સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલે દવેએ કેમ કહ્યુ-કોર્ટમાં પણ લોકો વિભાજીત થઈ ગયા છે
સુપ્રીમ કોર્ટના સીનિયર વકીલ દુષ્યંત દવેનું કહેવું છે કે હવે કોર્ટમાં હવે ધ્રુવીકરણ થઇ ગયું છે. તેમણે કહ્યું કે પહેલાં આવું બિલકુલ નહોતું, છેલ્લાં 5-7 વર્ષોમાં જ આવું બનવા માંડ્યું છે. સુપ્રીમ કોર્ટના સિનયર વકીલે એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. છેલ્લાં 45 વર્ષથી વકાલત કરી રહેલા સીનિયર એડવોકેટ દુષ્યંત દવેએ ઇન્ટરવ્યૂમાં કોર્ટ, વકીલ, ન્યાયાધીશ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.
સીનિયર એડવોકેટ દુષ્યંત દવેને જ્યારે સવાલ પુછવામાં આવ્યો કે શું તમે કોર્ટમાં દલીલ વખતે સાથી વકીલો સાથે ઝગડવા માંડો છો. તમે તેમની સામે બરાડા પાડો છો? તો દુષ્યંત દવેએ જવાબમા કહ્યુ કે, અરે, ના, એવું કશું નથી, પરંતુ કેટલાંક વકીલોને એવું એટલા માટે લાગે છે કારણ કે મારો અવાજ જ મોટો છે. તેમણે તેનું બીજું કારણ કોર્ટમાં ધુવીકરણને ગણાવ્યું.
દુષ્યંત દવે ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યુ કે, હવે કોર્ટમાં પણ થોડું ઘણું ધ્રુવીકરણ થવા માંડ્યું છે, જે એક સારી વાત નથી. આવું પહેલાં ક્યારેય થતું નહોતું. છેલ્લાં 5-7 વર્ષમાં કોર્ટમાં આવું બધું જોવા મળી રહ્યું છે. આ પહેલાં પહેલાં ક્યારેય એવો મોકો નહોતો આવતો કે જ્યારે કોઇ વકીલ મિત્રની સાથે કોર્ટમાં વ્યક્તિગત દલીલ થઇ હોય. આજકાલ તો એવું થાય છે કે ધ્રુવીકરણને કારણે પહેલાં વકીલો જે એકબીજા માટે માન રાખતા હતા, તેવું માન હવે રાખતા નથી.
દુષ્યંત દવેએ કહ્યુ કે હું અસભ્ય વર્તન સહન કરી શકતો નથી અને કોઇનાથી ડરતો પણ નથી. એટલે કોઇને પણ સીધું મોંઢા પર કહી શકું છું. જો કે કોર્ટ બહાર પછી બધું સામાન્ય હોય છે. કોઇને એકબીજા માટે વ્યક્તિગત દુશ્મનાવટ હોતી નથી. કોર્ટમાં દલીલ પુરી થયા પછી બધા વકીલો કોર્ટની બહાર એકબીજા સાથે સારી રીતે જ વાત કરતા હોય છે.
તેમણે ઇન્ટરવ્યૂમાં આગળ કહ્યું કે, ‘અચ્છે દિનો’ મેં એટલે કે જ્યારે સારા દિવસો હતા ત્યારે કોર્ટમાં એક બીજાની ખિંચાઇ કરવા માટે કોર્ટમાં તંદુરસ્ત મજાક ચાલતી હતી. પરંતુ હવે આ મજાક કોઇક કોઇક વાર વ્યકિગત રૂપ ધારણ કરી લે છે, જે વાત યોગ્ય નથી, કોર્ટમાં આવું વાતાવરણ ન હોવું જોઇએ.
દુષ્યંત દવેએ કહ્યુ કે હવે તો કોર્ટમાં કોઇક કોઇક વાર એકદમ તણાવપૂર્ણ વાતાવરણ થઇ જાય છે. તેમણે કહ્યું કે, આવી સ્થિતિથી બચવું જોઇએ અને ન્યાયાધીશોએ પણ સ્થિતિને કંટ્રોલ કરવી જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp