રીક્ષાચાલક અફઝલે મંદિર જતા શ્રદ્ધાળુની 2 લાખ ભરેલી બેગ પરત આપી ઈનામી ઓફર ઠુકરાવી

PC: freepressjournal.in

મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં ઓટો રિક્ષા ચાલક મોહમ્મદ અફઝલે ઈમાનદારીનું એક ખૂબ મોટું ઉદાહરણ રજૂ કર્યું છે. ઓટો રિક્ષા ચાલકની ઈમાનદારીની ચર્ચા ખૂબ થઈ રહી છે. ઓટો રિક્ષા ચાલક મોહમ્મદ અફઝલે પૈસા ભરેલી બેગ બે કલાકની અંદર પરત કરી દીધી. કોટા રાજસ્થાનથી બે શ્રદ્ધાળુ 60 દર્શનાર્થીઓને લઈને ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા. બધા રાત્રિ રોકાણ માટે નિર્મલ અખાડામાં રોકાયા અને બધા ધાર્મિક યાત્રી આ જ ઓટોમાં સવાર થઈને નીકળ્યા, પરંતુ બંને ગોપાલ મંદિર પહોંચ્યા તો પોતાની બેગ એ જ રિક્ષામાં ભૂલી ગયા.

થોડા સમય બાદ ઓટો રિક્ષા ચાલક મોહમ્મદ અફઝલની નજર જેવી જ બેગ પર પડી તો તેણે તેને ખોલીને જોયું તો તેમાં કેટલાક રૂપિયા અને કાગળો પડેલા હતા. મોહમ્મદ અફઝલ બેગ લઈને શ્રદ્ધાળુઓના પરિવારને મળ્યો અને પછી માત્ર 2 કલાકમાં બેગને બંને પાસે સુરક્ષિત રીતે પહોંચાડી દીધી. ઉલ્લેખનીય છે કે, ધાર્મિક નગરી ઉજ્જૈનમાં રોજ મોટી સંખ્યામાં દર્શન કરવા માટે પહોંચે છે. આ દરમિયાન અહીં શ્રદ્ધાળુ ઓટો રિક્ષા અને ઇ-રિક્ષાનો સહારો લે છે. એવામાં અફઝલે પોતાની ઈમાનદારીનું ઉદાહરણ રજૂ કરીને બધાને માણસાઈનું ઉદાહરણ રજૂ કરતા બધાને માણસાઈનો સંદેશ આપ્યો છે કે, માણસાઈથી મોટો કોઈ ધર્મ હોતો નથી.

ઓટો રિક્ષા ચાલકની મોહમ્મદ અફઝલની ઉંમર લગભગ 60 વર્ષ છે. તેના પિતાનું નામ મોહમ્મદ હુસેન ગુટ્ટી છે. તેઓ (મોહમ્મદ અફઝલ) ઘણા વર્ષથી ઓટો રિક્ષા ચલાવીને જીવન ગુજરાન ચલાવે છે. મોહમ્મદ અફઝલની ઓટો રિક્ષા નંબર MP 13 R 3213 છે. તેણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મેં શ્રદ્ધાળુઓને નિર્મલ અખાડા મુરલીપુરાથી ગોપાલ મંદિર માટે ઓટોમાં બેસાડ્યા હતા. બંને શ્રદ્ધાળુ ગોપાલ મંદિર ઉતર્યા અને બેગ રિક્ષામાં ભૂલી ગયા. બેગમાં રાખેલી રસીદ પર લખેલા નંબર પર મેં કોલ કર્યો તો શ્રદ્ધાળુઓ સાથે સંપર્ક થયો અને શ્રદ્ધાળુઓને માત્ર 2 કલાકમાં સુરક્ષિત રીતે બેગ પરત કરી દીધી.

ઓટો રિક્ષામાં ભુલાયેલી બેગ ધન્નાલાલ રામચંદ્ર આહીર કોટાના રાજગંજમંડી સ્થિત રિછી ગામનો રહેવાસી હતો. તે પોતાના સાથી સાથે 60 લોકોને લઈને ધાર્મિક યાત્રા પર નીકળ્યો છે. સવારે મહાકાલ બાબાના દર્શન માટે હવે ઓમકારેશ્વર જવા રવાના થઈ ગયા છે. ધન્ના લાલે જણાવ્યું કે, બેગમાં શ્રદ્ધાળુઓના 2 લાખ કરતા વધુ રૂપિયા હતા. જેને ઓટોમાં ભૂલી ગયા હતા. 2 હજાર રૂપિયા ઓટો રિક્ષા ચાલકને ઈનામ તરીકે આપ્યા, પરંતુ તેણે ના પાડી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp