શું સરકાર તમામ વિદ્યાર્થીઓને આપે છે મફત લેપટોપ? જાણો વાયરલ મેસેજનું સત્ય..

PC: twitter.com

છેલ્લા કેચલાક દિવસોથી સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે ભારત સરકાર તમામ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપશે. ભારત સરકારની પ્રેસ એજન્સી PIB એ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. આ દાવાઓને નકલી ગણાવતા PIBએ કહ્યું કે વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહો. જાણો સમગ્ર મામલો...

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા મફત લેપટોપ વિતરણની યોજના ચલાવવામાં આવી રહી છે. મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફ્રી લેપટોપ માટે તમારે ફક્ત એક લિંક પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સરકારે તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ દ્વારા આ સંદેશ સાથે સંબંધિત સત્ય શેર કર્યું છે.

ભારત સરકારની પ્રેસ એજન્સી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)એ આ વાયરલ મેસેજની સત્યતા જણાવી છે. PIB એ તેની ફેક્ટ ચેકમાં આ દાવાઓને નકલી ગણાવ્યા છે. PIBએ તેના ફેક્ટ ચેક એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો કરવામાં આવી રહ્યો છે જેમા યુવાનોને મફત લેપટોપ આપવાનો દાવો કરી અને તેને બુક કરવા માટે લિંક પર ક્લિક કરી એક લિંક સાથે મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં વ્યક્તિગત વિગતોની માંગ કરવામાં આવી રહી છે.

PIBએ વધુમાં જણાવ્યું હતું કે, જે લિંક અને મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે તે સંપૂર્ણપણે નકલી છે. વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહો.

તમે પણ સરકારને લગતા કોઈપણ ભ્રામક સમાચાર જાણવા માટે PIB ફેક્ટ ચેકની મદદ લઈ શકો છો. કોઈપણ વ્યક્તિ PIB ફેક્ટ ચેકને WhatsApp નંબર 918799711259 પર ભ્રામક સમાચારનો સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા URL મોકલી શકે છે અથવા [email protected] પર મેઈલ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp