પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે, શહેરમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજના આધારે મહિલાને ટ્રેક કરવામાં આવી રહી છે. આ નગ્ન મહિલા અન્ય ઘણા CCTV ફૂટેજમાં પણ જોવા મળી છે. બીજી તરફ તેના આ રીતે રાત્રિના સમયે ભટકવા પાછળનું કારણ શું છે, તે તેના પકડાયા બાદ જ જાણી શકાશે.
रामपुर में निर्वस्त्र महिला की दहशत! रात में खटखटाती है दरवाजे, CCTV फुटेज वायरल, पुलिस ने की ये अपील#Rampur #UPPolice #CCTVVideo @Live_Hindustan pic.twitter.com/wv4vI5EG7O
— Hindustan UP-Bihar (@HindustanUPBH) February 2, 2023
મહિલાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, તપાસ માટે ટીમો બનાવી મહિલાની શોધખોળ શરૂ કરી હતી. સોમવારથી શહેરના માર્ગો પર ફરતી નગ્ન મહિલા CCTVમાં કેદ થયા બાદ તેનો વીડિયો વિસ્તારમાં વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પોલીસ કહી રહી છે કે, આ કેસમાં ટીમો બનાવવામાં આવી છે, મહિલાની શોધ ચાલી રહી છે. CO રવિ ખોખરે પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાને જણાવ્યું કે, શહેરમાં એક નગ્ન મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp