- National
- વૃદ્ધે ગૂગલ પર ઓનલાઇન કોલગર્લ સર્ચ કર્યું અને ગુમાવ્યા 5 લાખ
વૃદ્ધે ગૂગલ પર ઓનલાઇન કોલગર્લ સર્ચ કર્યું અને ગુમાવ્યા 5 લાખ
આધેડ ઉંમરના એક વ્યક્તિના મનમાં ઇચ્છાઓ ઉમટી રહી હતી. પટનાના એક વૃદ્ધે પોતાના દિલની વાત કોઇકને કહેવી હતી. આથી, યુવાનોની જેમ તેમણે પણ ફોન પર ટાઇપ કર્યું કોલગર્લ નંબર ઇન પટના. પછી વૃદ્ધને નંબર મળી ગયો. વૃદ્ધને ખબર નહોતી કે તેઓ કોઈ મોટા ષડયંત્રમાં ફસાઈ ગયા છે. ત્યારબાદ કોલગર્લને ઓનલાઇન ઉપલબ્ધ કરાવનારા રેકેટે વૃદ્ધને ફ્રેઝર રોડની એક હોટેલમાં બોલાવ્યા. ત્યાં એક વ્યક્તિ આવ્યો. તેણે વૃદ્ધને કહ્યું કે, તમે આરામથી બેસો. પીડિત મેડમની રાહ જોતા બેસી રહ્યા. જ્યારે પણ તેઓ કોઈ સવાલ પૂછતા તો સામેથી જવાબ મળતો કે મેડમ તમારા માટે તૈયાર થઈ રહ્યા છે. મેડમ કપડાં ઉતારી રહ્યા છે. તમારા માટે તૈયાર થઈ રહ્યા છે. કોલગર્લ ઉપલબ્ધ કરાવનારા વ્યક્તિએ વૃદ્ધને વિશ્વાસ અપાવ્યો કે મેડમ બીજા રૂમમાં છે. તમારા માટે આવ્યા છે.
ત્યારબાદ કોલગર્લ ઉપલબ્ધ કરાવનારા વ્યક્તિએ પીડિત પાસેથી ATM નો ફોટો મોબાઇલ પર મંગાવ્યો. વૃદ્ધને કહ્યું કે, તમે મેડમના આવવા સુધી તમારા મોબાઇલમાં એક એપ ડાઉનલોડ કરો. વૃદ્ધે ત્યાં બેસીને એપ ડાઉનલોડ કરી. આરોપીએ વૃદ્ધ પાસે એપ દ્વારા પાંચ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા. વૃદ્ધ શોકમાં હતા. તેમનાથી કંઈ બોલાતું નહોતું. બદનામીના ડરથી તેઓ કંઈ કહી ના શક્યા. વૃદ્ધ હોટેલમાંથી બહાર નીકળી ગયા. પૈસા ટ્રાન્સફર કરાવનારા વ્યક્તિ ત્યાંથી ગાયબ થઈ ગયા. પહેલા તો બદનામીના ડરથી વૃદ્ધે કંઈ ના કર્યું પછી 5 લાખ રૂપિયાનો ખ્યાલ આવતા તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. વૃદ્ધે પહેલા પોલીસને ખોટું કહ્યું. તેમણે કહ્યું કે, તેમને એક લ઼કી ડ્રો વિશે જણાવીને બોલાવ્યા હતા. પછી પિસ્તોલના દમ પર પૈસા ટ્રાન્સફર કરાવી લીધા. પોલીસને મામલો સંદિગ્ધ લાગ્યો. ત્યારબાદ પોલીસે હોટેલના CCTV કેમેરા ચેક કરવાની વાત કહી. આથી વૃદ્ધે પોલીસને સત્ય જણાવ્યું. તેમણે કહ્યું કે, શરમના કારણે તેઓ ખોટું બોલી રહ્યા હતા.
પીડિત સાથે છેતરપિંડી થતા તેમણે પોતાના ખાતા ફ્રીઝ કરાવ્યા. પીડિતના ત્રણ અકાઉન્ટમાંથી સાઇબર અપરાધીઓએ પૈસા કઢાવી લીધા હતા. જે બેંક ખાતાઓમાંથી પૈસા કાઢ્યા, તેમા પંજાબ નેશનલ બેંક, એક્સિસ બેંક અને સેન્ટ્રલ બેંક સામેલ છે. ઘટના બાદ પોલીસ સક્રિય થઈ ગઈ છે.
પોલીસ સ્ટેશન હેડ સંજીત કુમારે જણાવ્યું કે, પોલીસ આ ઘટનાને લઇને સક્રિય છે. ઘટનાને અંજામ આપનારની ઓળખ કરવામાં આવી રહી છે. હોટેલના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વૃદ્ધે ગૂગલ પર પહેલા ઓનલાઇન કોલગર્લ સર્ચ કર્યું. ત્યારબાદ રિઝલ્ટમાં આવેલા એક નંબર પર કોલ કર્યો અને તેઓ આ સમગ્ર પ્રકરણનો શિકાર બની ગયા. હાલ, પોલીસ તે નંબરનો સીડીઆર કાઢી રહી છે.

