ઇજાગ્રસ્તોને બચાવવા સામે આવ્યા ‘રક્ત દાનવીર’, 3000 બ્લડ યુનિટ ભાગું થયું

PC: twitter.com/ANI

ઓરિસ્સાના બાલાસોરમાં ભીષણ ટ્રેન અકસ્માતને જેણે પણ જોયો, તે દાંતો નીચે આંગળી દબાવી બેઠું. ઘટનાસ્થળ પર પહોંચેલા એક અધિકારીએ તો અહી સુધી કહી દીધું છે કે તેમણે પોતાના જીવનમાં એક સાથે આટલા શબ ક્યારેય નથી જોયા. બીજી તરફ ઇજાગ્રસ્તોની મદદ માટે હજારો લોકો સામે આવી ગયા છે. રિપોર્ટ્સ મુજબ બાલાસોર અકસ્માત બાદ યુદ્ધ સ્તર પર રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઇજાગ્રસ્તોને આસપાસના જિલ્લાઓમાં સ્થિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે.

એવામાં ઇજાગ્રસ્તોની મદદ માટે હજારોની ભીડ ઉમટી પડી હતી. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ મુજબ, અકસ્માતના થોડા જ કલાકોની અંદર 3 હજારથી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું છે. કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ડૉક્ટર જયંત પાંડાએ જણાવ્યું કે, લોકો રક્તદાન માટે મોટી સંખ્યામાં આગળ આવી રહ્યા છે. કાલે રાત્રે બાલાસોર ભદ્રક અને કટકમાં 3 હજાર યુનિટ રક્તદાન કરવામાં આવી ચૂક્યું છે, પરંતુ દુર્ઘટનામાં મરનારા લોકોની સંખ્યા વધી રહી છે, અમારી તરફથી ઇજાગ્રસ્તોને બચાવવાનો દરેક સંભવિત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ઓરિસાના બાલાસોર જિલ્લાની હોસ્પિટલોથી સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રેન અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને પોતાનું લોહી આપવા સેકડો સ્થાનિક યુવાનો લાઇનમાં ઊભા છે. પોત પોતાના વાહનોથી પહોંચીને ભીષણ ગરમીમાં રક્તદાન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. એક સ્થાનિક રહેવાસી ગણેશે મીડિયાને જણાવ્યું કે, જ્યારે આ દુર્ઘટના થઈ, ત્યારે તે પાસે જ હતો. તેણે કેટલાક અન્ય લોકોને ભેગા કર્યા. ત્યારબાદ રાહત કાર્ય શરૂ કર્યું. અમે લગભગ 200-300 લોકોને બચાવ્યા.

તો ભારતીય સેનાના કર્નલ એસ.કે. દત્તાએ કહ્યું કે, કાલે રાતથી બચાવ અભિયાન ચાલી રહ્યું છે અને સેનાના અન્ય જવાન કોલકાતાથી બોલાવવામાં આવ્યા છે. એ સિવાય ઘટનાસ્થળ પર રાહે કાર્યમાં ઓરિસ્સા ફાયર સર્વિસના જવાન પણ લાગ્યા છે. ફાયર સર્વિસના મહાનિર્દેશક સુધાંશુ સારંગીએ કહ્યું કે, એક ક્રેન આવી ગઈ છે. અમે એક એક કરીને (કોચો) ઉપર ખેચી લઈશું, પરંતુ અમને તેની નીચે કોઈના લોકોની બચવાની આશા નથી. મેં પોતાના જીવનમાં આટલા શબ એક સાથે ક્યારેય જોયા નથી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરતા કહ્યું કે, ડૉક્ટરોની બે ટીમો AIIMS ભુવનેશ્વરથી દુર્ઘટનાસ્થળ બાલસોર અને કટક માટે મોકલવામાં આવી છે. અમે લોકોનું અણમોલ જીવન બચાવવા માટે બધી જરૂરી સહાયતા અને ચિકિત્સા સહાયતા પ્રદાન કરી રહ્યા છીએ. રેલવે તરફથી સોરો મેડિકલ યુનિટમાં ઇજાગ્રસ્ત મુસાફરોને 50 હજાર રૂપિયાની વળતર રકમ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp