શું BJPના યુવા MP તેજસ્વી સૂર્યાએ ઇન્ડિગોની ફ્લાઇટનો દરવાજો ખોલી નાંખ્યો હતો?

PC: deccanherald.com

ચેન્નાઇના તિરુચિરાપલ્લી વચ્ચે IndiGoની ફ્લાઇટમાં એક મુસાફરે  10 ડિસેમ્બરના રોજ ઇમરજન્સી એક્ઝિટ ખોલ્યો હતો. નાગરિક ઉદ્દયન મંત્રાલયે (DGCA)એ મંગળવારે સત્તાવાર રૂપે આ બાબતે જાણકારી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે ઘટના પર ધ્યાન આપવામાં આવ્યું હતું અને તપાસ માટે આદેશ આપવામાં આવ્યા. DGCAએ પહેલા જાણકારી આપી હતી કે ફ્લાઇટ ત્રિવેન્દ્રમ જઇ રહી હતી, પરંતુ ત્યારબાદ સ્પષ્ટીકરણ જાહેર કરીને કહેવામાં આવ્યું કે આ ફ્લાઇટ તિરુચિરાપલ્લી માટે હતી.

એર ઇન્ડિયાની બે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પેશાબ કરવાની બે કથિત ઘટનાઓ બાદ મુસાફરો દ્વારા દુર્વ્યવહારની ઘટનાઓ સામે આવેલી આ સૌથી નવી છે. તેમાં મુસાફરે IndiGoની ઉડાણ 6E 7339નો ઇમરજન્સી દ્વાર ખોલી દેવામાં આવ્યો હતો, જેમાં અન્ય લોકો પણ સવાર હતા. અત્યાર સુધી મુસાફરની ઓળખ કરવામાં આવી નથી. જો કે, ફ્લાઇટના આ સમય સુધી ઉદાણ ન ભરવાનું કારણે કોઇ અપ્રિય ઘટના ન થઇ.

બીજી તરફ હવે આ ઘટનામાં વિમાનન કંપની IndiGoએ પણ પોતાનો પક્ષ રાખ્યો છે. તેના જણાવ્યા મુજબ 10 ડિસેમ્બરે ચેન્નાઇથી તિરુચિરાપલ્લી જનારી ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે બોર્ડિંગ પ્રક્રિયા દરમિયાન ભૂલથી એક્ઝિટ ખોલી દીધો હતો. મુસાફરે આ ભૂલ માટે માફી માગી છે. આ ઘટના બાદ SOP મુજબ, વિમાન અનિવાર્ય એન્જિનિયરિંગ તપાસ પ્રક્રિયામાંથી પસાર થયો, જેના કારણે ઉડાન ભરવામાં મોડું થયું.

IndiGo ફ્લાઇટ સાથે આ પ્રકારની કોઇ પહેલી ઘટના નથી.IndiGoની દિલ્હી-પટના ફ્લાઇટ દરમિયાન 3 લોકો દારૂ પીવાની ઘટના સામે આવી હતી. ક્રૂ મેમ્બર્સે જ્યારે લોકોને દારૂ પીવાની ના પાડી તો તેમણે દુર્વ્યવહાર શરૂ કરી દીધો. 80 મિનિટની આ ફ્લાઇટ દરમિયાન આ લોકોએ ખૂબ હોબાળો કર્યો, વિમાને જ્યારે પટના એરપોર્ટ પર લેન્ડિંગ કર્યો તો આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી. IndiGoએ આ ઘટનાની જાણકારી DGCAને આપી હતી.

તો આ મહિનાની શરૂઆતમાં જ લેન્ડિંગ દરમિયાન IndiGoનો પાછલો હિસ્સો ટકરાઇ ગયો હતો. આ ઘટના IndiGoની ફ્લાઇટ નંબર 6E 1859 એરબસ A-321 સાથે થઇ હતી. આ ફ્લાઇટ ઢાકાથી કોલકાતા આવી રહી હતી. થોડા સમય પહેલા જ IndiGoના એરબસ A320 નિયો વિમાનના એક એન્જિનના ઉડાન દરમિયાન તેજ ધમાકા સાથે ફેલ થઇ જવાની એક ઘટનાને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગંભીરતાથી લીધી હતી.

શું તેજસ્વી સૂર્યા હતા તે મુસાફર 

આ અંગે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે ભાજપની યુવા પાંખના રાષ્ટ્રીય પ્રમુખ તેજસ્વી સૂર્યા એ તે દરવાજો ખોલી નાંખ્યો હતો તેમની પાસેથી એરલાઇન્સે માફીનામું પણ લખાવ્યું હતું. જોકે, કે એક બીજી વાત એવી પણ આવી હતી કે તેજસ્વી સૂર્યાથી ભૂલથી દરવાજાનું હેન્ડલ નીચું થઇ ગયું હતું. ત્યારબાદ તેમણે સ્ટાફનું ધ્યાન દોર્યું હતું. જોકે, પ્રોટોકોલ મુજબ તમામ પ્રકારની પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp