પેપ્સીકોને કોર્ટનો ઝટકો, હવે તમારે ઉગાડવા હોય એટલા પેટન્ટવાળા આ બટેકા ઉગાડો

લેઇઝની બટાકાની વેફરતો તમે ખાધી જ હશે. નાની ભૂખ લાગે ત્યારે સૌથી પહેલા આપણને મગજમાં વેફર જેવી જ વસ્તુ આવે છે. ઘણા વર્ષો પહેલા તો આ બટાકાની વેફર ઘરમાં જ બનતી હતી. આ વેફરને બનાવીને સ્ટોર કરવામાં આવતી હતી અને ભૂખ લાગે ત્યારે તળીને ખાવામાં આવતી હતી. પણ ધીમે ધીમે સમય બદલાયો અને આ વેફર બજારમાં પેકેટ્સની અંદર મળવા લાગી. પછી કોમ્પિટીશન વધ્યું અને ઘણી બધી બ્રાન્ડ્સ બજારમાં આવી ગઇ.
આમ તો વિશ્વમાં લેઇઝની ઘણી બધી બ્રાન્ડ છે. પણ અમેરિકન કંપની પેપ્સીકો ઇંકની બ્રાન્ડ લેઇઝ બટાકાની વેફરનો એક પર્યાય બની ગયો. ભારત જ નહીં, આખા વિશ્વમાં લેઇઝ વેફર લોકોની પહેલી પસંદ બની ગઇ. પણ શું તમે જાણો છો કે આ વેફર દરેક પ્રકારના બટાકાથી નથી બનતી. આ વેફરને બનાવવા માટે એક ખાસ પ્રકારના બટાકાની જરૂર પડે છે. ભારતમાં આ પ્રકારના બટાકાને લઇને વિવાદ ઉભો થયો છે. તમને એવું લાગતું હશે કે, અમે આ વિશે કેમ વાત કરી રહ્યા છીએ.
વાત એમ છે કે, દિલ્હી હાઇ કોર્ટે પેપ્સીકો ઇંકની એક અપીલ ખારિજ કરી દીધી છે. આ અપીલમાં કંપનીએ એ આદેશને પડકાર આપ્યો હતો કે, જેમાં તેમની એક પેટન્ટ રદ કરવામાં આવી હતી અને આ પેટન્ટ બટાકાની એક ખાસ પ્રજાતી FC5 માટે હતી. આ બટાકાની એ જ પ્રજાતિ છે કે, જેનો ઉપયોગ પેપ્સીકો કંપની વેફર બનાવવા માટે કરે છે.
પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટીઝ એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટીએ 2021માં પેપ્સીકોની આ પેટન્ટને રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, ભારતના નિયમ બીજની અલગ અલગ વેરાઇટી પર પેટન્ટની પરવાનગી નથી આપતા.
આ ઓથોરિટીએ આ પેટન્ટ સામાજિક કાર્યકર્તા કવિતા કુરૂગંતીની ફરિયાદ પર રદ કરી હતી. તેમણે કહ્યું હતું કે, કંપની કોઇપણ બીજની વેરાઇટી પર પેટન્ટનો દાવો ન કરી શકે. ત્યારબાદ ઓથોરિટીએ તેના પર વિચાર વિમર્શ કર્યો અને જોયું કે, ભારતના નિયમો અનુસાર, પેપ્સીકોનો દાવો ખોટો છે અને આ રીતે પેપ્સીકો કંપનીએ પોતાની પેટન્ટ ગુમાવવી પડી હતી.
પેપ્સીકોને આ ઠીક ન લાગ્યું. પછી તેમણે દિલ્હી હાઇકોર્ટમાં ઓથોરિટીના આદેશ વિરૂદ્ધ એક પીટીશન ફાઇલ કરી. હવે ગઇ 5મી જુલાઇના રોજ કોર્ટે પેપ્સીકોની આ પીટીશન ખારિજ કરી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, પેપ્સીકો ઇન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, અમને કોર્ટના નિર્ણયની જાણકારી છે, અમે હાલ તેની સમીક્ષા કરવા પર વિચાર કરી રહ્યા છીએ.
A Revocation Application that I filed against Pepsico's potato variety FL-2027 registration has been accepted by the Protection of Plant Varieties & Farmers' Rights Authority. The long and short of what was achieved, in the form of this judgement is that:https://t.co/NYuuM0HdZb
— Kavitha Kuruganti (@kkuruganti) December 3, 2021
હવે એ જાણો કે પેપ્સીકોની આ પેટન્ટની ગુંચવણ આખરે છે શું અને આ સમસ્યા કઇ રીતે શરૂ થઇ. 2019ના મે મહિનામાં પેપ્સીકોએ ગુજરાતના 9 ખેડૂતો પર એક કેસ કર્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે, 9 ખેડૂતો લેઇઝ વેફર જે બટાકાથી બને છે તે ખાસ પ્રકારના બટાકાની ખેતી કરી રહ્યા છે. જેથી કંપનીને નુકસાન થઇ રહ્યું છે. સાથે જ બટાકાની આ ખાસ પ્રજાતિ પર તેમની પેટન્ટ છે.
પેપ્સીકોએ 4 ખેડૂતો પર 1 – 1 કરોડ રૂપિયાનો કેસ કર્યો હતો. અન્ય પાંચ ખેડૂત પર 20 20 લાખનો કેસ કર્યો હતો. તેમણે 4 ખેડૂતોને શરત સાથે સમજૂતી કરવા માટે કહ્યું. તેમાં કહેવાયું હતું કે, ખેડૂત પોતાનો બધો પાક પેપ્સીકોને વેચશે ક્યાં તો પછી આ પ્રકારના બટાકાની ખેતી ન કરે. આમ કરવા પર કેસ પાછો લેવા માટે તૈયાર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp