મોરના આંસુ પીઈને ગર્ભવતી થાય છે ઢેલ? જયા કિશોરીના આ દાવામાં કેટલું સત્ય

કથા વાચક અને મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીની ચર્ચા આજે દેશમાં જ નહીં પરંતુ સાત સમંદર પાર વિદેશો સુધી થાય છે. તે એક સેલિબ્રિટી અને યુથ આઈકોન છે. રિયલ અને વર્ચ્યુઅલ વર્લ્ડ બંને જગ્યા પર તેના કરોડો ચાહકો અને ફોલોવર્સ છે. ફેસબુક પર જ તેને લગભગ એક કરોડ લોકો ફોલો કરે છે. છેલ્લા કેટલાક સમયથી તે સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. કથાનો પ્રસંગ હોય કે પછી તેમની પ્રેરણા આપતી વાતો, લોકો હમેંશા તેને યાદ કરે છે. આજે અહીં ચર્ચા તેમના એ દાવાની છે જે તેમણે થોડા સમય પહેલા તેમની એક કથા દરમિયાન કર્યો હતો. ખરેખર ત્યારે તેણે કહ્યું હતું કે, મોર અને ઢેલ શારીરિક સંભોગ નથી કરતાં. ઢેલ મોરના આંસુઓને પીઇને ગર્ભવતી થાય છે. એવામાં હવે આપણો સવાલ એ છે કે જયા કિશોરીના આ દાવામાં કેટલું સત્ય રહેલું છે? શું ખરેખર ઢેલ આ રીતે જ ગર્ભવતી થાય છે, જેવો તેણે દાવો કર્યો હતો.

જયા કિશોરી લાઈફ મેનેજમેન્ટ ટિપ્સ અને મોટિવેશનલ સ્પીચ આપવા માટે યુવાનોની વચ્ચે ખૂબ પ્રખ્યાત છે. જીવન સાથે જોડાયેલા વિષયો પર તે સેમિનાર અને વેબિનાર પણ કરે છે.

થોડા મહિનાઓ પહેલા જયા કિશોરીએ કથાવાચન દરમિયાન દાવો કર્યો હતો કે, ઢેલ અને મોર ક્યારેય શારીરિક સંભોગ નથી કરતા. ઢેલ મોરના આંસુઓને પીઇને ગર્ભવતી થાય છે. તેના આ દાવા પર સોશિયલ મીડિયામાં લોકોએ પોત પોતાના વિચારો મુજબ અલગ-અલગ અભિપ્રાય આપ્યા હતા.

ખરેખર જયા કિશોરીએ એમ કહ્યું હતું કે, મોર અને ઢેલ ક્યારેય પણ શારીરિક સંભોગ નથી કરતાં. તેણે આગળ કહ્યું, 'એવામાં, તમે વિચારી રહ્યા હશો કે તો પછી ઢેલને સંતાન કેવી રીતે થાય છે? આ જ સભામાં તેણે આગળ કહ્યું હતું કે, ઢેલ મોરનાં આંસુઓને પીઇને ગર્ભ ધારણ કરે છે. આ જ કારણ છે કે, ભગવાન શ્રી કૃષ્ણ મોર પંખ લગાવે છે.

વિજ્ઞાનની નજરથી જોઈએ તો તેમના આ દાવામાં કોઈ સત્ય નથી. મોર ઢેલ સાથે સંબંધ સ્થાપિત કરે છે, જેના પછી ઢેલ ગર્ભ ધારણ કરે છે. જયા કિશોરી પહેલા એક અન્ય કથા વાચકે પણ આ આંસૂ વાળી થ્યોરી આપતા કહ્યું હતું કે મોર બ્રહ્મચારી હોય છે, તેથી જ તેને રાષ્ટ્રીય પક્ષીનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જો કે, આવું કઈં નથી. આ દંતકથા સંપૂર્ણપણે માન્યતાઓ પર આધારિત છે. એવામાં, જો તમારા મગજમાં મોરના આંસુ પીવા વાળી કોઈ ગેરસમજ હોય તો તેને તરત જ દૂર કરી દો.

ખરેખર મોર અને ઢેલ એકબીજાની નજીક આવે છે. ઢેલને જોઈને મોર નાચવા લાગે છે. ઢેલ તેને નિહાળે છે અને આકર્ષિત થયા બાદ જ તે તેની સામે આવે છે. આ પછી, 9 થી 15 સેકન્ડની કલૉકલ કિસની પ્રક્રિયા શરૂ થાય છે. ઈન્ટરનેટના આવ્યા પહેલા ભારતીય સમાજમાં ઘણી બધી વાતોને સંકેતો દ્વારા કહેવાનું ચલણ રહ્યું છે. આવી જ એક કહેવત તમે સાંભળી હશે, જંગલમાં મોર નાચ્યો કોણે જોયું? આ મિસાલનું શું મહત્ત્વ છે તેના પર પણ એક અલગ ચર્ચા સાંભળવા મળે છે.

દુનિયાના ઘણા વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરોએ મોર ઢેલની મેટિંગ એટલે કે તેમના સંબંધ બનાવવાના ફોટા ક્લિક કર્યા છે અને તેને સોશિયલ સાઈટો પર શેર પણ કર્યા છે. કેટલીક વાઇલ્ડલાઇફ જર્નલમાં પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ પક્ષીને સંબંધ બનાવવામાં માત્ર 15 સેકન્ડ સુધીનો સમય લાગે છે. આ દરમિયાન, મોર ઢેલમાં સ્પર્મ ટ્રાન્સફર કરે છે, જેના કારણે ઢેલ ગર્ભ ધારણ કરે છે.

કોલકાતામાં રહેતી જયા કિશોરી તેના પરિવારની સાથે કોલકાતામાં રહે છે. તેમના પિતાનું નામ શિવશંકર શર્મા, માતાનું નામ સોનિયા શર્મા અને બહેનનું નામ ચેતના શર્મા છે. જયા કિશોરીએ નાની ઉંમરમાં જ ભગવત ગીતા અને નાનીબાઈની માયરો જેવી કથાઓ સાંભળવાનું શરૂ કરી દીધું હતું.

લોકો જયાના અંગત જીવનને જાણવા માટે પણ ખૂબ ઉત્સુક રહે છે. ખાસ કરીને ગૂગલ પર તો તેના લગ્ન અને પતિને લઈને ઘણું સર્ચ થાય છે.

જયા કિશોરીના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ઘણું બધુ લખવામાં અને કહેવામાં આવે છે. તેનો એક વીડિયો પણ છે જેમાં તે પોતાના લગ્નની યોજના લોકોને જણાવતી જોવા મળી રહી છે. ખરેખર, જ્યારે એક ઈન્ટરવ્યુમાં જ્યારે જ્યા કિશોરીને લગ્નને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે, 'હું કોઈ સંત નથી પરંતુ એક સામાન્ય છોકરી છું. હું પણ અન્ય છોકરીઓની જેમ સામાન્ય જીવન જીવવા માંગુ છું.

પોતાના લગ્નને લઈને જયા કિશોરીએ એક અનોખી શરત પણ રાખી છે. એક અન્ય વીડિયોમાં તે કહે છે કે, જો મારા લગ્ન કોલકાતામાં જ થાય છે તો તે સૌથી સારું થશે. આ રીતે, હું મારા ઘરે ક્યારેય પણ આવીને ખાઈ શકું છું. એટલા માટે હું લગ્ન પણ કરીશ અને માતા પણ બનીશ. જોકે આમાં હજુ થોડો સમય છે. લગ્ન પછી પણ હું ભગવાનની પૂજા કરવાનું નહીં છોડીશ.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.