કેદારનાથના ગર્ભગૃહમાં મોરારી બાપુની તસવીર વાયરલ, ડીલિટ કરાવી આટલો દંડ ફટકાર્યો

PC: navbharattimes.indiatimes.com

કેદારનાથ મંદિરના ગર્ભ ગૃહમાં તસવીર ખેચવા સંબંધિત ઘટના પર BKTC પૂરી રીતે લગામ લગાવી શકતું નથી. ગર્ભ ગૃહની અંદરની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં એક પ્રમુખ કથા વાંચક સાથે કેટલાક લોકો પૂજા કરી રહ્યા છે. જો કે, આ તસવીર  ખેચનારને BKTCએ CCTV કેમેરાની મદદથી શોધી કાઢ્યો છે અને તેના પર 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આદેશમાં મંદિર પરિસર અને ગર્ભ ગૃહમાં તસવીર, વીડિયો પ્રતિબંધિત કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો, પરંતુ ગત દિવસમાં ગર્ભ ગૃહની વધુ એક ઘટના સોશિયલ મીડિયા પર આવી ગઈ, જેમાં એક કથા વાંચક અને અન્ય લોકો સાથે પૂજા કરી રહ્યા છે, જ્યારે મંદિર પરિસરમાં મંદિર તરફથી પીઠ કરીને એક ઇન્ટરવ્યૂ લેવામાં આવી રહ્યું છે.

કોઈ વ્યક્તિ દ્વારા બંને તસવીર સોશિયલ મીડિયા પર નાખવામાં આવી. તસવીર વાયરલ થયા બાદ લોકો જાત જાતની ચર્ચાઓ કરી રહ્યા છે. ઘણા લોકો તેને મંદિરની મર્યાદા વિરુદ્ધ બતાવી રહ્યા છે. જો કે, આ સમયે સંપૂર્ણ ઘટનામાં BKTCએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરને ધ્યાનમાં લેતા તાત્કાલિક કાર્યવાહી કરી છે. BKTCના CEO યોગેન્દ્ર સિંહે જણાવ્યું કે, CCTV કેમેરાની મદદથી તસવીર ખેચનાર મધ્ય પ્રદેશ, ઇન્દોરના વ્યક્તિને કેદારનાથમાં હોટલથી પકડી લેવામાં આવ્યો છે.

તેણે કહ્યું કે, ઉપરોક્ત વ્યક્તિ દ્વારા પોતાની ભૂલ સ્વીકારી લેવામાં આવી છે. જણાવ્યું કે, પ્રતિ નિઃસ્વાર્થ ભાવ અને ભૂલવશ તેનાથી આ કાર્ય થયું. સંબંધિત વ્યક્તિના મોબાઈલથી તસવીર ડીલિટ કરી દેવામાં આવી છે. BKTC તરફથી તીર્થ યાત્રી પર 11 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેણે જણાવ્યું કે, પ્રમુખ કથા પ્રચારકની કોઈ પણ વ્યક્તિ દ્વારા તસવીર લેવામાં આવી નથી. તેમને પહેલા જ કેમેરા બંધ કરાવવાનો અનુરોધ કરી દેવામાં આવ્યો હતો. આ કૃત્ય કોઈએ ભૂલથી કરી દીધું.

એક રિપોર્ટ મુજબ, કેદારનાથના ગર્ભગૃહથી પ્રસિદ્ધ કથાવાંચક મોરારી બાપુની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરમાં મોરારી બાપુ બાબા કેદારનાથને પ્રણામ કરતા નજરે પડી રહ્યા છે. મોરારી બાપુ શ્રાવણ મહિનામાં જ્યોતિર્લિંગમાં જઈને રામકથા કરી રહ્યા છે. તેની શરૂઆત કેદારનાથથી થઈ છે. આ અગાઉ તેઓ ગર્ભગૃહમાં દર્શન કરવા ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે કે શું કેદારનાથ મંદિરમાં વીડિયો અને તસવીર પર બેન લાગ્યા બાદ શું મોરારી બાપુ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp