NIA ચાર્જશીટમાં ખુલાસો: કન્હૈયાલાલ હત્યા અગાઉ હત્યારાઓએ જોઇ હતી આ વેબ સીરિઝ

PC: patrika.com

કન્હૈયાલાલ હત્યાકાંડમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ 3500 પાનાંની ચાર્જશીટ તૈયાર કરી છે. આ ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે, કન્હૈયાલાલ હત્યા માટે વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં સૌથી વધુ પાકિસ્તાનના એક્ટિવ હતા. કન્હૈયાલાલની હત્યા માટે TLP લીડરે ગૌસ અને રિયાઝને મોહરો બનાવ્યા હતા. તો ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યાકાંડમાં PFIની પણ ભૂમિકા સામે આવી છે. કન્હૈયાલાલ હત્યાકાંડમાં NIAએ 3500 પાનાંની ચાર્જશીટ તૈયાર કરી છે.

તેમાં સામે આવ્યું છે કે, દરજી કન્હૈયાલાલની હત્યાનો પ્લાન પાકિસ્તાનમાં બનાવવામાં આવ્યો હતો. કન્હૈયાલાલને મારવા અગાઉ બધા હત્યારાઓએ ઇર્તુજુલ ગાઝીની વેબ સીરિઝ જોઇ હતી. ચાર્જશીટમાં બતાવવામાં આવ્યું છે કે, કન્હૈયાલાલની હત્યા માટે એક વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. આ ગ્રુપમાં સૌથી વધુ એક્ટિવ અને ઉશ્કેરવાનું કામ પાકિસ્તાની જ કરતા હતા. સામે આવ્યું કે પાકિસ્તાનમાં TLP લીડરે આરોપી ગૌસ અને રિયાઝને મોહરો બનાવ્યો હતો.

NIAની ચાર્જશીટમાં વધુ એક ખુલાસો થયો કે કેવી રીતે રિયાઝ અને ગૌસે કન્હૈયાલાલને મારવા માટે ટીમ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં NIAએ પાકિસ્તાની નાગરિકો સહિત 11 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. NIAના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, હત્યા અને તેનો વીડિયો પ્રસાર આખા દેશમાં જનતા વચ્ચે ડર અને આતંક ઉત્પન્ન કરવા માટે કરવામાં આવ્યો હતો. કેસ શરૂઆતમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ધાનમંડી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો અને ત્યારબાદ NIA દ્વારા ફરી નોંધવામાં આવ્યો હતો.

કન્હૈયાલાલ (ઉંમર 48 વર્શ)ની 28 જૂન 2022ના રોજ તેની દુકાનની અંદર એક ધારદાર હથિયાર વડે હત્યા કરી દેવામાં આવી હતી. હુમલો કરનારાઓએ દાવો કર્યો કે તેમણે ઇસ્લામના કથિત અપમાનનો બદલો લેવા માટે તેની હત્યા કરી હતી. આરોપીઓ વિરુદ્ધ જયપુરમાં એક વિશેષ NIA કોર્ટમાં ભારતીય દંડ સંહિતા (IPC), ગેરકાયદેસર ગતિવિધિ (રોકાણ) અધિનિયમ અને શસ્ત્ર અધિનિયમની અલગ અલગ કલમો હેઠળ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યું હતું.

PFI કાર્યકર્તા કેડરો વિરુદ્ધ અભિયાન છેડતા NIAએ 10 ફેબ્રુઆરીના રોજ ઉદયપુરથી આરોપી મોહમ્મદ સોહેલની ધરપકડ કરી હતી. તેને સવારે જલદી જ NIAની કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સાંપ્રદાયિક નફરત ફેલાવવા અને PFIના ગુનાહિત ષડયંત્રમાં સક્રિય ભૂમિકા સામે આવી છે. જાણકાર કહે છે કે, ઉદયપુરના રહેવાસી સોહેલે PFI કેડરો અને સભ્યો સાથે મળીને મુસ્લિમ યુવાનોને હિંસક અને ગેરકાયદેસર ગતિવિધિઓ માટે કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર રચ્યું હતું. સોહેલ SDPI ઉદયપુરનો જિલ્લાધ્યક્ષ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp