26th January selfie contest

PIFની યોજના હતી કે, 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનું છે

PC: sundayguardianlive.com

મહારાષ્ટ્ર ATSએ સપ્ટેમ્બર 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા(PFI)ના 5 આરોપીઓની ધરપકડ કરી હતી. એ પછી હવે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ATSએ જે ચાર્જશીટ રજૂ કરી છે તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આરોપીઓ પાસેથી કેટલાંક ડેટા મળ્યા છે જેમાં 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનો પૂરો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

ABP ન્યૂઝના એક અહેવાલ મુજબ,ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે આરોપી મજહર મંસૂર ખાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેના મોબાઇલમાંથી 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાના રોડમેપની ડ્રાફટ બુકલેટ નામની ફાઇલ મળી હતી. જેમાં લખ્યું હતું ઇન્ડિયા 2047 ભારતમેં ઇસ્લામ શાસનન કી ઓર, એવું પણ લખ્યું હતું કે આ આંતરિક દસ્તાવેજ છે,પ્રસાર માટે નથી.

ATSને  મજહરના મોબાઇલમાંથી જે PDF મળી હતી તે 7 પાનાની હતી. જેમાં લખ્યું હતું કે ભારતમાં ખાસ કરીને લશ્વદ્રીપ અને જમ્મુ-કાશ્મીરના 8 જિલ્લામાં 70 ટકા મુસ્લિમ વસ્તી છે. ભારતમાં મુસ્લિમ બીજા નંબરની સૌથી વધારે વસ્તી ધરાવે છે. એના હિસાબે જોઇએ તો વર્ષ 2047 સુધીમાં આ આંકડો 100 ટકા પર પહોંચી જશે. એ પછી ભારતને મુસ્લિમ રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવશે.

આ PDFમાં 4 સ્ટેપ્સમાં કેવી રીતે કામ કરવાનું છે એની યોજના હતી.

જે લોકો મુસ્લિમ છે અને જો તેમને તેમના કલ્યાણની ચિંતા છે તો તેઓ PFIના બેનર હેઠળ ભેગા થાય અને ભારતમાં કેવી રીતે અન્યાય થાય છે તેની વાત શેર કરીને વધારેને વધારે લોકોને PFI સાથે જોડે. ઉપરાંત PFIના સભ્યોને હુમલો કરવા અને તલવાર ચલાવવાની તાલીમ આપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

PFI સંગઠનમાં લોકોને જોડીને મુસલમાનોની તાકાત બતાવીને વિરોધીઓને ડરાવવા માટે PFIના સ્પેશિયલ કેડરના માધ્યમથી હિંસાનો ઉપયોગ કરવામાં આવે. આ સ્પેશિયલ કેડરને વિસ્ફોટકની ટ્રેનિંગ આપવામાં આવે. સાથે એમ પણ લખવામાં આવ્યું છે કે રાષ્ટ્ર ધ્વજ, ભારતીય બંધારણ અને બાબા સાહેબ આંબેડકરને ઢાલ બનાવીને એવું ચિત્ર ઉભું કરવાનું છે કે હિંદુઓને એવું લાગે કે PFI હિંદુઓ માટે કામ કરી રહી છે. આવું બતાવીને બીજા સંગઠનોમાં ફુટ પાડીને હિંદુઓના મતોનું વિભાજન કરો. ઉપરાંત સરકારી વિભાગોમાં

ત્રીજા સ્ટેપમાં કહેવાયું છે કે અનુસુચિત જાતિ અને અનુસુચિત જાનજાતિ અને અન્ય પછાત વર્ગના લોકો સાથે દોસ્તી કરીને ચૂંટણીમા ઉમેદવાર તરીકે ઉભા રાખીને તેમને જીતાડવા. એ પછી જીતેલા ઉમેદવારની મદદથી સંગઠન અને પક્ષનું વિસ્તરણ કરવું. RSS, આ સંગઠન માત્ર સમૃદ્ધ હિન્દુઓના કલ્યાણ માટે કામ કરી રહ્યું છે. લોકોના મનમાં આવું ઠસાવીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના મનમાં RSSને લઈને  ફુટ પાડવી.

ચોથા સ્ટેપ્સમાં તમામ મુસ્લિમ સંગઠનોને અલગ કરીને સમગ્ર મુસ્લિમ સમુદાયને એકસાથે લાવવો જોઈએ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ કરવા અને સત્તા કબજે કરવાના પ્રયાસો કરવા જોઈએ. સત્તામાં આવ્યા બાદ સરકાર, ન્યાયતંત્ર, પોલીસ અને સેનામાં સંગઠનને વફાદાર લોકોની ભરતી કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp