હું પોલીસમાં છુ, ટુવાલમાં આવીને ધોંસ જમાવતા મહિલા ટ્રાફિક પોલીસે આવો પાઠ ભણાવ્યો

PC: livehindustan.com

ઉત્તરાખંડનું હરિદ્રાર અસ્થિ વિસર્જન અને ગંગાસ્નાન માટે જાણીતું છે. પરંતુ હાલમાં એક વીડિયોને કારણે હરિદ્રાર ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં  એક મહિલા ટ્રાફીક પોલીસ અને કથિત પોલીસ કોન્સેટેબલના હંગામાનો છે. પોતાને દિલ્હી પોલીસનો કોન્ટેબલ બતાવનાર એક વ્યકિત ગંગા સ્નાન કરવા માટે હરિદ્રાર આવ્યો હતો, પરંતુ તેણે પોતાની કાર સર્વિસ લેનમાં પાર્ક કરીને ગંગા સ્નાન કરવા  પહોંચી ગયો હતો. જ્યારે ટ્રાફીક પોલીસે તેની સામે દંડની રસીદ ફાડવાની વાત કરી તો તેણે મહિલા ટ્રાફીક પોલીસ સાથે હંગામો કર્યો હતો અને કહ્યું હતું કે, હું પણ પોલીસવાળો જ છું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આખરે મહિલાએ  કથિત કોન્ટેબલ પાસે દંડ ભરાવ્યો હતો. ઉત્તરાખંડ પોલીસ મહિલા ટ્રાફિક પોલીસનું સન્માન કર્યું છે.

રિપોર્ટ અનુસાર આ મામલો કનખલ પોલીસ સ્ટેશન વિસ્તારના વિશ્વકર્મા ઘાટનો છે.કથિત દિલ્હી પોલીસ કોન્સ્ટેબલનું નામ અમિત કુમાર છે. 7 જૂનના રોજ અમિત તેના પરિવાર સાથે ગંગામાં સ્નાન કરવા આવ્યો હતો. તેણે સર્વિસ લેનમાં નો પાર્કિંગ ઝોનમાં પોતાની કાર પાર્ક કરી હતી. તેની કારનો નંબર DL3CC 6508 છે. હેડ કોન્સ્ટેબલ ટ્રાફિક પોલીસ શર્મિલા બિષ્ટે અમિતનું વાહન હટાવવા માટે અનેક વખત એનાઉસમેન્ટ કર્યું હતું.

લગભગ અડધો કલાક સુધી એનાઉસમેન્ટ કરવા છતા જ્યારે ગાડીને હટાવનાર આવ્યો નહી, એટલે કારને ક્રેનથી ઉઠાવવાની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી. એ સમયે અમિત ત્યાં આવી ગયો હતો અને દંડની રસીદની વાત સાંભળીને ભડકી ગયો હતો. અમિતની હાલત જોઇને એવું લાગતું હતું કે ગંગા સ્નાન પહેલા કાર ઉઠાવવાની જાણકારી મળી હોય. તે શરીર પર માત્ર ટુવાલ લપેટીને જ મહિલા ટ્રાફિક પોલીસ પાસે આવી ગયો હતો.તેણે રસીદ ફાડવાની ના પાડી હતી. એ સમય દરમિયાન કોઇએ વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

એ પછી ટ્રાફિક પોલીસ શર્મિલા બિસ્ટે દંડની રસીદ ફાડીને રકમ વસુલી લીધી હતી.

હરિદ્રારના SP, ટ્રાફિર રેખા યાદવે કહ્યું હતું કે, 7 જૂને એક વીડિયો અમારા ધ્યાન પર આવ્યો હતો, જેમાં એક વ્યકિત મહિલા ટ્રાફિક પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યો છે. તપાસમાં અમને જાણવા મળ્યું કે વ્યક્તિએ પોતાને દિલ્હી પોલીસનો કોન્સ્ટેબલ ગણાવ્યો હતો. પરંતુ આ ચકાસી શકાયું નથી. ચકાસણી હજુ ચાલુ છે. અમે પહેલા મહિલા કોન્સ્ટેબલ સાથે વાત કરીશું કે તેની સાથે કોઈ અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે કે નહીં. તે અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસ પાસેથી મળેલી જાણકારી મુજબ અમિતના વેરિફિકેશન માટે ડિપાર્ટમેન્ટને પત્ર લખવામાં આવ્યો છે, અમિતના ડોક્યુમેન્ટસ પર દિલ્હી પોલીસ એવું લખ્યું હતું. જો કે દિલ્હી પોલીસ તરફથી હજુ સુધી વેરિફેકેશન કરવામાં આવ્યું નથી. લોકો મહિલા પોલીસના વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp