રાહુલના સમર્થનમાં લોકો રસ્તા પર નથી આવી રહ્યા, આવું કહી ચિદમ્બરમે ચોંકાવ્યા

PC: india.postsen.com

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ અને સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ વિપક્ષ તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ સહિત વિપક્ષના નેતાઓએ સંસદ ભવન સંકુલમાં પ્રદર્શન કર્યું હતું. આ સિવાય કોંગ્રેસે ઘણા રાજ્યોમાં 'સત્યાગ્રહ' માર્ચ કાઢી. આ મુદ્દે રાજ્યસભામાં એટલો હંગામો થયો હતો કે, જમ્મુ-કાશ્મીર માટેના બજેટ પર ચર્ચા થઈ શકી ન હતી અને તેને ચર્ચા કર્યા વિના જ લોકસભામાં પરત મોકલી દેવામાં આવ્યું હતું. એક તરફ કોંગ્રેસ PM મોદી સરકાર પર સત્તાના દુરુપયોગનો આરોપ લગાવીને જનતામાં વિશ્વાસ વ્યક્ત કરી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા P ચિદમ્બરમે પણ રાહુલ ગાંધીને લોકોનું સમર્થન ન મળતું હોવાનું સ્વીકાર્યું છે.

જ્યારે P ચિદમ્બરમને પૂછવામાં આવ્યું કે, રાહુલ ગાંધીનું સભ્યપદ ગુમાવ્યા બાદ જનતા તેમના સમર્થનમાં વિરોધ કરવા નથી આવી રહી. તેના પર P ચિદમ્બરમે કહ્યું કે, છેલ્લા ઘણા સમયથી જનતા કોઈ પણ મુદ્દા પર વિરોધ કરવા આવતી નથી. ખેડૂતોને પણ જનતાનો સાથ મળ્યો નથી. CAAના કિસ્સામાં માત્ર મુસ્લિમોએ જ પ્રદર્શન કર્યું. આઝાદી પહેલા દરેક વર્ગે ગાંધીજીને ટેકો આપ્યો હતો. તેઓ રસ્તા પર આવી ગયા હતા. હું આશ્ચર્ય અને નિરાશ છું કે, લોકો અન્ય દેશોની જેમ વિરોધ કરવા અહીં નથી આવી રહ્યા. હોંગકોંગમાં પણ લોકો વિરોધ કરી રહ્યા છે.

P ચિદમ્બરમે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી લોકો સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું કે, આ PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીની વાત નથી. TMCને એમ પણ લાગ્યું કે આ બે વ્યક્તિની વાત નથી પરંતુ લોકશાહી સામે પડકાર છે. તેમણે કહ્યું કે, તમામ પક્ષો સમજી ગયા છે કે, PM મોદી સરકાર જે રીતે કામ કરી રહી છે તેનો વિરોધ કરવો જરૂરી છે. તેમણે કહ્યું કે, ચાર દિવસ પહેલાની સરખામણીમાં હવે વિપક્ષ વધુ એકજૂથ છે. તેનું કારણ એ છે કે, લોકશાહીને આપવામાં આવી રહેલા પડકારને દરેક સમજી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા જ વિપક્ષે રણનીતિ પર ચર્ચા કરવા માટે બેઠક બોલાવી હતી. વિપક્ષે કાળા કપડા પહેરીને પ્રદર્શન કર્યું હતું. આમાં TMC પણ સામેલ હતી. જ્યારે, કેટલાક દિવસોથી જોવામાં આવી રહ્યું હતું કે, TMC કોંગ્રેસની ટીકા કરી રહી છે. CM મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસ 2024 માટે રણનીતિ બનાવવામાં નિષ્ફળ રહી છે. જો રાહુલ ગાંધીની વાત કરીએ તો તેમને સંસદનું સભ્યપદ ગુમાવ્યા બાદ બંગલો ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે, તેમણે 22 એપ્રિલ સુધીમાં પોતાનો સરકારી બંગલો ખાલી કરી દેવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp