ગુજરાતી એક્ટર જય ભાનુશાળીની દીકરીએ નમાજ અદા કરી, લોકો ભડક્યા, પત્નીએ આપ્યો જવાબ

જય ભાનુશાળી અને માહી વિજની દીકરી તારાનો લેટેસ્ટ વીડિયો જોઈને લોકો નારાજ થઈ રહ્યા છે. હકીકતમાં, તારા આ વીડિયોમાં નમાજ અદા કરતી જોવા મળે છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આ જોઈને ચોંકી ગયા છે. માહી વિજની દીકરી તારાના આ વીડિયો પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યકત કર્યો છે.
જય ભાનુશાલી અને માહી વિજ એવા માતા-પિતા નથી કે જેઓ તેમના બાળકોને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. માહી અવારનવાર ફેન્સ સાથે તેની લાડલી દીકરીની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેણે તેની પુત્રી તારાનું એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ બનાવ્યું છે અને આ લેટેસ્ટ વિડિયો એ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે. 'Shukran Allah' લોકો આ વીડિયો પર નેગેટિવ કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.
આ વીડિયોમાં તારા જમીન પર બેસીને નમાજ અદા કરતી જોવા મળી રહી છે. ક્યારેક તે જમીન પર માથું નમાવતી જોવા મળે છે તો ક્યારેક તે તેના બંને હાથ વડે આંખો ઢાંકી રહી છે. નમાજ અદા કરવા માટે એક્ટિંગ કરતી તારાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે અને લોકો આલોચના કરી રહ્યા છે. ઘણા લોકો આ વીડિયોની ટીકા કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
એક યુઝરે કહ્યું, 'દીકરીને તમારા નાટકનો હિસ્સો ન બનાવો.' એકે કહ્યું, મને તારાના દરેક વીડિયો આજ સુધી ગમ્યા છે, પરંતુ આ બેકાર અને નિરાશાજનક છે, તમે તમારી દીકરીને આ બધું શીખવી રહ્યા છો. એક યૂઝરે કહ્યું કે, બધા ધર્મનું સન્માન કરો, પરંતુ એ ધર્મમાં જીવો જ ધર્મમાં તમારો જન્મ થયો છે. અન્ય એક યુઝરે કહ્યું કે,બીજા ધર્મ વિશે શીખવવું ખૂબ જ સારું છે, પરંતુ તે પહેલા આપણા ધર્મ અને વેદ વિશે શિખવાડવું જોઇએ, શું ડ્રામા છે.
જો કે, આ વીડિયો પર એવા ઘણા લોકોએ પણ કોમેન્ય કરી છે અને કહ્યું છે કે આ માહી તેની પુત્રીને ઉછેર આપી રહી છે, દરેકે આ વિડીયોમાંથી કંઈક શીખવું જોઈએ અને જો માતાઓ પોતાના બાળકોને નાનપણથી જ દરેક ધર્મનું સન્માન કરવાનું શીખવે છે તો તેઓ મોટા થઈને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભેદભાવ ન કરે.
તારાની માતા માહી વિજે તેની પુત્રીના વિડિયોની ટીકા કરનારાઓને જવાબ આપતા અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો. આ વીડિયોમાં તે પોતાની પુત્રી સાથે મંદિરમાં જોવા મળી રહી છે. માહીએ લખ્યું છે કે, આ તે બકવાસ લોકો માટે છે જેમણે ધર્મની મજાક ઉડાવી છે.
માહીએ લખ્યું કે તમે ઇચ્છો તો તારાને અનફોલો કરી શકો છો, તારાને હેટર્સની જરૂરત નથી. એક મા તરીકે હું સારી રીતે જાણું છું કે મારા બાળકને હું શિખવી રહી છું.નાની વિચારધારા ધરાવતા લોકોને ગુડલક, જિંદગી જીવવા દો. આટલા બધા નફરત કરનારાઓ જોઇને દુખ થાય છે અને મારી દીકરીની ચિંતા ન કરો, તમારા બાળકોને શિખવાડો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp