નવી સંસદના કર્મચારીઓના યુનિફોર્મ પણ બદલાશે, તેની ઉપર લાગશે કમળ

PC: indiatoday.com

સંસદનું વિશેષ સત્ર 18 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. 18 સપ્ટેમ્બરથી શરૂ થઇને 22 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ખાસ સત્રનો એજન્ડો શુ રહેશે, તેને લઇ કોઈપણ રીતની જાણકારી સામે આવી નથી. પણ સૂત્રો અનુસાર, આ દરમિયાન પૂજા-અર્ચનાની સાથે સાંસદોનો નવા ભવનમાં પ્રવેશ થશે. 19 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના દિવસથી સદનની કાર્યવાહી નવા સંસદ ભવનમાં થશે. આ સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થશે અને સમાપન નવા સંસદ ભવનમાં થશે.

કહેવામાં આવી રહ્યું છે કે, 18 સપ્ટેમ્બરના રોજ સંસદના ખાસ સત્રના પહેલા દિવસે વર્તમાન સંસદ ભવનના નિર્માણને લઇ અત્યાર સુધીની યાદોને લઇ ચર્ચા કરવામાં આવશે. બીજા દિવસે પૂજા થયા પછી નવા સંસદ ભવનમાં પ્રવેશ થશે અને બંને સદનોની સંયુક્ત બેઠક પણ થઇ શકે છે. આની સાથે જ સંસદ ભવનના સ્ટાફ માટે પણ આ ખાસ સત્રમાં તેમના ડ્રેસકોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

NIFTએ ડિઝાઇન કર્યા નવા ડ્રેસ

સંસદ ભવનના સ્ટાફનો યૂનિફોર્મ બદલાયેલો જોવા મળશે. સંસદ ભવનના કર્મચારીઓ માટે નવો યૂનિફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ યૂનિફોર્મ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજી એટલે કે NIFT દ્વારા ડિઝાઇન કરાયો છે. સચિવાલયના કર્મચારીઓનો યૂનિફોર્મ બંધગળુ સૂટથી બદલીને મજેંટા કલરના નેહરૂ જેકેટમાં ફેરવી દેવામાં આવ્યો છે. તેમના શર્ટ પણ ગુલાબી રંગના રહેશે. જેના પર કમળનું ફૂલ બનાવાયું છે. તો ખાખી રંગની પેન્ટ રહેશે.

લોકસભા અને રાજ્યસભાના માર્શલની ડ્રેસ પણ આ ખાસ સત્ર માટે બદલવામાં આવી છે. આ ખાસ સત્રમાં બંને સદનોના માર્શલ મણિપુરી પાઘડી પહેરશે. સંસદ ભવનના સુરક્ષા કર્મચારીઓ અત્યાર સુધી સફારી સૂટમાં જોવા મળ્યા છે. હવે તેઓ કમાન્ડોની જેમ કેમોફ્લેજ ડ્રેસમાં જોવા મળશે.

કોંગ્રેસે ડ્રેસકોડને લઇ ઉઠાવ્યા સવાલ

બીજી બાજુ વિપક્ષ કોંગ્રેસે આ ડ્રેસકોડને લઇ સવાલ ઊભા કર્યા છે. કોંગ્રેસ સાંસદ મનિકમ ટેગોરે સવાલ કર્યો કે, કમળનું ફૂલ જ શા માટે? મોર અને વાઘ કેમ ન થઇ શકે. અચ્છા હા આ તો ભાજપાના ચૂંટણીનું ચિન્હનું નિશાન છે. તેમણે ઓમ બિરલાને આ બાબતને લઇ સવાલ પણ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp