મહિલા પોલીસકર્મીની મોટી જાહેરાત- ‘મારો પોપટ શોધી લાવો તો આપીશ ઈનામ’

PC: ndtv.com

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક ગુમ થયેલો પોપટ ચર્ચાનો વિષય બન્યો છે. વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી રહી છે. ઘણા દિવસ સુધી તે ન મળવા પર પોપટની માલિકણે લોકલ ઇન્ટેલિજેન્સ યુનિટ (LIU) ઇન્સ્પેક્ટરે હવે તેની શોધ કરનારને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ મુજબ, મેરઠની લોકલ ઇન્ટેલિજેન્સ યુનિટ (LIU) શ્વેતા યાદવ ઇન્સ્પેક્ટર પદ પર ફરજ બજાવે છે. તેના ઘરમાં એક પાળતું પોપટ મિસ્ટી હતો.

કહેવામાં આવ્યું છે કે, એ પોપટ સાથે મહિલા ઇન્સ્પેક્ટરને ખૂબ લગાવ હતો. થોડા દિવસ અગાઉ તે ક્યાંક ઊડી ગયો. શ્વેતા યાદવે વિસ્તારમાં તેની ખૂબ શોધખોળ કરી. તેના પરત ઘરે આવવાની રાહ પણ જોઈ, પરંતુ તે પછો ન આવ્યો. એક સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, LIU ઇન્સપેક્ટરે હવે એ પોપટની શોધ કરનારને 5 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પોપટ ક્યાંક જતા રહ્યા બાદ ઘટના લોકોમાં નિરાશાનો માહોલ છે. કેટલાક લોકોએ તો ખાવાનું પણ છોડી દીધું છે.

હાલમાં જ મધ્ય પ્રદેશમાં પણ એક એવી જ ઘટના સામે આવી હતી. મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં પોપટ પ્રેમી માલિકની એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી. આ પોપટ માલિકને પોતાના પોપટ સાથે એટલો પ્રેમ છે કે તે ગુમ થવા પર તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. એટલું જ નહીં એ વ્યક્તિએ પોપટને શોધી લવાનારને 10,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત પણ કરી દીધી હતી.

કહેવામાં આવ્યું હતું કે, પોપટ પોતાના માલિકના ખભા પર બેસીને ફરવા નીકળ્યો હતો, પરંતુ વચ્ચે રસ્તામાં એવી ઘટના થઈ કે તે ક્યાંક ઊડી ગયો. સાથે જ કહેવામાં આવ્યું હતું કે, દમોહ જિલ્લાના ઇન્દિરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક પરિવારનો પોપટ ગુમ થયો તો પરિવારના સભ્યોએ ખાવા-પીવાનું છોડી દીધું. પરિવારના મુખિયાએ પોપટની શોધ કરનાર માટે આખા શહેરમાં અનાઉન્સ કરાવ્યા હતા. એટલું જ નહીં પોપટને શોધી લવાનારને 10,000 રૂપિયાનું ઈનામ આપવાની રજૂઆત પણ કરી હતી.

આ વર્ષે એપ્રિલ મહિનામાં મધ્ય પ્રદેશના ગ્વાલિયરમા એક IAS અધિકારીનો પાળતું કૂતરો અચાનક ગુમ થઈ ગયો હતો. કહેવામાં આવ્યું હતું કે, આ કૂતરો અધિકારીના પરિવારને ખૂબ વ્હાલો હતો. ખૂબ શોધખોળ કર્યા બાદ પણ જ્યારે તેના કોઈ પુરાવા ન મળ્યા તો અધિકારીએ રીતસરના પોસ્ટર છપાવીને શહેરમાં ચોંટાડી દીધા હતા. લખ્યું હતું કે, કૂતરાની જાણકારી આપનારને ઈનામ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp