'પાપા કી પરી'એ બદલ્યો ગુરુત્વાકર્ષણનો નિયમ,પાર્કિંગમાં સ્કૂટી-બાઇક પર કાર ચઢાવી

PC: aajtak.in

જ્યારે પણ છોકરીઓ કોઈ અજીબોગરીબ કૃત્ય કરે છે ત્યારે છોકરાઓ તેમને 'પાપા કી પરી' કહેતા હોય છે. મોટે ભાગે ત્યારે કે જ્યારે તેઓ યોગ્ય રીતે વાહન ચલાવી શકતા નથી. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફરતો થઈ રહ્યો છે. જેમાં કાર ચલાવતી છોકરીએ ગુરુત્વાકર્ષણનો નિયમ બદલી નાખ્યો. આ વીડિયોમાં એક છોકરીએ એવી અદભૂત કાર ચલાવી કે તેણે પાર્કિંગમાં ઉભેલી બાઇક અને સ્કૂટીને તેની કારની નીચે કચડી નાંખી. આ યુવતીનો વીડિયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. 

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે, રોડની બાજુમાં પાર્કિંગમાં સ્કૂટી અને બાઈક લાઈનમાં ઉભા છે. એ જ સ્કૂટી અને બાઇક પર એક કાર ચઢાવી દેવામાં આવી છે. જે વ્યક્તિ આ વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે તે ખરેખર સમજી શકતો નથી કે, આ કેવી રીતે થયું? છેવટે, છોકરીએ આ અશક્ય પરાક્રમ કેવી રીતે કર્યું? તે જગ્યાએ લોકોની મોટી ભીડ એકઠી થઇ જાય છે, અને યુવતી સ્કૂટી અને બાઇકની ઉપરથી કારને નીચે ઉતારી દે છે. 

આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ છોકરીને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર @Rambo21031989 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં યુવતીને ટોણો મારતા લખ્યું છે કે, કાનપુરમાં પાપા કી પરી. આ વીડિયોને અત્યાર સુધીમાં 16.4K લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 307 લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. યુઝર્સ આ વીડિયો પર ફની કોમેન્ટ કરી રહ્યા છે. 

લોકોના જણાવ્યા પ્રમાણે, જે સમયે આ ઘટના બની તે સમયે કારની સ્પીડ એટલી વધારે હતી કે કોઈને કંઈ સમજાયું નહીં. યુવતી જ્યારે કારને બેક કરી રહી હતી, ત્યારે કાર પાછળના ભાગે ડિવાઈડરમાંથી પસાર થતાં પાર્ક કરેલી બાઇક સાથે અથડાઈ હતી, જેના કારણે અનેક બાઇકને નુકસાન થયું હતું. આના જવાબમાં એક યુઝરે લખ્યું છે, સાવધાની હટી, અકસ્માત થયો, જ્યારે બીજા યુઝરે લખ્યું, નીચે ફક્ત છોકરાઓએ જ બાઇક પાર્ક કરી હતી, ગરીબ… અને બીજા યુઝરે લખ્યું છે, સારું છે કે બાઇક કચડાઈ ગઈ, ત્યાં કોઈ માણસ ન હતો., એક યુઝરે લખ્યું, જો અહીં આવું છોકરાએ કર્યું હોતે તો હંગામો થયો હોત. અન્ય યુઝરે મજાકમાં લખ્યું, મારા પપ્પાની મારુતિ. 

આ મામલો ગુમતી મુખ્ય બજાર વિસ્તારનો છે, DCP રવિના ત્યાગીએ આ વીડિયોની નોંધ લેતા તરત જ કારનું ચલણ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, યુવતી આરામથી કાર ચલાવી રહી હતી પરંતુ બેકઅપ લેતી વખતે તેની સ્પીડ વધી ગઈ અને તે પાર્કિંગમાં પાર્ક કરેલી બાઈક અને સ્કૂટી પર ચઢી ગઈ. જેના કારણે બજારમાં ગભરાટ ફેલાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેના કારણે ચારથી છ જેટલા ટુ વ્હીલરને નુકસાન થયું હતું. 

આ ઘટનામાં સ્કૂટી, બાઇક ઉપરાંત યુવતીની કારને પણ ઘણું નુકસાન થયું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, છોકરી યોગ્ય રીતે કાર ચલાવી શકતી ન હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp