26th January selfie contest

સંસદ બહાર બોલબોલ કરતા નેતાઓ અંદર ચુપ, છેલ્લા 7 વર્ષમાં 79% બજેટ ચર્ચા વિના પાસ

PC: livemint.com

હાલની સરકારના કાર્યકાળમાં ભારત પોતાના લોકતાંત્રિક મૂલ્યોને નિરંતર ગુમાવતુ જઈ રહ્યું છે અને તેના પુરાવા એક પછી એક દેખાઈ રહ્યા છે. આ કડીમાં ભારતના નિર્વાચિત સંસદના કેટલાક નવા ઉદાહરણ જોઈ શકાય છે. તેમા કામ ન કરવાનું વધતુ વલણ, સીમિત એક્ટિવિટી, દરેક સત્રમાં ગંભીર અડચણ આવવી અને રજૂ કરવામાં આવેલા પ્રમુખ બિલ પર ચર્ચા ઓછી થવી. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2023 થી 6 એપ્રિલ, 2023 સુધી આયોજિત કરવામાં આવ્યું હતું, જેમા 14 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી રજાની જાહેરાત કરવામાં આવી હતી. સંસદ 25 દિવસો સુધી બેસ્યા બાદ 6 એપ્રિલે અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઈ ગઈ. પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ દ્વારા હાલમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ પરથી જાણકારી મળે છે કે, સરકારના વ્યયના અધિકાંશ પ્રસ્તાવ કોઈપણ સદનમાં ચર્ચા વિના જ પાસ કરી દેવામાં આવ્યા.

પીઆરએસના આંકડાઓ અનુસાર, 1952 બાદથી આ છઠ્ઠું સૌથી નાનું બજેટ સત્ર રહ્યું છે. લોકસભાના નાણાકીય કારોબાર પર માત્ર 18 કલાક ખર્ચ કર્યા, જેમાંથી 16 કલાક બજેટની સામાન્ય ચર્ચા પર વિતાવવામાં આવ્યા. 17મી લોકસભાના છેલ્લાં બજેટ સત્રોમાં નાણાકીય કારોબાર પર સરેરાશ 55 કલાક ચર્ચા થઈ હતી. લોકસભામાં ચર્ચા માટે પાંચ મંત્રાલયોનો ખર્ચ (11 લાખ કરોડ રૂપિયા)નો સૂચીબદ્ધ કરવામાં આવ્યો હતો. જોકે, કોઇના પર પણ ચર્ચા ના થઈ.

પીઆરએસ રિસર્ચ ટીમના રિપોર્ટ અનુસાર, તમામ મંત્રાલયોનો 42 લાખ કરોડ રૂપિયાનો પ્રસ્તાવિત વ્યય કોઈપણ પ્રકારની ચર્ચા વિના પાસ કરી દેવામાં આવ્યો. વીતેલા 7 વર્ષોમાં સરેરાશ 79% બજેટ ચર્ચા વિના પાસ થઈ ગયા છે. રાજ્યસભામાં બજેટ સત્ર દરમિયાન પસંદ કરાયેલા મંત્રાલયોના કામકાજ પર ચર્ચા થાય છે. આ સત્રમાં રેલ, કૌશલ વિકાસ, ગ્રામીણ વિકાસ, સહકારિતા અને સંસ્કૃતિ સહિત સાત મંત્રાલયોના કામકાજ પર ચર્ચા થવાન હતી, પરંતુ કોઈના પર ચર્ચા ના થઈ.

નાણા અને વિનિયોગ વિધેયકોને છોડીને, સંશોધન વિધેયક, 2022 આ સત્ર દરમિયાન પાસ એકમાત્ર વિધેયક હતું. આ વિધેયક અને સાથે જ નાણા વિધેયક કોઈપણ સદન દ્વારા કોઈપણ પ્રકારની ચર્ચા વિના પાસ કરી દેવામાં આવ્યું. આ ઉપરાંત, ત્રણ વિધેયક રજૂ કરવામાં આવ્યા, જેમાંથી એક વન (સંરક્ષણ) સંશોધન વિધેયક, 2023ને એક સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું.

કુલ મળીને, પીઆરએસ રિસર્ચ અનુસાર, આ લોકસભામાં અત્યારસુધી 150 બિલ રજૂ કરવામાં આવ્યા છે અને 131 પાસ કરવામાં આવ્યા છે (નાણા અને વિનિયોગ વિધેયકોને છોડીને). પહેલા સત્રમાં 38 વિધેયક રજૂ કરવામાં આવ્યા અને 28 પાસ કરવામાં આવ્યા. ત્યારથી, રજૂ અને પાસ કરવામાં આવેલા વિધેયકોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. છેલ્લાં ચાર સતત સત્રોમાંથી પ્રત્યેકમાં 10 થી ઓછાં બિલ રજૂ અથવા પાસ કરવામાં આવ્યા છે.

આ ઓળખાયેલા ટ્રેન્ડ માટે મોદી સરકારના બે કાર્યકાળ વિશેષરીતે જવાબદાર છે. જેમ કે, જવાહર સરકારે તર્ક આપ્યો, વર્તમાન સરકાર સંસદની ઉત્પાદકતાને ગેર-વિધાયી કાર્યોમાં બદબાદ કરવામાં આવેલા કલાકો અથવા મિનિટોના સંદર્ભમાં માપે છે. વર્તમાન બજેટ સત્ર દરમિયાન, જવાહર સરકારે કહ્યું, સામાન્યરીતે, ટ્રેઝરી બેન્ચ સંસદમાં વ્યવસ્થા બહાલ કરવા માટે બેકરૂમ ચેનલ ખોલે છે. પરંતુ, માર્ચમાં એવી કોઈપણ સામાન્ય સ્થિતિ માટે કોઈ સવાલ અથવા ઈરાદો નહોતો. સત્તા પક્ષના મોદી, મોદીના નારાનો વિપક્ષ જેપીસી, જેપીસી થી જવાબ આપી રહ્યો હતો.

સોમવારે, 13 માર્ચથી લઈને પછીના બે અઠવાડિયા સુધી, એ જ દ્રશ્ય જોવા મળ્યું. તે દરમિયાન સાંસદ યોજના અનુસાર, માત્ર બૂમો પાડવા માટે સંસદમાં ઉપસ્થિતિ રહ્યા અને સદનોને એકવાર સવારે 11 વાગ્યા બાદ અને પછી બપોરે 2 વાગ્યે, માનો નિયમ અનુસાર સ્થગિત કરવામાં આવી. વિપક્ષે એ વાત પર ચર્ચા શરૂ કરી દીધી કે, ઇનિસિએટિવને કઇરીતે સીઝ કરવામાં આવે- ખાસ કરીને જ્યારે સરકારે 24 માર્ચને કોઈપણ ચર્ચા વિના પોતે ઊભા કરવામાં આવેલા હંગામા વચ્ચે લોકસભામાં નાણા વિધેયકને ચૂપચાપ પાસ કરી દીધુ.

વર્તમાન લોકસભા કાર્યકાળમાં બજેટ સત્ર 2023ની અંદર પ્રશ્નો પર સૌથી ઓછો સમય ખર્ચ કરવામાં આવ્યો. લોકસભામાં પ્રશ્નકાળ નિર્ધારિત સમયના માત્ર 19% અને રાજ્યસભામાં 9% ચાલ્યું. પ્રત્યેક સદનમાં આશરે 7 ટકા સ્ટાન્ડર્ડ પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp