બાબા બાગેશ્વર જેવા લોકોએ જેલમાં રહેવું જોઇએ: નેતા જગદાનંદ સિંહ

PC: livehindustan.com

મધ્ય પ્રદેશના બાગેશ્વ ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી 5 દિવસની કથા માટે બિહારના પટનામાં આવી રહ્યા છે તેમનો અત્યારથી વિરોધ શરૂ થઇ ગયો છે. બિહાર સરકારના મંત્રી અને લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે થોડા દિવસ પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીના વિરોધની વાત કહી હતી. હવે RJDના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, જેઓ ચિઠ્ઠી ખોલ્યા વગર પોતાના ભક્તોની ઈચ્છા પૂરી કરવાનો દાવો કરે છે, તે કથા સંભળાવવા બિહાર આવી રહ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી 13 મેથી 17 મે સુધી બિહારના પ્રવાસે છે. આ દરમિયાન બિહાર સરકારના પર્યાવરણ મંત્રી અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું  કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી બિહારમાં એકતાની વાત કરશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે અને જો તેઓ અહીં આવીને હિંદુ-મુસ્લિમ વાત કરશે તો તેમની ખેર નહીં હોય એ વાત શાસ્ત્રી સારી રીતે સાંભળી લે.

હવે RJD ચીફ જગદાનંદ સિંહે પણ કહ્યું છે કે, બાગેશ્વર જેવા લોકોએ જેલમાં રહેવું જોઇએ. પરંતુ અફસોસની વાત છે કે તેઓ બહાર છે. સિંહે કહ્યું કે આજકાલ તો જેને પણ મન થાય તે બાબા બની જાય છે. તેમણે સાથે સાથે ભાજપ પર નિશાન સાધીને કહ્યુ હતું કે આ બધા ઉન્માદ ભાજપે જ વધાર્યો છે, સંત પરંપરાને ખરાબ કરવામાં આવી રહી છે. આવા બાબાઓની એક જમાત ઉભી કરવામાં આવી રહી છે.

તેજ પ્રતાપના નિવેદન સામે ભાજપના ધારાસભ્ય નીરજ બબલૂએ  કટાક્ષમાં જવાબ આપતા કહ્યું હતું કે, તેજ પ્રતાપ ધાર્મિક માણસ છે. કોઇક વાર તેઓ ભોલેનાથ બની જાય છે તો કોઇક વાર રાધા-કૃષ્ણના મંદિરમાં પહોંચીને રાધે રાધે કરવા માંડે છે. નીરજ બબલૂએ કહ્યું કે, મને નથી લાગતું કે તેમણે આવા પ્રકારનું નિવેદન આપવું જોઇએ. ધીરેન્દ્ર શાસ્ત્રી પટના આવશે તો લોકો સ્વયંભૂ લાખોની સંખ્યામાં કથા સાંભળવા આવશે અને જે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને રોકવાની વાત કરી રહ્યા છે તે હવામાં ઉડી જશે.

મધ્ય પ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદીત નિવેદનો આપવા માટે હંમેશા ચર્ચામાં રહે છે. ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવાની વાત હોય કે સાંઇ બાબા ભગવાન નથી એવા નિવેદનો ધીરેન્દ્ર શાસ્ત્રી આપતા રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp