'ચાલુ બાઇક અને બંને હાથમાં બંદૂક..', જુઓ છોકરીની સ્ટંટબાજીનો વાયરલ વીડિયો

PC: twitter.com/Mukesh_Journo

સોશિયલ મીડિયા પર રોજ કંઈક ને કંઈક વાયરલ થતું રહેતું હોય છે. ક્યારેક વીડિયો તો ક્યારેક તસવીરો. કેટલીક વખત આપત્તિજનક વીડિયો પણ વાયરલ થઈ જતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર બિહારના પટનાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક છોકરી બંદૂક સાથે બાઇક સ્ટંટ કરતી નજરે પડી રહી છે. તેના બંને હાથોમાં બંદૂક છે અને તે ચાલુ બાઇક પર તેને હવામાં લહેરાવી રહી છે. વીડિયો પટનાના મરીન ડ્રાઇવનો બતાવવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસ ઘટનાને ધ્યાનમાં લીધી છે.

પટના સેન્ટ્રલ SP વૈભવ શર્માએ કહ્યું કે, અમે બાઇકની ઓળખ કરી લીધી છે. નંબરના આધાર પર તપાસ ચાલી રહી છે. જલદી જ કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો મરીન ડ્રાઈવના નામથી પ્રસિદ્ધ જે.પી. ગંગા પથનો છે. પોલીસ એ વાતની પણ જાણકારી મેળવશે કે શું છોકરી જે હથિયાર લહેરાવી રહી હતી તે અસલી છે કે નકલી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ચાલુ બાઇક પર એક છોકરી ઊભી થઈને બંદૂક લહેરાવી રહી છે. તો તેનો સાથી બાઇક ચલાવી રહ્યો છે. છોકરી નીડર થઈને બંને હાથોથી હવામાં હથિયાર લહેરાવી રહી છે. બાજુમાં ચાલી રહેલો કોઈ વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો છે.

હાલમાં પોલીસે સ્ટંટબાજો પર શકંજો કસવાની શરૂઆત કરી દીધી છે. નંબર પ્લેટ પર લખેલા બાઇક નંબરના આધાર પર પોલીસ આરોપીઓ સુધી પહોંચવામાં લાગી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ મરીન ડ્રાઈવ પર વધુ એક છોકરીનો હથિયાર લેહરાવતો વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર તેને પોતાનું નામ ‘હન્ટર ક્વીન’ બતાવ્યું હતું. પટના પોલીસે તેના પર 30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જો કે, તપાસમાં વીડિયો છોકરીના હાથમાં દેખાઈ રહેલું હથિયાર લાઇટર નીકળ્યું હતું. એટલે પોલીસે માત્ર દંડ ફટકારીને કરીને એ છોકરીને છોડી દીધી હતી.

મુકેશ સિંઘ નામના X (પહેલા ટ્વીટર) યુઝરે આ વીડિયો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘મ્હારી છોરીયા છોરો છે કમ હૈ કે’,  બિહાર તેમાં ભી પટના બાબુ.! વીડિયોમાં છોકરી પોતાના મિત્ર સાથે ડ્રાઈવ પર હથિયાર લહેરાવતી પૂરપાટ ઝડપની બાઇક પર સ્ટંટ કરતી નજરે પડી રહી છે. મોટા ભાગે પટના મરીન ડ્રાઈવ પર બાઈકર્સ પોતાની કરતૂક કરતા ઉપર આવતા નથી. પટનાના મરીન ડ્રાઈવ પર હાઇ રિઝોલ્યૂશન કેમેરા લગાવવામાં આવ્યા છે છતા સ્ટંટબાજ કેમેરાની નજરથી દૂર રહીને સ્ટંટ કરતા નજરે પડે છે. આ બાબતે સિટી SP વૈભવ શર્માએ કાર્યવાહીની વાત કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp