મહિલા ઓફિસરે કહ્યું- IAS પવન અરોરા સેક્સ રેકેટ ચલાવે છે, IASએ આપ્યો જવાબ

PC: paliwalwani.com

કમિશનર પૂજા મીણાએ રાજસ્થાનના પ્રખ્યાત IAS ઓફિસર પવન અરોરા પર ગંભીર આરોપ લગાવ્યા છે. પૂજા મીણાનો આરોપ છે કે અરોરા સેક્સ રેકેટ ચલાવે છે અને તેમને હેરાન પણ કરે છે. આ ગંભીર આરોપોથી રાજસ્થાનની સમગ્ર નોકરશાહી હચમચી ઉઠી છે. પૂજા મીણાએ શહેરી સ્થાનિક સંસ્થાઓના મંત્રી શાંતિ ધારીવાલ પર પણ IAS અધિકારી પવન અરોરાને સુરક્ષા આપવાનો આરોપ લગાવ્યો છે. જોકે, IAS અરોરાએ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

પૂજા મીણા રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ એટલે કે RAS ઓફિસર છે. તેઓ ઝાલાવાડ જિલ્લાના મ્યુનિસિપલ કાઉન્સિલ કમિશનર હતા. તેમની ત્યાંથી બદલી કરવામાં આવી છે. હાલમાં તેઓ પોસ્ટિંગ ઓર્ડર (APO)ની રાહ જોઈ રહ્યા છે, એટલે કે નવા પોસ્ટિંગ ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે. જ્યારે, પવન અરોરા શહેરી સ્થાનિક સંસ્થાઓ વિભાગ (DLB) ના ડિરેક્ટર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ રાજસ્થાન હાઉસિંગ બોર્ડના કમિશનર છે.

હકીકતમાં, 9 જાન્યુઆરીએ, પૂજા મીણાને ઝાલાવાડ મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર પદ પરથી નાગૌર મ્યુનિસિપલ કાઉન્સિલમાં કમિશનર પદ પર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પછી તે જ દિવસે, ઓર્ડરમાં સુધારો કર્યા પછી, તેમને નવી પોસ્ટિંગ માટેના ઓર્ડરની રાહ જોઈને ડિરેક્ટોરેટમાં મોકલવામાં આવ્યા. પૂજા મીણાએ એક જ દિવસમાં બે ટ્રાન્સફર ઓર્ડર બહાર પાડ્યા બાદ આ આક્ષેપો કર્યા છે. જો કે, 10 જાન્યુઆરીના રોજ, અન્ય નવા ટ્રાન્સફર ઓર્ડર બહાર પાડવામાં આવ્યા હતા અને તેમને જયપુર હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

પૂજા મીણાએ કહ્યું, 'IAS પવન અરોરા ખૂબ જ ગંદા માણસ છે. તે રાજસ્થાન સરકારનો સૌથી કુટિલ માણસ છે. પવન અરોરા મને હેરાન કરે છે. જ્યારે તેઓ DLB વિભાગમાં હતા, ત્યારથી તેમણે મહિલાઓનું એક જૂથ બનાવ્યું હતું અને વિભાગમાં સેક્સ રેકેટ ચલાવ્યું હતું.'

પૂજા મીણાની 16 દિવસ પહેલા ઝાલાવાડ મ્યુનિસિપલ કાઉન્સિલના કમિશનર પદ પર નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ 9 જાન્યુઆરી, 2023ના રોજ અચાનક બે બદલીઓ બાદ પૂજા મીણાએ વર્તમાન DLB ડિરેક્ટર હૃદયેશ શર્મા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. હકીકતમાં, હૃદેશ શર્માએ જ પૂજા મીણાના ટ્રાન્સફરનો ઓર્ડર નીકળ્યો હતો. પૂજા મીણાએ રાજસ્થાન સરકારના UDH મંત્રી અને CM અશોક ગેહલોતના નજીકના શાંતિ ધારીવાલ માટે કહ્યું હતું કે, તેઓ પવન અરોરાને સુરક્ષા આપે છે.

પવન અરોરા, હૃદેશ કુમાર શર્મા અને મંત્રી શાંતિ ધારીવાલ પર ગંભીર આરોપોની માહિતી મળ્યા બાદ સમગ્ર વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કમિશનર પૂજા મીણાની 10 જાન્યુઆરીએ ફરીથી બદલી કરવામાં આવી હતી અને જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. તે રાજધાની જયપુરમાં મુખ્ય પોસ્ટિંગ સ્થળ માનવામાં આવે છે.

સૂત્રોએ પૂજા મીણાના આરોપો પર રાજસ્થાન હાઉસિંગ બોર્ડના કમિશનર પવન અરોરા સાથે વાત કરી હતી. અરોરાએ કહ્યું, 'આ મહિલાને DLBથી નાગૌરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં, ત્યારબાદ APO કરવામાં આવ્યું હતું. આ વિભાગીય મુદ્દો છે. આની વચ્ચે હું ક્યાં આવ્યો? તેમના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા છે. જ્યારે હું DLBમાં પોસ્ટેડ હતો ત્યારે આ મહિલા એક-બે વખત મારી ચેમ્બરમાં કાગળો લઈને આવ્યા હતાં. તે સિવાય, ન તો હું તેમને ઓળખું છું, ન તો મેં તેમને ક્યારેય ફોન કર્યો છે, ન તો મેં ક્યારેય એક પણ મેસેજ કર્યો છે. હવે તેમના મનમાં એક વહેમ છે કે હું પોસ્ટિંગ બદલાવી દઉં છું, તો હું આનો શું જવાબ આપું? આ તદ્દન ખોટી અને પાયાવિહોણી વાત છે. તમે જબરદસ્તી કોઈને કહો છો કે તમે મારી પોસ્ટિંગ કરાવી રહ્યા છો. તાજેતરમાં તેમને ટોંકમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. મારે તેમની સાથે કોઈ લેવાદેવા નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp